logo-img
Zodiac Signs Foodie Nature Astrology Tips

સ્વાદના શોખીન હોય છે આ 5 રાશિના જાતકો : ખાણીપીણીની બાબતમાં નવા પ્રયોગો કરવામાં પણ હોય છે એક્સપર્ટ

સ્વાદના શોખીન હોય છે આ 5 રાશિના જાતકો
Published by: Offbeat Team
| Last Updated: Feb 19, 2026, 02:30 PM IST

જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક વ્યક્તિનો સ્વભાવ તેની રાશિ પર આધારિત હોય છે. સામાન્ય રીતે લોકો જીવવા માટે ખોરાક લેતા હોય છે પરંતુ અમુક લોકો એવા હોય છે જેઓ માત્ર ખાવા માટે જ જીવતા હોય છે. આવા લોકો માટે ભોજન એ માત્ર પેટ ભરવાનું સાધન નથી પણ એક પ્રકારનો આનંદ અને ઉત્સવ છે. સ્ટ્રીટ ફૂડથી લઈને ફાઈવ સ્ટાર હોટલની વાનગીઓ શોધવામાં આ લોકો માહેર હોય છે. આવો જાણીએ એવી 5 રાશિઓ વિશે જેઓ સાચા અર્થમાં ફૂડી ગણાય છે.

વૃષભ રાશિ

વૃષભ રાશિનો સ્વામી શુક્ર હોવાથી આ રાશિના જાતકો ભૌતિક સુખ અને સ્વાદના ખૂબ પ્રેમી હોય છે. તેમના માટે ભોજનનો અર્થ માત્ર જમવું એ નથી પરંતુ તેમાંથી સંતોષ મેળવવો એ છે. તેમને ખાસ કરીને એવી વાનગીઓ પસંદ આવે છે જે ખૂબ જ સુંદર રીતે પીરસવામાં આવી હોય. આ રાશિના લોકો સ્વાદિષ્ટ ભોજન પાછળ ખર્ચ કરવામાં પણ પાછી પાની કરતા નથી.

કર્ક રાશિ

કર્ક રાશિના લોકો ખૂબ જ લાગણીશીલ હોય છે અને તેમની આ લાગણીઓ ભોજનમાં પણ જોવા મળે છે. તેમના માટે ભોજન એ પ્રેમ વ્યક્ત કરવાનું એક માધ્યમ છે. આ રાશિના જાતકો પોતે પણ સારા રસોઈયા સાબિત થાય છે અને તેમને અવનવી વાનગીઓ બનાવવાનો તેમજ ખવડાવવાનો ખૂબ શોખ હોય છે. ઘરનું બનેલું શુદ્ધ ભોજન તેમને સૌથી વધુ આકર્ષે છે.

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકોને લાઈફમાં દરેક વસ્તુ ભવ્ય અને શ્રેષ્ઠ જોઈએ છે. ખાવાપીવાની બાબતમાં પણ તેઓ આ જ મિજાજ ધરાવે છે. તેઓ જ્યારે પણ કોઈ રેસ્ટોરન્ટમાં જાય ત્યારે સૌથી બેસ્ટ અને મોંઘી વાનગી ઓર્ડર કરવામાં એક્સપર્ટ હોય છે. તેમને તેજ મસાલાવાળું અને શાહી ભોજન વધારે પસંદ પડે છે. આ રાશિના લોકો ખાવાપીવાની મહેફિલ જમાવવામાં સૌથી આગળ રહે છે.

ધનુ રાશિ

સાહસિક સ્વભાવના ધનુ રાશિના જાતકોને ભોજનમાં પણ એડવેન્ચર ગમે છે. તેઓ રૂટિન ભોજનથી જલ્દી કંટાળી જાય છે અને હંમેશા કંઈક નવું શોધતા રહે છે. દુનિયાભરની અલગ અલગ વાનગીઓ ટ્રાય કરવામાં તેઓ ક્યારેય ડરતા નથી. આ રાશિના લોકો નવા નવા આઉટલેટ્સ અને અજાણી વાનગીઓ શોધવાના શોખીન હોય છે.

મીન રાશિ

મીન રાશિના જાતકો ખાણીપીણીની બાબતમાં ખૂબ જ ખુલ્લા મનનો અભિગમ ધરાવે છે. તેમને ખાસ કરીને ગળી વસ્તુઓ અને ડેઝર્ટ પ્રત્યે વધુ આકર્ષણ હોય છે. તેઓ ભોજનમાં સતત નવા એક્સપરિમેન્ટ કરતા રહે છે અને તેમની આ ખૂબી અન્ય લોકોને પણ ખૂબ પસંદ આવે છે. જો જમ્યા પછી કંઈક મીઠું મળી જાય તો તેમનો દિવસ સુધરી જાય છે.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now