Home Gujarat Youth Beaten Up In Surat On Charges Of Love Jihad

સુરતમાં ‘લવ જેહાદ’ના આક્ષેપ સાથે યુવકને માર્યો માર : વાળ ખેંચી માર માર્યો, માફી મંગાવાઈ, ટ્રાફિક પોલીસ મૂક પ્રેક્ષક બની!

સુરતમાં ‘લવ જેહાદ’ના આક્ષેપ સાથે યુવકને માર્યો માર
Published by: OBS Bureau
Last Updated: Dec 15, 2025, 10:12 AM IST

Surat News : સુરત શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં રવિવારે ‘લવ જેહાદ’ના આક્ષેપને લઈને હાઈવોલ્ટેજ ડ્રામાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં શહેરમાં ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના કેટલાક કાર્યકરોએ અન્ય ધર્મના એક યુવકને ‘લવ જેહાદ’ના આક્ષેપ હેઠળ રસ્તા પર ઘેરી લીધો હતો. આરોપ છે કે, કાર્યકરોએ યુવકને જાહેરમાં બેરહેમીથી માર માર્યો હતો. વાયરલ વીડિયોમાં યુવકને રસ્તા પર માર ખાતા અને લોકો સામે અપમાનિત કરવામાં આવતા દૃશ્યો જોવા મળે છે.

યુવકના વાળ ખેંચીને માફી મંગાવી!

વાયરલ વીડિયોમાં વધુમાં એવું પણ દેખાઈ રહ્યું છે કે, ડ્રાફિક પોલીસની હાજરી હોવા છતાં યુવકના વાળ ખેંચીને તેની પાસે જાહેરમાં માફી મંગાવવામાં આવી હતી. જાહેર રસ્તા પર થયેલી આ મારામારીથી આસપાસના લોકોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે, જેને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ માટે આ મામલો તપાસનો વિષય બન્યો છે.

ટ્રાફિક પોલીસની હાજરીમાં બબાલ

જાહેરમાં થયેલી આ ઘટના બાદ શહેરમાં કાયદો-વ્યવસ્થા અને પોલીસની ભૂમિકા અંગે પણ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. જો કે, ટ્રાફિક પોલીસની હાજરી વચ્ચે પણ હુમલો થયો હોવા છતાં હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી. કેટલાક લોકોનો આક્ષેપ છે કે, લવ જેહાદના આક્ષેપો વચ્ચે જાહેરમાં આ રીતે હિંસા આચરવી તે યોગ્ય નથી, જો કે, કોઈ પણ ઘટના બને તો કાયદાને હાથમાં લેવો જોઈએ નહી'.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now