Yuzvendra Chahal : ભારતીય ક્રિકેટ જગતમાં પોતાની સ્પિન બોલિંગથી ધૂમ મચાવનાર યુઝવેન્દ્ર ચહલ અત્યારે મેદાનની બહાર પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આ વખતે ચર્ચા કોઈ વિકેટની નહીં પરંતુ 'ગંદી બાત' અને 'ઉલ્લુ' એપની જાણીતી અભિનેત્રી તાનિયા ચેટર્જીના એક દાવાને કારણે થઈ રહી છે. તાનિયાએ સોશિયલ મીડિયા પર ચહલ સાથેની પર્સનલ ચેટ જાહેર કરીને સૌને ચોંકાવી દીધા છે.
શું છે સમગ્ર વિવાદ?
હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં તાનિયા ચેટર્જી પાપારાઝી સાથે વાત કરતી જોવા મળે છે. આ વીડિયોમાં તેણીએ દાવો કર્યો છે કે, યુઝવેન્દ્ર ચહલ તેના ઈન્સ્ટાગ્રામ વીડિયો જુએ છે અને તેના પર રિએક્ટ પણ કરે છે. તાનિયાએ પાપારાઝીને પોતાના મોબાઈલ સ્ક્રીન બતાવીને પુરાવા આપવાનો પણ પ્રયાસ કર્યો હતો.
ચહલના મેસેજમાં શું હતું?
તાનિયાના જણાવ્યા અનુસાર, યુઝવેન્દ્ર ચહલે તેને ડાયરેક્ટ મેસેજ (DM) મોકલ્યો હતો. આ મેસેજમાં ચહલે માત્ર એક શબ્દ લખ્યો હતો - "Cute". જ્યારે કેમેરામેને તેને આ મેસેજ બતાવવા કહ્યું, ત્યારે તાનિયાએ શરમાતા કેમેરા સામે સ્ક્રીન ધરી હતી. તાનિયાએ વધુમાં ઉમેર્યું કે, "કોઈ મને ક્યૂટ કહે તે સામાન્ય વાત છે, ઘણા લોકો મને આવા મેસેજ કરતા હોય છે." તેણીએ એ પણ સ્પષ્ટ કર્યું કે, તેણે આ મેસેજ ઘણા સમય પછી જોયો હતો.
સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ
આ ઘટના સામે આવ્યા પછી યુઝવેન્દ્ર ચહલ સોશિયલ મીડિયા પર યુઝર્સના નિશાને આવ્યા છે. ઘણા યુઝર્સ તેમને તેમની પત્ની ધનશ્રી વર્માના નામે ટ્રોલ કરી રહ્યા છે, તો કેટલાક લોકો આને પબ્લિસિટી સ્ટંટ પણ ગણાવી રહ્યા છે. અગાઉ પણ ચહલનું નામ અન્ય સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સાથે જોડાયું હતું, જેના કારણે આ વખતે વિવાદ વધુ વકર્યો છે.
કોણ છે તાનિયા ચેટર્જી?
તાનિયા ચેટર્જી પશ્ચિમ બંગાળના કોલકાતાની રહેવાસી છે. તે મુખ્યત્વે મોડલિંગ અને OTT પ્લેટફોર્મ પર બોલ્ડ વેબ સિરીઝમાં અભિનય માટે જાણીતી છે. 'ગંદી બાત' સીઝન 4 અને 'ક્લાસ ઓફ 2020' જેવા શોમાં કામ કરીને તેને ઘણી પ્રસિદ્ધિ મેળવી છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 2.3 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે, જ્યાં તે અવારનવાર પોતાના ગ્લેમરસ ફોટા શેર કરતી રહે છે.





