Home Gujarat 11 Day Beach Festival On The Coast Of Mandvi

11 દિવસ ગુજરાતના આ બીચ પર જોવા મળશે ગોવા જેવો માહોલ! : લેઝર લાઈટ શો, લાઈવ મ્યુઝીક, દરિયાઇ રમતો સહિતના મોજ પડે તેવા આકર્ષણો

11 દિવસ ગુજરાતના આ બીચ પર જોવા મળશે ગોવા જેવો માહોલ!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 22, 2025, 09:58 AM IST

Kutch Beach Festival : કચ્છના માંડવીના રમણીય દરિયાકિનારે 11 દિવસીય ભવ્ય બીચ ફેસ્ટિવલનો આજથી શુભ આરંભ કરવામાં આવ્યો છે. આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન રાજ્યના પ્રવાસન મંત્રી જયરામ ગામિતના હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત આ બીચ ફેસ્ટિવલ 21 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી ચાલશે, જેમાં પ્રવાસીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમો, સંગીત, રમતગમત અને સાહસિક પ્રવૃત્તિઓનું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. ફેસ્ટિવલના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાતની પ્રખ્યાત ગાયિકા ઐશ્વર્યા મજમુદારે પોતાની શાનદાર રજૂઆત આપી હતી, જેને મોટી સંખ્યામાં હાજર રહેલા પ્રવાસીઓએ માણી હતી.

સાંસ્કૃતિક મ્યુઝિકલ નાઈટનું આયોજન

ફેસ્ટિવલ દરમિયાન દરરોજ સાંજે સાંસ્કૃતિક મ્યુઝિકલ નાઈટનું આયોજન કરવામાં આવશે, જેમાં ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક કલાકારો અને રાઈઝિંગ સ્ટાર્સ બેન્ડ દ્વારા લાઈવ પરફોર્મન્સ આપવામાં આવશે. આ સાથે જ દરિયાકિનારે રોપ ક્લાઈમ્બિંગ, ટાયર ક્લાઈમ્બિંગ, ઝોબિંગ, ટગ ઓફ વોર, કમાન્ડો નેટ, બર્મા બ્રિજ અને કેમલ રાઈડિંગ જેવી વિવિધ સાહસિક પ્રવૃત્તિઓ યોજાશે. રમતપ્રેમીઓ માટે વોલીબોલ, સોકર અને ક્રિકેટ જેવી બીચ સ્પોર્ટ્સની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત, સેન્ડ આર્ટ, બોન ફાયર, લાઈવ મ્યુઝિક, સ્ટાર ગેઝિંગ અને લેઝર લાઈટ શો પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

પ્રવાસીઓ માંડવી તરફ આકર્ષાયા

પ્રવાસીઓની સુવિધા માટે બીચ ફેસ્ટિવલ સ્થળ પર ક્રાફ્ટના 10 સ્ટોલ અને ફૂડના 10 સ્ટોલ ગોઠવવામાં આવ્યા છે, જેથી સ્થાનિક હસ્તકલા અને વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ લઈ શકાય. કચ્છમાં આવતા વધુને વધુ પ્રવાસીઓ માંડવી તરફ આકર્ષાય અને પ્રવાસનને પ્રોત્સાહન મળે તે હેતુથી પ્રવાસન વિભાગ દ્વારા આ બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રાજ્ય પ્રવાસન મંત્રી જયરામ ગામિતે જણાવ્યું હતું કે, 'માંડવી સહિત કચ્છના અન્ય દરિયાકિનારા વિસ્તારમાં વધુ વિકાસ થાય તે માટે સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે'.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now