Home Sports 18 Runs Then Shubman Gill Most Test Series Runs In England Record In His Name Rahul Dravid Virat Kohli Sunil Gavaskar All Are Behind

ગિલ મહા રેકોર્ડ સર્જાવા માત્ર 18 રન દૂર : દ્રવિડ-કોહલી-ગાવસ્કર તમામ રહી જશે પાછળ

ગિલ મહા રેકોર્ડ સર્જાવા માત્ર 18 રન દૂર
Published by: OBS Bureau
Last Updated: Jul 10, 2025, 12:32 PM IST

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ 10 જુલાઈથી લંડનના ઐતિહાસિક ક્રિકેટ ગ્રાઉન્ડ લોર્ડ્સ ખાતે રમાશે. આ મેચમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલ ઇતિહાસ રચી શકે છે. ઇતિહાસના પાનામાં પોતાનું નામ નોંધાવવા માટે ગિલને ત્રીજી ટેસ્ટમાં ફક્ત 18 રન બનાવવા પડશે.


શુભમેને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી આ શ્રેણીની પ્રથમ બે ટેસ્ટ મેચમાં 585 રન બનાવ્યા છે. ગિલે એજબેસ્ટન ખાતે રમાયેલી બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં બેવડી સદી ફટકારી હતી, જ્યારે તેણે બીજી ઇનિંગમાં સદી પણ ફટકારી હતી. હવે શુભમન ગિલ પાસે ઇંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બનવાની તક છે.


ઇંગ્લેન્ડ સામે ઇંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ રાહુલ દ્રવિડના નામે છે. દ્રવિડે 2002માં 6 ઇનિંગ્સમાં 100 ની સરેરાશથી 602 રન બનાવ્યા હતા. આ પછી વિરાટ કોહલીનું નામ આ રેકોર્ડ યાદીમાં છે. કિંગ કોહલીએ 2018માં 10 ઇનિંગ્સમાં 59.30 ની સરેરાશથી 593 રન બનાવ્યા હતા. શુભમન ગિલે બે ટેસ્ટની ચાર ઇનિંગ્સમાં 585 રન બનાવ્યા છે.જો ગીલ ત્રીજી ટેસ્ટમાં 18 વધુ રન બનાવ છે, તો ઇતિહાસ રચશે. તમને જણાવી દઈએ કે દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે 1979માં સાત ઇનિંગ્સમાં 542 રન બનાવ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now