ભારતીય ટીમની ઈંગ્લેન્ડ પ્રવાસની શરૂઆત હાર સાથે થઈ હતી. લીડ્સમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં 5 સદી ફટકારવા છતાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ સીરિઝની બીજી મેચ બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર રમાશે. પહેલી ટેસ્ટમાં ભારતને નબળી ફિલ્ડિંગ અને નબળી બોલિંગને કારણે હારનો સામનો કરવો પડ્યો હતો.
બીજી ટેસ્ટમાં ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને શુભમન ગિલની જોડી પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરે તેવી શક્યતા સેવાઈ રહી છે. મળતી માહિતી અનુસાર જસપ્રીત બુમરાહને તેના વર્કલોડને ધ્યાનમાં રાખીને બીજી ટેસ્ટમાંથી આરામ આપવામાં આવી શકે છે. જ્યારે શાર્દુલ ઠાકુર બહાર કરવામાં આવી શકે છે.
બીજી ટેસ્ટમાં જસપ્રીત બુમરાહની સ્થાને આકાશદીપ અથવા અર્શદીપ સિંહને સ્થાન આપવામાં આવી શકે છે. જ્યારે પ્રથમ ટેસ્ટમાં ખરાબ પ્રદર્શનના કારણે શાર્દુલ ઠાકુરની જગ્યાએ બેટિંગ ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીને તક મળવાની સંભાવના રહેલી છે. નીતિશ કુમાર રેડ્ડીએ ઓસ્ટ્રલીયાામાં શાનદાર સદી ફટકારી હતી.
સતત પાંચમી વખત જીત્યું ગુજરાત: હૈદરાબાદ 86 રનમાં સમેટાયું






