Home Gujarat 18 Certificates Including Income And Caste Will Be Available Online From April 1

રાજ્ય સરકારનો મોટો નિર્ણય : 1 એપ્રિલથી આવક અને જાતિ સહિતના 18 પ્રમાણપત્રો ઓનલાઈન મળશે

રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Published by: Offbeat Team
| Last Updated: Feb 04, 2026, 01:02 PM IST

રાજ્ય સરકારની આજે યોજાયેલી કેબિનેટ બેઠકમાં એક મહત્વપૂર્ણ અને જનહિતકારી નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં યોજાયેલી બેઠકમાં 1 એપ્રિલથી આવક, જાતિ સહિતના કુલ 18 પ્રકારના પ્રમાણપત્રો ઓનલાઈન ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી રાજ્યના અંદાજે 70થી 80 લાખ પરિવારને સીધો લાભ થવાનો છે.

1 એપ્રિલથી 18 પ્રમાણપત્રો ઓનલાઈન મળશે

દર વર્ષે શાળા શરૂ થતાં જ વિદ્યાર્થીઓ અને વાલીઓને આવકનો દાખલો, જાતિ પ્રમાણપત્ર સહિત વિવિધ સરકારી પ્રમાણપત્રોની જરૂર પડતી હોય છે. અત્યાર સુધી આ પ્રમાણપત્રો મેળવવા માટે લોકોને અલગ-અલગ સરકારી કચેરીઓના ચક્કર લગાવવા પડતા હતા, જેના કારણે સમય અને મહેનત બન્ને વેડફાતી હતી. હવે 1 એપ્રિલથી આ તમામ 18 પ્રમાણપત્રો ઓનલાઈન મળશે, જેના કારણે લોકોને મોટી રાહત મળશે.

70થી 80 લાખ પરિવારને સીધો લાભ મળશે

કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, “આ સમસ્યાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે પ્રમાણપત્ર મેળવવાની સમગ્ર પ્રક્રિયા કેવી રીતે ઓનલાઈન અને ફેસલેસ બને તે સુનિશ્ચિત કરવામાં આવે. આ નિર્ણયના પરિણામે લોકોને સરકારી કચેરીઓમાં દોડવું નહીં પડે અને પ્રક્રિયા વધુ પારદર્શક બનશે.” મંત્રી જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું કે, આ વ્યવસ્થાથી 70થી 80 લાખ પરિવારને સીધો લાભ મળશે અને ખાસ કરીને વિદ્યાર્થીઓ, વાલીઓ તથા સામાન્ય નાગરિકોને મોટી સુવિધા મળશે.

નાગરિકોને ઝડપી, સરળ અને પારદર્શક સેવાઓ ઉપલબ્ધ થશે

સરકારના આ નિર્ણયને જનતા માટે એક મોટું રાહત પેકેજ માનવામાં આવી રહ્યું છે. કુલ મળીને, રાજ્ય સરકારનો આ નિર્ણય ડિજિટલ ઇન્ડિયા અને સરળ શાસન તરફનો મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે, જેનાથી નાગરિકોને ઝડપી, સરળ અને પારદર્શક સેવાઓ ઉપલબ્ધ થશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે": વડોદરામાં હર્ષ સંઘવીની ગર્જના, 725 કરોડના વિકાસકાર્યોની ભેટ

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે"
Play Video

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર: વર્ષ 2023-24 ની વર્ગ 1 અને 2 ની ભરતીના ઇન્ટરવ્યૂની તારીખો જાહેર, જાણો ક્યારથી શરૂ થશે પ્રક્રિયા

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર
Play Video

ગુજરાતના માછીમારોની જીત: ડીઝલમાં ભાવ વધારો કેન્દ્ર સરકારે પાછો ખેંચ્યો, જૂના રાહત દરે જ મળશે જથ્થો

ગુજરાતના માછીમારોની જીત
Play Video

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ: રોગી કલ્યાણ સમિતિના નામે લાખોની ઉચાપત, નશાબંધી વિભાગના ક્લાર્ક સહિત 3 સામે ગુનો

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ: અત્યાધુનિક 'નૂતન ચેરિટી ભવન' અને કમાન્ડ સેન્ટરનું લોકાર્પણ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી: 3 લાખના વિવાદમાં તકિયાથી મોઢું દબાવી હત્યા કરનાર આરોપી અમદાવાદથી ઝડપાયો

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત: ટ્રકના ડ્રાઈવરનું કમકમાટીભર્યું મોત, કેબિન કાપીને બહાર કાઢ્યો મૃતદેહ

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!: અંબાલાલ પટેલની 30 માર્ચ સુધીની ભયાનક આગાહી

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!

Gujarat Weather Update: કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી! કચ્છથી ભાવનગર સુધી વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવી રહેશે સ્થિતિ?

Gujarat Weather Update

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ: પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ કરાવ્યું ઉદ્ઘાટન; પ્રાકૃતિક ખેતી પર મુકાયો ભાર

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગરમાં LCB નો સપાટો: સેક્ટર-4 માંથી લાખોની કિંમતના ચરસ સાથે એક શખ્સ ઝડપાયો

ગાંધીનગરમાં LCB નો સપાટો

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર: ટૂંક સમયમાં ટુ-વ્હીલર માટે માર્ગ ખુલ્લો મુકાશે

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!: તોફાની પવન-માવઠાથી કેસર કેરી સહિત અનેક પાકને ભારે ફટકો, જાણો કયા જિલ્લાઓમાં સૌથી વધુ અસર?

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’: અમદાવાદમાં PSI એ યુવકને ધમકાવ્યો, SP સુધી પહોંચી ફરિયાદ

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’
Play Video

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ: 1 નું કમકમાટીભર્યું મોત અને 2 ગંભીર ઈજાગ્રસ્ત

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ
Play Video

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન: જામા મસ્જિદ બહાર યોજાયા શાંતિપૂર્ણ દેખાવો

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન
Play Video

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’: સુપ્રીમ કોર્ટે પણ આરોપીના જામીન રાખ્યા યથાવત, રાજ્ય સરકારની અરજી ફગાવી

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર: સુરત-ભરૂચ વચ્ચે 30 મિનિટનો સમય બચશે, હવે દક્ષિણ ગુજરાતના વિકાસને લાગશે પાંખો

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર