Home International 200 Year Old Bottle Found By Workers In England Filled With Urine

ખોદકામ વખતે મળી એક દુર્લભ બોટલ : શું નિકળ્યું 200 વર્ષ જૂની બોટલમાંથી?

ખોદકામ વખતે મળી એક દુર્લભ બોટલ
Published by: OBS Bureau
Last Updated: Jan 28, 2025, 04:57 AM IST

દેશ દુનિયામાં ડેવોલપમેન્ટ એટલુ વધી ગયું છે લોકો ચારેય તરફ જ્યાં જુઓ ત્યાં શહેરી વિસ્તારમાં બાંધકામ જ જોવા મળતુ હોય છે. તેવામાં ક્યારેક એવી ઘટના બનતી હોય છે જ્યાં શ્રમિકોને ખોદકામ દરમિયન કેટલીક એવી વસ્તુઓ મળી જાય જે ખરેખર સૌ કોઈને વિચારતા કરી દે છે. ક્યારેક કળશ તો ક્યારેક સદીઓ જૂના માટીના વાસણ અને મૂર્તિ તો ક્યારે આભૂષણો. એવી જ એક ઘટના ઈંગલેન્ડમાં બની છે જ્યાં ક્લીથોપર્સમાં બાંધકામ દરમિયાન એક બોટલ મળી આવી. કેટલાક લોકોને એવુ લાગ્યુ કે આ બોટલમાં અમૃત છે. પણ તપાસ કરવામાં આવી અને સત્ય સામે આવ્યું તો સૌ કોઈ ચોંકી ગયા.

આ બોટલ એક ખાસ કલાકૃતિ જેવી છે. તે સુરક્ષિત રીતે મળી આવી છે. શ્રમિકો જ્યારે ખોદકામ કરતાં હતા ત્યારે જમીનમાંથી કઈક અવાજ સંભળાયો. જ્યારે તે વસ્તુને કાળજી પૂર્વક બહાર કાઢી તો સૌ કોઈ ચોંકી ઉઠ્યા. આંખોની સામે એક મોટી બોટલ હતી. બોટલ ખાલી નહોતી. આ બોટલ ખાસ પ્રકારનું લિક્વિડ હતું.

કામદારો પીવા જતા હતા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર શ્રમિકો ખુશ થઈ ગયા હતા. પહેલાં તો લોકોને લાગ્યું કે આ બોટલમાં દારૂ છે. અને તેને પીવા જતાં હતા. પરંતુ ત્યાં હાજર પ્રોજેક્ટ મેનેજરે તેમને રોક્યા. તેમણે કામદારોને કહ્યું કે પહેલા તેની તપાસ કરો. તપાસ કરતાં આ બોટલમાં દારૂને બદલે પેશાબ મળી આવ્યો. હા, પેશાબની વાત સાંભળતા જ કામદારો નિરાશ થઈ ગયા. આ પછી પ્રોજેક્ટ મેનેજરને લાગ્યું કે આ બોટલમાં ચોક્કસ કંઈક ખાસ છે. તેના ઐતિહાસિક મહત્વને સમજીને તેને લિંકન યુનિવર્સિટીમાં તપાસ માટે મોકલવામાં આવી.

યુનિવર્સિટીની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે બોટલમાં પેશાબ ભરેલો હતો. નિષ્ણાતો માને છે કે આ એક દુર્લભ બોટલ છે, જેનો ઉપયોગ દુષ્ટ આત્માઓને દૂર કરવા માટે કરવામાં આવતો હતો. આ બોટલ ગત વર્ષે મળી આવી હતી. કામદારો સી વ્યુ સ્ટ્રીટ પર એક જગ્યા પર ખોદી રહ્યા હતા જ્યારે તેમને બોટલ મળી હતી.

તપાસ ક્યાં થઈ?
લિંકન યુનિવર્સિટીમાં ત્રીજા વર્ષની વિદ્યાર્થિની ઝારા યેટ્સે XRF વિશ્લેષણ અને મલ્ટિસ્પેક્ટ્રલ ઇમેજિંગ સહિત વિવિધ તકનીકોનો ઉપયોગ કરીને બોટલની તપાસ કરી. બોટલ હજુ પણ તેના મૂળ કૉર્ક સાથે છે અને પેશાબથી ભરેલી છે. આવી જૂની આર્ટવર્ક મળવી દુર્લભ વાત છે.

ભૂત ભગાડવાની રીત
ઝારા યેટ્સે જણાવ્યું કે બોટલો બનાવવા માટે મોલ્ડનો ઉપયોગ 1840માં શરૂ થયો હતો. આ કિસ્સામાં, આ બોટલ તે તારીખ પહેલાની હોવી જોઈએ. તેઓએ એ પણ શોધ્યું કે બોટલનો આકાર 1790માં બહાર પાડવામાં આવ્યો હતો. નિષ્ણાતોનું માનવું છે કે આ એક 'વિચ બોટલ' છે, જે પેશાબથી ભરેલી હોય છે. એવું માનવામાં આવે છે કે તેને દુષ્ટ આત્માઓને દૂર કરવા માટે દફનાવવામાં આવે છે. પૂર્વ એંગ્લિયામાં પણ આવો જ રિવાજ હતો. જારાએ કહ્યું, 'લોકો બોટલોમાં પેશાબ ભરીને ઘરના દરવાજા પાસે રાખતા હતા, જેથી મેલી વિદ્યાની કોઈ અસર ન થાય.'

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now