Home Entertainment Dhurandhar Is A Hit At The Box Office Earning Huge Profits

બોક્સ ઓફિસ પર ‘Dhurandhar’નો ધમાકો : પાંચમા દિવસે પણ જોરદાર કમાણી, જાણો 'Tere Ishq Mein' નો હાલ

બોક્સ ઓફિસ પર  ‘Dhurandhar’નો ધમાકો
Published by: OBS Bureau
Last Updated: Dec 10, 2025, 03:57 AM IST

Dhurandhar: રણવીર સિંહની નવી એક્શન-થ્રિલર ફિલ્મ ‘Dhurandhar’ (દિગ્દર્શક: આદિત્ય ધર) બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મે રિલીઝના પાંચ દિવસમાં જ ₹150 કરોડનો આંકડો પાર કરી દીધો છે અને વીકડેમાં પણ જોરદાર કમાણી કરી રહી છે. આદિત્ય ધરની આ ફિલ્મ રણવીરની કરિયરની સૌથી મોટી ઓપનિંગ બની ગઈ છે.

Box Office Collection Dhurandhar Continue To Impress Tere Ishk Mein Earnings Also Increase OnTuesday

‘Dhurandhar’ નું દિવસવાર કલેક્શન (ભારત નેટ)

દિવસ 1 (શુક્રવાર): ₹28 કરોડ

દિવસ 2 (શનિવાર): ₹32 કરોડ

દિવસ 3 (રવિવાર): ₹43 કરોડ

દિવસ 4 (સોમવાર): ₹23-25 કરોડ

દિવસ 5 (મંગળવાર): ₹26.50 કરોડ (વીકડેમાં વધારો!)

કુલ (5 દિવસ): ₹152.50-153 કરોડ (ભારત નેટ)

ફિલ્મે ઓપનિંગ વીકએન્ડમાં જ ₹100 કરોડ પાર કરી દીધા હતા અને મંગળવારે પણ સોમવાર કરતાં વધુ કમાણી કરી. વર્લ્ડવાઇડ કલેક્શન ₹220 કરોડથી વધુ પહોંચી ગયું છે.

Box Office Collection Dhurandhar Continue To Impress Tere Ishk Mein Earnings Also Increase OnTuesday

'Tere Ishq Mein' નું પ્રદર્શન

ધનુષ અને કૃતિ સેનનની રોમેન્ટિક ડ્રામા તેરે ઇશ્ક મેં હજુ પણ મજબૂત છે, પરંતુ ધુરંધરની એન્ટ્રીથી તેની ગતિ થોડી ધીમી પડી છે. ફિલ્મે 12 દિવસમાં ₹105 કરોડ પાર કર્યા છે.

મંગળવાર (દિવસ 12): ₹2.85 કરોડ

કુલ (12 દિવસ): ₹105.25 કરોડ

‘Dhurandhar’ બોક્સ ઓફિસ પર એકમાત્ર મોટી હરીફ છે અને તેની સફળતા ચાલુ રહે તો ફિલ્મ ₹200 કરોડથી વધુની કમાણી કરી શકે છે. રણવીરની આ ફિલ્મ તેની કરિયરની સૌથી મોટી હિટ બનવાની તરફ આગળ વધી રહી છે!

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now