Home Sports 1355 Players Registered For Ipl 2026 Auction Space Available For 77 Players

IPL 2026 Auction માટે 1,355 ખેલાડીઓનું રજીસ્ટ્રેશન! : 77 ખેલાડીઓ માટે જગ્યા, જુઓ લિસ્ટમાં કયા-કયા દિગ્ગજોની એન્ટ્રી

IPL 2026 Auction માટે 1,355 ખેલાડીઓનું રજીસ્ટ્રેશન!
Published by: OBS Bureau
Last Updated: Dec 02, 2025, 06:31 AM IST

IPL 2026 Auction: ઇન્ડિયન પ્રીમિયર લીગની 2026 સિઝનના મીની ઓક્શન માટે 1000 થી વધુ ખેલાડીઓએ નોંધણી કરવી છે. આમાં કેટલાક ભારતીય સ્ટાર અને વિદેશી સ્ટાર ખેલાડીઓનો સમાવેશ થાય છે. મયંક અગ્રવાલ, કે. એસ ભરત, રાહુલ ચહર, રવિ બિશ્નોઇ, આકાશ દીપ, દીપક હૂડા, સરફરાઝ ખાન, શિવમ માવી, વેંકટેશ ઐયર, ચેતન સાકરીયા, કુલદીપ સેન, નવદીપ સૈની, પૃથ્વી શૉ, રાહુલ ત્રિપાઠી, ઉમેશ યાદવ અને સંદીપ વોરિયર સહિત મોટા ભારતીય ખેલાડીઓ છે જેમને 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાનાર ઓક્શનમાં ભાગ લેવાનો નિર્ણય લીધો છે.

1,355 ખેલાડીઓનું થશે ઓક્શન

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઓક્શનમાં 1,355 ખેલાડીઓ દર્શાવવામાં આવશે. 13 પાનાની એક્સેલ શીટ ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાના ટોપના ઇન્ટરનેશનલ ખેલાડીઓથી ભરેલી છે. કેમેરોન ગ્રીન, મેથ્યુ શોર્ટ અને સ્ટીવ સ્મિથ જેવા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ સામેલ છે. આ લિસ્ટમાં ઈંગ્લેન્ડના જેમી સ્મિથ અને જોની બેયરસ્ટો, ન્યુઝીલેન્ડના રચીન રવીન્દ્ર અને શ્રીલંકાના વાનીંદુ હસરંગા અને મથીશા પથિરાના જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે.

2 કરોડની બેઝ પ્રાઇસના ખેલાડીઓ

ફક્ત બે ભારતીય ખેલાડીઓની બેઝ પ્રાઇસ 2 કરોડ છે. KKR દ્વારા મેગા ઓક્શનમાં રૂપિયા 23 કરોડથી વધુની કિંમતે ખરીદવામાં આવેલ વેંકટેશ ઐયર અને લખનૌ સુપર જાયન્ટ્સના સ્પિનર રવિ બિશ્નોઇનો સમાવેશ થાય છે. આ બંને ખેલાડીઓને 2 કરોડની બેઝ પ્રાઇસના બ્રેકેટમાં સામેલ છે. બેઝ પ્રાઇસના બ્રેકેટમાં કેમેરોન ગ્રીન, સ્ટીવ સ્મિથ, જેમી સ્મિથ, મુજીબ ઉર રહેમાન, નવીન ઉલ હક, સીન એબોટ, એશ્ટન અગર, કૂપર કોનોલી, જેક ફ્રેઝર મેકગર્ક, મુસ્તફિઝુર રહેમાન, ગુસ એટકિન્સન, ટોમ બેન્ટન, ટોમ કરણ, લિયેમ ડોસન, બેન ડકેટ, ડેન લોરેન્સ, લિયામ લિવિંગસ્ટોન, ડેરિલ મિશેલ, રચીન રવીન્દ્ર, માઈકલ બ્રેસવેલ, ગેરાલ્ડ કોટઝી, લુંગી ન્ગીડી, એનરીચ નોર્ટજે, મથીશા પથિરાના, મહીશ થીક્ષાના અને વાનીંદુ હસરંગાનો સમાવેશ થાય છે.

77 ખેલાડીઓ માટે જ જગ્યા

શાકિબ અલ હસને પણ ipl માટે પોતાને ઉપલબ્ધ જાહેર કર્યો છે અને તેની બેઝ પ્રાઇસ 1 કરોડ રૂપિયા છે. વેસ્ટ ઈન્ડિઝના શાઈ હોપ, અકીલ હુસૈન અને અલઝારી જોસેફની બેઝ પ્રાઇસ પણ 2 કરોડ રૂપિયા છે. કુલ 14 દેશોના ખેલાડીઓએ IPL ઓક્શનમાં રસ દાખવ્યો છે. જોકે આમાંથી કેટલા ખેલાડીઓ શોર્ટલિસ્ટ થશે, તે તો સમય જ કહેશે, પરંતુ IPL માં રમવા માટે ખેલાડીઓનો ક્રેઝ ઓછો નથી. 10 ટીમોના ખિસ્સામાં 237.55 કરોડ છે. 77 સ્લોટ ભરવાના છે, જેમાથી 31 સ્લોટ વિદેશી ખેલાડીઓ માટે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now