Home Entertainment Preity Zinta Bollywood Comeback Sunny Deol Favorite Actor Dara Singh

પ્રીતિ ઝિન્ટાની ફરી બોલિવૂડમાં એન્ટ્રી! : શાહરૂખ-સલમાન નહીં, આ અભિનેતા છે ફેવરિટ! જવાબ સાંભળીને ચોંકી ગયા ચાહકો

Preity Zinta
Published by: Suman Dabhi
Last Updated: Apr 28, 2026, 09:12 AM IST

Preity Zinta Comeback: બોલિવૂડ અભિનેત્રી અને પંજાબ કિંગ્સ (PBKS)ની માલિક પ્રીતિ ઝિન્ટા છી મોટા પડદા પર પરત ફરી રહી છે. IPLની દુનિયામાં સક્રિય રહેલી પ્રીતિએ સોશિયલ મીડિયા પર ચાહકો સાથે વાતચીત કરતાં પોતાના આગામી પ્રોજેક્ટ્સ અને મનપસંદ અભિનેતા વિશે રસપ્રદ જાણકારી આપી છે.

સન્ની દેઓલ સાથે કમબેક ફિલ્મ

પ્રીતિ ઝિન્ટા આ વર્ષે બે ફિલ્મોમાં દેખાશે. તેમણે જણાવ્યું કે તેઓ સન્ની દેઓલ સાથે એક મહત્વની ફિલ્મ કરી રહ્યાં છે, જે 13 ઓગસ્ટ 2026ના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મ 'લાહોર 1947' છે – એક પાર્ટિશન પર આધારિત પીરિયડ ડ્રામા, જેનું નિર્માણ આમિર ખાન પણ કરી રહ્યા છે.

પ્રિય અભિનેતાનું નામ

એક ચાહકના પ્રશ્નના જવાબમાં પ્રીતિએ કહ્યું, “મેં 18 વર્ષ પહેલાં ક્રિકેટ પસંદ કર્યું હતું. આ વર્ષે હું બે ફિલ્મોમાં જોવા મળીશ.” “મારા પ્રિય અભિનેતા દારા સિંહ છે” ચાહકોને સૌથી વધુ આશ્ચર્ય ત્યારે થયું જ્યારે પ્રીતિ ઝિન્ટાએ પોતાના પ્રિય અભિનેતાનું નામ જણાવ્યું. શાહરૂખ ખાન કે સલમાન ખાનની અપેક્ષા રાખતા ચાહકોને સાંભળીને નવાઈ લાગી કે તેમનો ફેવરિટ છે દારા સિંહ.

પ્રીતિએ કહ્યું, “મેં દારા સિંહને ‘ફર્ઝ’ના સેટ પર જોયા હતા. હું તેમને જોતી જ રહી ગઈ. મારી દાદી અમને બાળપણમાં રામાયણ બતાવતી હતી. પછી ખબર પડી કે દારા સિંહે હનુમાનની ભૂમિકા ભજવી હતી. તેઓ મારા પ્રિય અભિનેતા રહ્યા છે.”

આ પણ વાંચો: બોલિવૂડમાં શોકનું મોજું : વિલન તરીકે ધાક જમાવનાર આ પીઢ અભિનેતાનું 80 વર્ષની વયે નિધન

‘ધુરંધર’થી પ્રીતિ પ્રભાવિત

એક ચાહકે સારી ફિલ્મ સૂચવવા કહ્યું ત્યારે પ્રીતિએ રણવીર સિંહ અભિનીત ‘ધુરંધર’ (અથવા ‘ધુરંધર: ધ રિવેન્જ’)ને ૫ સ્ટાર આપી અને તેને “માઇન્ડબ્લોઇંગ” અને “પેટ્રિયોટ માટે લવ લેટર” કહીને વખાણી. તેણીએ રણવીરના પર્ફોર્મન્સને પણ ખાસ તારીફ કરી છે.

પ્રીતિ ઝિન્ટા હાલમાં પંજાબ કિંગ્સને આગળ લઈ જવામાં સક્રિય છે અને IPL2026માં તેમની ટીમના પ્રદર્શનથી ખુશ છે. હવે તેમનું ધ્યાન ફરી એક વાર ફિલ્મી દુનિયા તરફ વળ્યું છે. આ કમબેક બોલિવૂડ પ્રેમીઓ માટે ખાસ હશે, કારણ કે પ્રીતિની સ્ક્રીન પરની એનર્જી અને ડિમ્પલ્સ ફરી જોવા મળશે!

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now