મુંબઈમાં ભારે વરસાદના કારણે 8 ફ્લાઇટ્સ એરપોર્ટ પરથી ડાયવર્ટ કરવામાં આવી છે. જેમાં 6 ઇન્ડિગો, એક સ્પાઇસ જેટ અને એક એર ઇન્ડિયાનો સમાવેશ થાય છે. જ્યારે 12 ફ્લાઇટ્સને ગો અરાઉન્ડ સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, 250થી વધુ વિમાનોની અવરજવરમાં વિલંબ થઈ રહ્યો છે. આ ઉપરાંત મુસાફરો માટે સલાહ પણ બહાર પાડવામાં આવી છે.
ભારે વરસાદના કારણે મુસાફરીમાં મુશ્કેલી
મુંબઈમાં એટલો વરસાદ પડી રહ્યો છે કે મોટાભાગના રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે. શહેરોમાં ટ્રાફિક જામ થઈ ગયું છે. લોકોને મુસાફરી કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
મુંબઈમાં મુસાફરો માટે સૂચના
અગાઉ ઈન્ડિગોએ મુસાફરો અંગે સૂચના બહાર પાડી છે. કારણ કે ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે અને ટ્રાફિક જામ સર્જાયું છે. સૂચનામાં કહેવામાં આવ્યું છે કે જો તમે ક્યાંક જવાનું આયોજન કરી રહ્યા છો, તો પહેલા એપ અથવા વેબસાઇટ પર ફ્લાઇટની નવીનતમ સ્થિતિ તપાસો.
સ્પાઇસજેટે પણ એક પત્ર બહાર પાડ્યું
આ ઉપરાંત સ્પાઇસ જેટે સલાહ પત્ર બહાર પાડ્યું છે. તેમણે કહ્યું કે મુંબઈમાં સતત વરસાદના કારણે બધી ફ્લાઇટ્સના આગમન અને પ્રસ્થાનને અસર થઈ શકે છે. તેથી મુસાફરોને એકવાર તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસવા માટે કહેવામાં આવ્યું છે.






