Home Sports 38 Year Old Kieron Pollards Explosive Batting 30 Runs In An Over

38 વર્ષે પણ 'પોલાર્ડ'નો જલવો! : એક ઓવરમાં જ ફટકાર્યા વિસ્ફોટક 30 રન, MI Emiratesની ધમાકેદાર જીત

38 વર્ષે પણ 'પોલાર્ડ'નો જલવો!
Published by: OBS Bureau
Last Updated: Dec 28, 2025, 05:03 AM IST

Kieron Pollard: ILT20 2025માં MI એમિરેટ્સે દુબઈ કેપિટલ્સને 8 વિકેટથી હરાવીને ક્વોલિફાયર 1માં સ્થાન મેળવ્યું. કેપ્ટન કિરોન પોલાર્ડે 31 બોલમાં અણનમ 44 રનની તોફાની ઇનિંગ્સ રમી, જેમાં 1 ચોગ્ગો અને 5 છગ્ગા સામેલ હતા. તેની આક્રમક બેટિંગથી ટીમે123 રનનો લક્ષ્યાંક માત્ર 16.4 ઓવરમાં હાંસલ કરી લીધો.

પોલાર્ડનો વિસ્ફોટ: 15મી ઓવરમાં 30 રન!

પોલાર્ડે વકાર સલામખેલની 15 મી ઓવરમાં 6, 4, 2, 6, 6, 6 ના ક્રમે 30 રન ફટકાર્યા – જેમાં ત્રણ સતત છગ્ગા સામેલ હતા. આ ઓવરે મેચનું પલ્લું પૂરેપૂરું MI તરફ ઢાળી દીધું. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, અને ચાહકો પોલાર્ડની પાવર હિટિંગની વાહવાહ કરી રહ્યા છે.

મેચનો સારાંશ:

દુબઈ કેપિટલ્સ: પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 8 વિકેટે 122 રન. કેપ્ટન મોહમ્મદ નબી 22* અને જેમ્સ નીશમ 21 રન સાથે ટોપ સ્કોરર.

MI એમિરેટ્સની બોલિંગ:

અલ્લાહ ગઝનફરે 4 ઓવરમાં 28 રન આપી 3 વિકેટ ઝડપી, જેના કારણે તેને પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ મળ્યો. શાકિબ અલ હસને 4 ઓવરમાં માત્ર 11 રન આપી 1 વિકેટ લીધી.

ચેઝ: મોહમ્મદ વસીમ (27) અને આન્દ્રે ફ્લેચર (21)એ 47 રનની ઓપનિંગ ભાગીદારી કરી. ટોમ બેન્ટને 28 રન ઉમેર્યા, પરંતુ પોલાર્ડે અંતમાં તોડી નાખ્યું.

38 વર્ષની ઉંમરે પણ પોલાર્ડની આવી વિસ્ફોટક બેટિંગ જોઈને ચાહકો કહી રહ્યા છે – "પોલી ઇઝ ફોરેવર!" MI એમિરેટ્સે સતત પાંચમી જીત સાથે પ્લેઑફમાં મજબૂત દાવેદારી નોંધાવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now