Home International 14 February History Pulwama Anniversary Valentines Day Birthdays Milestones

આજે 14 ફેબ્રુઆરી : પુલવામાના શહીદોને નમન, આજે પ્રેમનો પણ ઉત્સવ

આજે 14 ફેબ્રુઆરી
Published by: OBS Bureau
Last Updated: Feb 14, 2026, 02:00 AM IST

ઇતિહાસના પાનાઓમાં 14 ફેબ્રુઆરીની તારીખ અનેક લાગણીઓ અને મોટી ઘટનાઓનો સંગમ છે. એક તરફ આ દિવસ 'વેલેન્ટાઇન ડે' તરીકે વિશ્વભરમાં પ્રેમના પ્રતીક રૂપે ઉજવાય છે, તો બીજી તરફ વર્ષ 2019માં આજના જ દિવસે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આત્મઘાતી આતંકી હુમલામાં 40 ભારતીય જવાનો શહીદ થયા હતા, જેની આજે 7મી પુણ્યતિથિ છે. ભારત આ વીર સપૂતોની શહાદતને ક્યારેય ભૂલી શકશે નહીં. આ ઉપરાંત, આજના દિવસ સાથે મુઘલ સામ્રાજ્યથી લઈને આધુનિક ટેકનોલોજીના અનેક સીમાચિહ્નો જોડાયેલા છે.

મુઘલકાળ અને વિશ્વ ઇતિહાસની મહત્વની ક્ષણો

  • રાજ્યાભિષેક: વર્ષ 1556માં આજના દિવસે પંજાબના કલાનૌરમાં માત્ર 13 વર્ષની વયે અકબરની તાજપોશી કરવામાં આવી હતી. તેમજ 1628માં શારજહાં આગ્રાની ગાદી પર બેઠા હતા.

  • ગુજરાતનો ઇતિહાસ: 1537માં ગુજરાતના સુલતાન બહાદુર શાહનું પોર્ટુગીઝોના છળ કપટથી બચવા જતાં દરિયામાં ડૂબી જવાથી અવસાન થયું હતું.

  • વિજ્ઞાન અને ટેકનોલોજી: 1912માં ઈંગ્લેન્ડમાં પ્રથમ ડીઝલ એન્જિન સબમરીન લોન્ચ થઈ હતી. 1989માં પ્રથમ GPS ઉપગ્રહ ભ્રમણકક્ષામાં મૂકાયો અને 2005માં વિડિયો શેરિંગ પ્લેટફોર્મ YouTube ની શરૂઆત થઈ હતી.

મહાન વિભૂતિઓનો જન્મદિવસ અને અન્ય સિદ્ધિઓ

આજનો દિવસ અનેક દિગ્ગજ હસ્તીઓના જન્મ સાથે જોડાયેલો છે. મુઘલ સમ્રાટ બાબર, ગુજરાતના 13માં મુખ્યમંત્રી દિલીપભાઈ પરીખ, ભાજપના તેજસ્વી નેતા સુષ્મા સ્વરાજ અને બોલિવૂડની 'વિનસ' ગણાતી અભિનેત્રી મધુબાલાનો આજે જન્મદિવસ છે. રમતગમતની દુનિયામાં 1993માં આજના દિવસે કપિલ દેવે 400 વિકેટ અને 5000 રનનો અદભૂત રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

અન્ય નોંધપાત્ર ઘટનાઓ:

  • 1899માં અમેરિકામાં પ્રથમ વખત વોટિંગ મશીનના ઉપયોગને મંજૂરી મળી.

  • 1990માં બેંગ્લોરમાં ઇન્ડિયન એરલાઇન્સના વિમાન દુર્ઘટનામાં 92 લોકોના મોત થયા હતા.

  • 2007માં મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શ્યામચરણ શુક્લાનું નિધન થયું હતું.

આમ, ૧૪ ફેબ્રુઆરી એ વિજય, શોક, પ્રેમ અને ક્રાંતિકારી ફેરફારોની યાદોને તાજી કરતો દિવસ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now