Home Sports 2025 Asia Cup Schedule Announced Tournament Will Start On 9 September Final Played On 28 September

Asia Cup 2025 નું શેડ્યૂલ જાહેર : જાણો ક્યાં અને કઈ તારીખે રમાશે ફાઈનલ મુકાબલો?

Asia Cup 2025 નું શેડ્યૂલ જાહેર
Published by: OBS Bureau
Last Updated: Jul 26, 2025, 12:50 PM IST

એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના ચેરમેન મોહસીન નકવીએ 2025 એશિયા કપનું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ મેગા ઇવેન્ટ સપ્ટેમ્બર 9 થી શરૂ થશે અને તેની ફાઇનલ મેચ સપ્ટેમ્બર 28 ના રોજ રમાશે. આ ટુર્નામેન્ટમાં પહેલીવાર 8 ટીમો ભાગ લેશે, જેમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, શ્રીલંકા, હોંગકોંગ, યુએઈ અને ઓમાનનો સમાવેશ થાય છે.

આ ટુર્નામેન્ટમાં પહેલીવાર 8 ટીમો ભાગ લેશે

એશિયા કપ ભારતમાં રમાવાનો હતો. પરંતુ રાજકીય મુદ્દાઓને કારણે એશિયા કપ યુએઈમાં યોજાશે.એશિયન ક્રિકેટની મેગા ઇવેન્ટ સપ્ટેમ્બર 2025માં રમાશે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના ચેરમેન મોહસીન નકવીએ સત્તાવાર રીતે x પર ટુર્નામેન્ટની જાહેરાત કરી છે.

અત્યાર સુધી 16 વખત રમાઈ એશિયા કપ

એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અંગે કોઈ સત્તાવાર માહિતી હાલ જાહેર કરવામાં આવી નથી. મળતી માહિતી અનુસાર બંને દેશો વચ્ચેના રાજકીય સંબંધોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે.એશિયા કપ 1984 માં પહેલીવાર આયોજિત થયો હતો. અત્યાર સુધીમાં કુલ 16 વખત રમાઈ એશિયા કપ ચૂક્યો છે. 2025 માં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now