Home Entertainment Nandamuri Balakrishnas Akhanda 2 Release Postponed Makers Share Post

નંદમુરી બાલકૃષ્ણની 'Akhanda 2' છેલ્લી ઘડીએ મુલતવી : ફેન્સને લાગ્યો 440 વોલ્ટનો ઝટકો! જાણો શું છે સમ્રગ મામલો?

નંદમુરી બાલકૃષ્ણની 'Akhanda 2' છેલ્લી ઘડીએ મુલતવી
Published by: OBS Bureau
Last Updated: Dec 05, 2025, 04:22 AM IST

Akhanda 2 Release Postpone: નંદમુરી બાલકૃષ્ણની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'Akhanda 2' આજે (5 ડિસેમ્બર 2025) વિશ્વભરમાં ધૂમ મચાવવાની હતી, પરંતુ રિલીઝના માત્ર કલાકો પહેલા ફિલ્મની રિલીઝ અચાનક મુલતવી રાખવામાં આવી છે. નિર્માતાઓએ મોડી રાત્રે આ દુઃખદ જાહેરાત કરી દીધી છે.

નિર્માતાઓએ શું કહ્યું?

પ્રોડક્શન હાઉસે X અને Instagram પર પોસ્ટ શેર કરીને લખ્યું: “ભારે હૃદયથી અમને જણાવવું પડે છે કે અનિવાર્ય સંજોગોને કારણે ‘Akhanda 2’ હાલ પૂર્વનિર્ધારિત તારીખે રિલીઝ થઈ શકશે નહીં. આ અમારા માટે પણ દુઃખદ ક્ષણ છે. દરેક ચાહકની નિરાશા અમે સમજીએ છીએ. અમે આ મુદ્દો ઝડપથી ઉકેલીએ અને જલ્દી સકારાત્મક અપડેટ આપીએ તેવા પૂરા પ્રયાસ કરી રહ્યા છીએ. થયેલી અસુવિધા બદલ ખરેખર દિલગીર છીએ.”

અસલ કારણ: મદ્રાસ હાઈકોર્ટનો સ્ટે ઓર્ડર

અહેવાલો પ્રમાણે, ઈરોસ ઈન્ટરનેશનલ મીડિયા લિ. એ દાખલ કરેલી અરજી પર મદ્રાસ હાઈકોર્ટે ફિલ્મની રિલીઝ પર સ્ટે આપ્યો છે. આ કેસ જૂના આર્બિટ્રેશન એવોર્ડ સાથે જોડાયેલો છે જેમાં ઈરોસને લગભગ ₹28 કરોડ + 14% વ્યાજ ચૂકવવાનો આદેશ થયો હતો. આ કાનૂની અડચણને કારણે છેલ્લી ઘડીએ ફિલ્મ અટકી પડી.

પ્રીમિયર શો પણ રદ

આનાથી પહેલા જ આજના તમામ બેનિફિટ અને પ્રીમિયર શો પણ રદ કરવામાં આવ્યા હતા. નિર્માતાઓએ “ટેકનિકલ ઈશ્યુઝ”નું કારણ આપ્યું હતું, પરંતુ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે મુખ્ય કારણ કાનૂની છે.

હવે ક્યારે આવશે Akhanda 2?

હજુ સુધી નિર્માતાઓએ નવી રિલીઝ ડેટની જાહેરાત કરી નથી. ચાહકોને હવે કોર્ટના આગામી આદેશ કે વાટાઘાટોની રાહ જોવી પડશે. બાલય્યાના ફેન્સ માટે આ સાંજે આવેલો આ સૌથી મોટો ઝટકો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now