Home International 23 Year Old Hannah Dixon Falls Madly In Love With 57 Year Old Fitness Coach Chris Trolled On Social Media

લો બોલો! : 23 વર્ષની છોકરી 34 વર્ષ મોટા દાદાનાં પ્રેમમાં થઈ પાગલ, સોશિયલ મીડિયામાં થઈ ટ્રોલ; જાણો પરિવારે શું કહ્યું?

લો બોલો!
Published by: OBS Bureau
Last Updated: Feb 05, 2026, 09:36 AM IST

Viral Love Story: સોશિયલ મીડિયાના આધુનિક યુગમાં દરરોજ અવનવી પ્રેમ કહાણીઓ સામે આવતી હોય છે, પરંતુ કેટલીક વાતો એવી હોય છે જે સમાજના સ્થાપિત માપદંડોને હચમચાવી દે છે. કહેવાય છે કે 'પ્રેમમાં કોઈ સરહદ નથી હોતી', અને આ વાતને સાચી સાબિત કરી છે એક 23 વર્ષની યુવતીએ. જેને યુવાનીના ઉંબરે એવા વ્યક્તિ સાથે દિલ લગાવી દીધું જે ઉંમરમાં તેના પિતા કરતા પણ મોટા છે. આ અનોખી જોડીની કહાની અત્યારે ઈન્ટરનેટ પર ભારે ચર્ચા જગાવી રહી છે. લોકો તેમને 'દાદા-પૌત્રી' કહીને ટ્રોલ કરી રહ્યા છે, પરંતુ આ કપલની કેમિસ્ટ્રી અને તેમના પરિવારનો જે પ્રતિસાદ છે તે ખરેખર દંગ કરી દેનારો છે.

ફિટનેસ ક્લાસમાં શરૂ થયેલી 'લવ સ્ટોરી'

'ધ સન'ના અહેવાલ મુજબ, આ કહાની હેના ડિકસન નામની 23 વર્ષની યુવતી અને 57 વર્ષીય ફિટનેસ કોચ ક્રિસની છે. આ સંબંધની શરૂઆત ત્યારે થઈ જ્યારે હેનાએ ક્રિસ પાસે ટ્રેનિંગ લેવાનું શરૂ કર્યું. ક્રિસની મેચ્યોરિટી અને વાતો કરવાની શૈલી હેનાને ગમી ગઈ, તો સામે પક્ષે ક્રિસને હેનાની નિખાલસતા ભાઈ ગઈ. જોતજોતામાં જિંદગીના ધ્યેયો અને આધ્યાત્મિક વિચારો મળવા લાગ્યા અને બંને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં પડી ગયા હતા.

34 વર્ષનો તફાવત અને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ

હેના અને ક્રિસ વચ્ચે ઉંમરનો તફાવત પૂરા 34 વર્ષનો છે. સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે હેનાના પિતા પણ તેના બોયફ્રેન્ડ ક્રિસ કરતા ઉંમરમાં નાના છે! આ જ કારણ છે કે સોશિયલ મીડિયા પર લોકો આ જોડીને નિશાન બનાવી રહ્યા છે. ટ્રોલર્સ હેનાને મેણા મારી રહ્યા છે કે તે તેના 'દાદા'ની ઉંમરના વ્યક્તિ સાથે ડેટિંગ કરી રહી છે. જોકે, ક્રિસ અને હેનાનું માનવું છે કે ઉંમર તો માત્ર એક આંકડો છે અને તેમના સંબંધોમાં બધું જ કુદરતી રીતે ચાલી રહ્યું છે.

લોકોની નિંદા વચ્ચે પરિવારનો અડગ વિશ્વાસ

સામાન્ય રીતે જ્યારે આવા ઉંમરના તફાવતવાળા સંબંધો સામે આવે ત્યારે પરિવારનો વિરોધ સૌથી મોટો અવરોધ હોય છે. પરંતુ હેનાના કિસ્સામાં ચિત્ર સાવ અલગ છે. હેના કહે છે કે તેના પિતા ખૂબ જ સપોર્ટિવ છે અને તેમને આ સંબંધ સામે કોઈ વાંધો નથી. ટ્રોલર્સ જ્યારે એમ કહે છે કે હેનાના માતા-પિતા તેનાથી નિરાશ હશે, ત્યારે હેના ગર્વથી કહે છે કે તેનો પરિવાર તેની ખુશીમાં જ પોતાની ખુશી માને છે.

ભવિષ્યમાં લગ્નનો પ્લાન

ક્રિસ આ સંબંધને લઈને એટલો ગંભીર છે કે તે અત્યારે જ હેના સાથે લગ્ન કરવા તૈયાર છે. તેનું કહેવું છે કે જો શક્ય હોત તો તે આજે જ લગ્ન કરી લેત કારણ કે તેને વિશ્વાસ છે કે આ સંબંધ સાચો છે. જોકે, અત્યારે બંને યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા છે. આ જોડી દુનિયાની પરવા કર્યા વગર પોતાની જિંદગી પોતાની શરતો પર જીવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now