Home Sports 18 Year Old Ayush Mhatre Sets World Record In England

કોઈ ન કરી શક્યું તે 18 વર્ષના ક્રિકેટરે કરી બતાવ્યું : ભારતીય ક્રિકેટર આયુષ મ્હાત્રેએ ઈંગ્લેન્ડની ભૂમિ પર સર્જ્યો રેકોર્ડ

કોઈ ન કરી શક્યું તે 18 વર્ષના ક્રિકેટરે કરી બતાવ્યું
Published by: OBS Bureau
Last Updated: Jul 25, 2025, 07:45 AM IST

IND Under-19 vs England U19: ભારત અને ઈંગ્લેન્ડ અંડર-19 ટીમ વચ્ચે રમાયેલી બે મેચની યુવા ટેસ્ટ સીરિઝ પૂર્ણ થઈ છે. આ બંને મેચ ડ્રો રહી હતી, પરંતુ ભારતીય યુવા ખેલાડીઓએ જે રીતે પ્રદર્શન કર્યું તે જોઈને બધા ખુશ છે. સીરિઝની છેલ્લી મેચ 20મી જુલાઈથી 23મી જુલાઈ દરમિયાન ચેમ્સફોર્ડમાં રમાઈ હતી. જ્યાં 18 વર્ષીય કેપ્ટન Ayush Mhatraએ ટીમને જીત અપાવવા માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને એક ખાસ રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો હતો.

ભારતીય ક્રિકેટર આયુષ મ્હાત્રેએ ઈંગ્લેન્ડની ભૂમિ પર સર્જ્યો રેકોર્ડ

બે મેચની યુવા ટેસ્ટ સીરિઝમાં આયુષ મ્હાત્રે 85 સરેરાશ અને 103.66ની સ્ટ્રાઈક રેટથી 340 રન બનાવ્યા હતા.આ શાનદાર પ્રદર્શનથી તેમના નામે વર્લ્ડ રેકોર્ટ નોંધાયો છે. યુથ ટેસ્ટ સીરિઝમાં Ayush Mhatra એ હવે 100થી વધુના સ્ટ્રાઇક રેટથી 300થી વધુ રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટર બન્યો છે. તેમણે ઈગ્લેન્ડ ક્રિકેટ ટીમના વર્તમાન મુખ્ય કોચ અને ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમે 24 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યા છે. બ્રેન્ડન મેક્કુલમે વર્ષ 2001માં દક્ષિણ આફ્રિકા સામેની 3 મેચની ટેસ્ટ સીરિઝમાં 95.58ના સ્ટ્રાઈક રેટથી 455 રન બનાવ્યા હતા.

વરસાદને કારણે મેચ ડ્રો

ઈંગ્લેન્ડે ભારતને બીજી ટેસ્ટ જીતવા માટે 355 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. આ સ્કોરનો પીછો કરતી વખતે વૈભવ સૂર્યવંશી ગોલ્ડન ડક પર આઉટ થયો, પરંતુ Ayush Mhatra એ 80 બોલમાં 126 રન બનાવીને શાનદાર ઈનિંગ રમી હતી. જ્યારે ભારત જીતથી 65 રન દૂર હતું, ત્યારે ખરાબ વિઝિબિલિટી અને વરસાદને કારણે મેચ ડ્રો કરવી પડી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now