logo-img
Free And Highly Accurate Diagnosis Of Complex Urinary Problems Now Available At Ahmedabad Civil Hospital

સિવિલ હોસ્પિટલમાં થશે પેશાબની જટિલ સમસ્યાઓનું મફત નિદાન! : રાજ્ય સરકારના સહયોગથી ₹55 લાખના અદ્યતન મશીનથી 'યુરોડાયનેમિક સ્ટડી' સેવા શરૂ

સિવિલ હોસ્પિટલમાં થશે પેશાબની જટિલ સમસ્યાઓનું મફત નિદાન!
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Feb 08, 2026, 10:32 AM IST

Ahmedabad Civil Hospital: અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં યુરોલોજી વિભાગે એક મોટી સફળતા હાંસલ કરી છે. રાજ્ય સરકારની મદદથી ₹55 લાખના અત્યાધુનિક 'યુરોડાયનેમિક સ્ટડી' (Urodynamic Study) મશીનની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સેવા સંપૂર્ણપણે મફત છે અને સામાન્ય દર્દીઓ માટે ખાનગી હોસ્પિટલોના મોંઘા ખર્ચમાંથી મુક્તિ આપશે. આ તપાસથી મૂત્રાશય (બ્લેડર) અને મૂત્રનળી (યુરેથ્રા)ની કાર્યપ્રણાલીની ચોક્કસ તપાસ થઈ શકે છે.

યુરોલોજી વિભાગના વડા ડો. શ્રેણિક શાહના જણાવ્યા અનુસાર, આ તપાસથી દર્દીને ચોક્કસ નિદાન મળે છે, જેથી અનાવશ્યક દવાઓ કે સર્જરીથી બચી શકાય છે.

આ તપાસ કયા રોગોમાં ખૂબ ઉપયોગી છે?

વારંવાર પેશાબ થવો અથવા પેશાબ અટકાવી ન શકવો (યુરિન ઇન્કન્ટિનેન્સ)

પેશાબ કરતી વખતે દુખાવો અથવા શરૂ કરવામાં મુશ્કેલી

ન્યુરોજેનિક બ્લેડર અને પ્રોસ્ટેટના રોગો

સ્ત્રીઓમાં યુરિન લીકેજની સમસ્યા

સ્પાઇનલ ઇન્જરી, ડાયાબિટીસ, પાર્કિન્સન જેવી નસ સંબંધિત બીમારીઓ

સુવિધા ક્યારે અને ક્યાં ઉપલબ્ધ?

સિવિલ હોસ્પિટલના 1200 બેડ વિભાગમાં યુરોલોજી ઓપીડીમાં દર બુધવાર અને શનિવારે આ અદ્યતન તપાસનો લાભ મળશે. પેશાબ સંબંધિત સમસ્યા ધરાવતા દર્દીઓએ યુરોલોજી ઓપીડીમાં રજીસ્ટર કરાવીને આ સુવિધાનો લાભ લઈ શકે છે. ડો. રાકેશ જોશી, તબીબી અધિક્ષક, સિવિલ હોસ્પિટલ અમદાવાદે જણાવ્યું કે, સરકારી હોસ્પિટલોમાં આધુનિક તપાસ અને સારવાર સુલભ બનાવવાનો રાજ્ય સરકારનો ઉદ્દેશ છે.

આ મશીન તે દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.આ સુવિધાથી હજારો દર્દીઓને આર્થિક બોજમાંથી રાહત મળશે અને ચોક્કસ નિદાનથી સારવાર વધુ અસરકારક બનશે. જો તમને અથવા તમારા પરિવારને પેશાબ સંબંધિત કોઈ સમસ્યા હોય તો સિવિલ હોસ્પિટલની યુરોલોજી ઓપીડીમાં સંપર્ક કરો!

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now