Home Sports 2026 T20 World Cup Icc Gives Ultimatum To Bangladesh Cricket Team

2026 T20 world cup; ICC એ બાંગ્લાદેશ ક્રિકેટ ટીમને આપ્યું અલ્ટીમેટમ : જો BCB નિર્ણય ચેન્જ નહીં કરે, તો આ ટીમની થશે સરપ્રાઈઝ એન્ટ્રી!

2026 T20 world cup; ICC એ બાંગ્લાદેશ ક્રિકેટ ટીમને આપ્યું અલ્ટીમેટમ
Published by: OBS Bureau
Last Updated: Jan 19, 2026, 11:41 AM IST

ICC gives ultimatum to Bangladesh cricket team: ગયા અઠવાડિયે ICC અધિકારીઓએ BCB સાથે 2026 T20 વર્લ્ડ કપ માટે સ્થળ પરિવર્તન અંગે ચર્ચા કરવા માટે બાંગ્લાદેશની મુલાકાત લીધી હતી. મુસ્તફિઝુર રહેમાનને IPL માંથી બાકાત રાખ્યા પછી બાંગ્લાદેશ મજબૂત વલણ દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યું હોવાના અહેવાલ છે. બાંગ્લાદેશમાં IPL પ્રસારણ સ્થગિત થયા પછી, BCB એ ICC ને T20 વર્લ્ડ કપ મેચો ભારતથી શ્રીલંકામાં ખસેડવાની વિનંતી કરી હતી, શ્રીલંકા ભારત સાથે ટુર્નામેન્ટનું સહ-યજમાન છે. આ બાબતે નવી અપડેટથી હવે બાંગ્લાદેશને મોટો ફટકો પડ્યો છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડનું કહેવું છે કે, ભારતમાં બાંગ્લાદેશ ટીમને જોખમ છે. ICC અધિકારીઓએ BCB ની મુલાકાત લીધી અને તેમને તેમની સુરક્ષાની ખાતરી આપી. બાંગ્લાદેશે ધમકી આપી હતી કે, જો સ્થળ બદલવામાં નહીં આવે તો 2026 T20 વર્લ્ડ કપમાંથી ખસી જશે. હવે, આ મામલામાં નવો વળાંક આવ્યો છે, ICC એ BCB ને અલ્ટીમેટમ આપ્યું છે.

ICC એ BCB ને અલ્ટીમેટમ આપ્યું

રિપોર્ટ્સ અનુસાર, ICC એ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને ચેતવણી આપી છે. ICC એ BCB ને 21 જાન્યુઆરી સુધીમાં T20 વર્લ્ડ કપમાં ભાગ લેવા કે નહીં તે અંગે અંતિમ નિર્ણય લેવા અને તેમને સમયમર્યાદાની જાણ કરવા જણાવ્યું છે. ગયા શનિવારે (17 જાન્યુઆરી) ICC ના એક અધિકારીએ ઢાકામાં BCB ના અધિકારીઓ સાથે મુલાકાત કરી અને આ સમયમર્યાદા નક્કી કરી. રિપોર્ટ્સ અનુસાર, બાંગ્લાદેશ મક્કમ છે કે, તેઓ ભારતમાં તેમની મેચ નહીં રમે.

બાંગ્લાદેશ બહાર થશે તો આ ટીમની થશે સરપ્રાઈઝ એન્ટ્રી

ICC એ BCB ને કહ્યું છે કે, જો બાંગ્લાદેશ 21 જાન્યુઆરી સુધીમાં ટુર્નામેન્ટમાં ભાગ લેવાની જાહેરાત નહીં કરે, તો એક રિપ્લેસમેન્ટ ટીમનું નામ આપવામાં આવશે. સ્કોટલેન્ડ સૌથી આગળ છે. એ નોંધવું જોઈએ કે, BCB એ પણ પ્રસ્તાવ મૂક્યો હતો કે, તેમની ટીમને આયર્લેન્ડ સાથે બદલી દેવામાં આવે, જે પ્રસ્તાવ ICC પહેલાથી જ નકારી ચૂક્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now