Home International 14 July History Shark Awareness Day Gujarati

આજે 14 જુલાઈ : શાર્ક અવેરનેસ દિવસ, જાણો આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ

14 July History, Shark Awareness Day
Published by: OBS Bureau
Last Updated: Jul 14, 2026, 02:30 AM IST

આજે 14 જુલાઈ છે. ઇતિહાસના પાનાઓમાં આજનો દિવસ અનેક મહત્વપૂર્ણ વૈશ્વિક ઘટનાઓ, મહાનુભાવોની જન્મજયંતિ અને શાર્ક અવેરનેસ દિવસ (Shark Awareness Day) માટે ખાસ માનવામાં આવે છે. દર વર્ષે 14 જુલાઈએ ઉજવાતો આ દિવસ સમુદ્રમાં રહેનારી શાર્ક પ્રજાતિઓના સંરક્ષણ અને તેના અસ્તિત્વ અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો સંદેશ આપે છે. આવો જાણીએ આજના દિવસનો ઇતિહાસ.

14 જુલાઈની મહત્વપૂર્ણ ઐતિહાસિક ઘટનાઓ

  • 1996: અમેરિકાએ બ્રાઉન એમેન્ડમેન્ટ હેઠળ પાકિસ્તાનને હથિયારો મોકલવાની પ્રક્રિયા શરૂ કરી.

  • 1999: માકરી મોરીટા પાપુઆ ન્યુ ગિનીના વડાપ્રધાન બન્યા.

  • 2003: રશિયાની યેલેના ઇસિનબાયેવાએ મહિલાઓની પોલ વોલ્ટ સ્પર્ધામાં નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો.

  • 2007: પેલેસ્ટાઇનના વડાપ્રધાન સલામ ફયાદે રાજીનામું આપ્યું.

  • 2008: નેપાળની કાર્યકારી સંસદે વડાપ્રધાનની ચૂંટણી માટે બંધારણ સુધારા બિલને મંજૂરી આપી.

  • 2008: વેનેઝુએલાની ડાયના મેન્ડોઝાએ મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો.

  • 2008: વિશ્વની સૌથી વૃદ્ધ ઇન્ટરનેટ બ્લોગર તરીકે જાણીતી ઓસ્ટ્રેલિયન મહિલાનું અવસાન થયું.

  • 2019: ઇન્ડોનેશિયાના માઉન્ટ લોકોન જ્વાળામુખી ફાટતા ગરમ લાવા હજારો ફૂટ સુધી ઉછળ્યો.

શાર્ક અવેરનેસ દિવસ કેમ ઉજવાય છે?

દર વર્ષે 14 જુલાઈએ શાર્ક અવેરનેસ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ શાર્કના સંરક્ષણ, સમુદ્રી જૈવવિવિધતા અને દરિયાઈ પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો છે.

વિશ્વમાં શાર્કની 1,200થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે. જોકે, વધુ પડતા શિકાર, સમુદ્રી પ્રદૂષણ અને પર્યાવરણમાં થતા ફેરફારોને કારણે અનેક પ્રજાતિઓ લુપ્ત થવાના જોખમમાં છે.

વ્હેલ શાર્કનો ગેરકાયદેસર શિકાર હજુ પણ મોટી સમસ્યા છે. તેના માંસ, પાંખ અને તેલ માટે શિકાર કરવામાં આવે છે.

ભારતમાં વ્હેલ શાર્કના સંરક્ષણ માટે કેન્દ્ર સરકારે વર્ષ 2001માં Wildlife (Protection) Act, 1972ની અનુસૂચિ-1 હેઠળ તેને કાયદાકીય સુરક્ષા આપી છે.

14 જુલાઈએ જન્મેલા પ્રખ્યાત વ્યક્તિઓ

  • કૈલાશ ચંદ્ર જોશી (1929) – મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી

  • શંકરરાવ ચવ્હાણ (1920) – કોંગ્રેસના વરિષ્ઠ નેતા

  • અનિલ ફિરોઝિયા (1971) – ભાજપના લોકસભા સાંસદ

  • ચંદ્રભાનુ ગુપ્તા (1902) – સ્વાતંત્ર્ય સેનાની અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી

  • ઇ.એમ.એસ. નમ્બૂદિરિપાદ (1909) – કેરળના પ્રથમ મુખ્યમંત્રી

  • દેશબંધુ ગુપ્તા (1900) – સ્વાતંત્ર્ય સેનાની અને પત્રકાર

  • ગોપાલ ગણેશ આગરકર (1856) – સમાજ સુધારક

  • કે.કે. કાલીમુથુ (1942) – રાજકારણી

14 જુલાઈની પુણ્યતિથિ

  • વાય.વી. ચંદ્રચુડ (2008) – ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ

  • લીલા ચિટનીસ (2003) – હિન્દી ફિલ્મ અભિનેત્રી

  • રામન વિશ્વનાથન (1982) – તબીબી વૈજ્ઞાનિક

  • મદન મોહન (1975) – પ્રખ્યાત સંગીતકાર

  • રાજા લક્ષ્મણ સિંહ (1896) – હિન્દી સાહિત્યકાર

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now