Home Gujarat Youth Caught Taking Bribe Of Rs 25 Lakh In Vadodara

વડોદરામાં 2.5 લાખની લાંચ લેતા યુવક ઝડપાયો : પોલીસ ફરિયાદ મામલે 5 લાખ માંગ્યા હતા, ACB એ રંગેહાથ ઝડપ્યો

વડોદરામાં 2.5 લાખની લાંચ લેતા યુવક ઝડપાયો
Published by: OBS Bureau
Last Updated: Dec 26, 2025, 05:27 AM IST

Vadodara News : વડોદરામાં લાંચખોરીનો વધુ એક ગંભીર બનાવ સામે આવ્યો છે. આ કેસમાં સુરેશભાઈ રામચંદ તોલાણી નામના પ્રજાજનને લાંચ લેતા રંગેહાથ પકડવામાં આવ્યા છે. તેઓનું રહેઠાણ બી/40, ગોકુલનગર સિદ્ધિ સોસાયટી, મકરપુરા રોડ, વડોદરા ખાતે આવેલું છે. આ કેસની હકીકત એવી છે કે ફરિયાદીના મોજે વારસિયા વિસ્તારમાં આવેલા સર્વે નંબર 329 ની જમીન પર કોઈ અજાણ્યા બિલ્ડર દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યું હતું. આ બાબતે ફરિયાદીએ વારસિયા પોલીસ સ્ટેશન, વડોદરા ખાતે વારંવાર અરજીઓ કરી હતી અને જમીન પર થતા બાંધકામ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

પોલીસ ફરિયાદ દાખલ કરવા લાંચ!

ફરિયાદીની આ અરજીઓના આધારે સામેવાળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવવાના મુદ્દે આ કામના આક્ષેપિત સુરેશભાઈ રામચંદ તોલાણી દ્વારા, વારસિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વસાવા સાહેબના નામે રૂ. 5,00,000 ની લાંચની માંગણી કરવામાં આવી હતી. આક્ષેપિતે ફરિયાદીને જણાવ્યું હતું કે ફરિયાદ દાખલ કરાવવા માટે પહેલા રૂ.2,50,000 આપવાના રહેશે અને ફરિયાદ દાખલ થયા બાદ બાકીના રૂ.2,50,000 આપવા પડશે.

2.5 લાખ લાંચની રકમ રીકવર કરવામાં આવી

આ લાંચની માંગણીથી કંટાળીને ફરિયાદીએ સંબંધિત અધિકારીઓને જાણ કરતા ટ્રેપ ગોઠવવામાં આવી. ટ્રેપ દરમ્યાન આક્ષેપિતે ફરિયાદી સાથે લાંચ બાબતે હેતુલક્ષી વાતચીત કરી હતી. ત્યારબાદ આક્ષેપિતે વડોદરાના ચોખંડી વિસ્તારમાં આવેલી પોતાની અનુભવ એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં ફરિયાદી પાસેથી રૂ. 2,50,000 ની લાંચની રકમ સ્વીકારી હતી. લાંચ સ્વીકારતા જ ટ્રેપ કાર્યવાહી હાથ ધરવામાં આવી અને આક્ષેપિત સુરેશભાઈ રામચંદ તોલાણી લાંચની રીકવર કરેલી રકમ રૂ.2,50,000 સાથે રંગેહાથ પકડાઈ ગયા હતા. આ રીતે કુલ રૂ.5,00,000 ની લાંચની માંગણીમાંથી રૂ.2,50,000 ની રકમ સ્વીકારી અને રીકવર કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now