Home Entertainment Lalo Krishna Sadha Sahayata Crosses 100 Crore Mark Worldwide

₹50 લાખની ગુજરાતી ફિલ્મે રચ્યો ઇતિહાસ! : ‘લાલો કૃષ્ણ સદા સહાયતા’એ વિશ્વભરમાં વટાવ્યો ₹100 કરોડનો આંકડો

₹50 લાખની ગુજરાતી ફિલ્મે રચ્યો ઇતિહાસ!
Published by: OBS Bureau
Last Updated: Nov 29, 2025, 11:08 AM IST

Lalo Krishna Sadha Sahayata: ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં પહેલી વાર કોઈ ફિલ્મે માત્ર ₹50 લાખના બજેટમાં બનીને વૈશ્વિક બોક્સ ઓફિસ પર ₹100 કરોડનો જાદુઈ આંકડો પાર કર્યો છે. ‘લાલો કૃષ્ણ સદા સહાયતા’એ સાબિત કરી દીધું છે કે મોટું બજેટ નહીં, પણ સાચી વાર્તા, ભક્તિરસ અને કૌટુંબિક મનોરંજન જ દર્શકોના દિલ જીતે છે.

મુખ્ય હાઇલાઇટ્સ

બજેટ: માત્ર ₹50 લાખ

વૈશ્વિક કલેક્શન: ₹100 કરોડ+ (હજુ ચાલુ)

ભારતીય કલેક્શન: ₹79.1 કરોડ (49મા દિવસે પણ ₹1.15 કરોડ)

આંતરરાષ્ટ્રીય બજાર: ₹5.50 કરોડ+

ગુજરાતી સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ

8મા અઠવાડિયામાં ભારતમાં ₹100 કરોડ ક્લબમાં પ્રવેશવાની નજીક

ફિલ્મ ભારતમાં ₹100 કરોડનો આંકડો પાર કરશે

રિલીઝના દોઢ મહિના પછી પણ થિયેટરોમાં હાઉસફુલ બોર્ડ લાગી રહ્યા છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, દિલ્હી, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ગલ્ફ દેશોમાં દર્શકો આ ફિલ્મને ખૂબ પ્રેમ આપી રહ્યા છે. જો આઠમા વીકએન્ડ સુધી ફિલ્મ ભારતમાં ₹100 કરોડનો આંકડો પાર કરશે તો તે ‘કાંતારા’, ‘બાહુબલી 2’ અને ‘પુષ્પા 2’ જેવી મોટી દક્ષિણી બ્લોકબસ્ટર્સને પણ પાછળ છોડી દેશે – એ પણ એક પ્રાદેશિક ભાષાની ફિલ્મ તરીકે! સાચું કહીએ તો… લાલો કૃષ્ણ સદા જ સહાયતા કરે છે! આ ફિલ્મે ગુજરાતી સિનેમાને વિશ્વ નામચીન મંચ પર સ્થાપિત કરી દીધું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now