Home Gujarat 11 Pakistanis Arrested From Jakhau Beach In Kutch

કચ્છના જખૌ દરિયાઈ કિનારેથી 11 પાકિસ્તાનીઓ ઝડપાયા : સુરક્ષા એજન્સીઓએ હાથધરી તપાસ, બોટ કબજે કરી

કચ્છના જખૌ દરિયાઈ કિનારેથી 11 પાકિસ્તાનીઓ ઝડપાયા
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 11, 2025, 07:36 AM IST

કચ્છના જખૌ દરિયાકાંઠે સુરક્ષા દળોએ મોટી કાર્યવાહી કરતાં 11 પાકિસ્તાની નાગરિકોને ઝડપી પાડ્યા છે. જખૌ કોસ્ટ ગાર્ડની ટીમ પેટ્રોલિંગ પર હતી ત્યારે ભારતીય જળસીમામાં એક શંકાસ્પદ બોટ જોવા મળતાં તેને અટકાવવામાં આવી હતી. તપાસ દરમિયાન બોટ પાકિસ્તાની ‘અલવલી’ નામની માછીમારી બોટ હોવાનું સામે આવ્યું હતું.

11 પાકિસ્તાની માછીમારો ઝડપાયા

કોસ્ટ ગાર્ડ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા પ્રાથમિક પૂછપરછમાં જાણ થઈ કે બોટમાં 11 પાકિસ્તાની માછીમારો સવાર હતા. બોટમાંથી માછીમારીના સાધનો અને જાળ મળી આવી છે, પરંતુ કોઈ શંકાસ્પદ ચીજવસ્તુઓ મળી આવી નથી. શરૂઆતથી જ આ ઘટના સુરક્ષા દૃષ્ટિએ ગંભીર માનીને એજન્સીઓ સતર્ક બની છે.

બોટની તકેદારીપૂર્વક તપાસ

હાલ સુરક્ષા એજન્સીઓ આ દિશામાં તપાસ કરી રહી છે કે આ તમામ પાકિસ્તાની નાગરિકો શા માટે કચ્છની ભારતીય જળસીમામાં ઘુસ્યા હતા, અને શું આ પાછળ કોઈ અન્ય હેતુ તો નથી. તમામ 11 લોકોની વિગતવાર પૂછપરછની પ્રક્રિયા ચાલુ છે, જ્યારે બોટની પણ તકેદારીપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now