Home Gujarat Mallikarjun Kharge Visits Plane Crash Site

મલ્લિકાર્જુન ખડગેએ પ્લેનક્રેશ સાઈટની લીધી મુલાકાત : હોસ્પીટલમાં ઇજાગ્રસ્ત લોકોના પૂછ્યા ખબર અંતર

મલ્લિકાર્જુન ખડગેએ પ્લેનક્રેશ સાઈટની લીધી મુલાકાત
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jun 14, 2025, 03:53 PM IST

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન ડી.કે. શિવકુમારે વિમાન દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોની મુલાકાત લીધી અને તેમના સ્વાસ્થ્ય વિશે માહિતી મેળવી હતી. આ દુઃખદ ઘટનામાં જીવ ગુમાવનારા અને ઇજાગ્રસ્ત થયેલા લોકોના પરિવારો પ્રત્યે તેમણે ઊંડી સંવેદના પણ વ્યક્ત કરી હતી.

મલ્લિકાર્જુન ખડગેએ અમદાવાદ સિવિલ હોસ્પીટલમાં પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, વિમાન દુર્ઘટનાને કોઈ નહીં ભૂલી શકે, હું તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. વિજય રૂપાણી સહિત તમામ મૃતકોના પરિવારજનોને દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે તેવી તેમણે પ્રાર્થના કરી હતી. તેમણ કડક શબ્દોમાં કહ્યું આ પ્રકારની ઘટનામાં જવાબદારી નક્કી થવી જોઈએ. બ્લેક બોક્ષની તપાસમાં શું બહાર આવે ત્યારબાદ અમે વધુ તપાસ અંગે માંગ કરીશું. આ ઉપરાંત સરકારે વળતર પણ આપવું જ જોઈએ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now