Home Gujarat Young Jeweler Jumped Into The Tapi River From A Cable Bridge In Surat

સુરતમાં કેબલ બ્રીજ પરથી રત્નકલાકાર યુવકે તાપીમાં ઝંપલાવ્યું! : યુવકની પાણીમાં શોધખોળ હાથ ધરાઈ, પરિવાર શોકમાં ગરકાવ

સુરતમાં કેબલ બ્રીજ પરથી રત્નકલાકાર યુવકે તાપીમાં ઝંપલાવ્યું!
Published by: OBS Bureau
Last Updated: Jan 26, 2026, 11:59 AM IST

સુરત શહેરમાં હચમચાવી દેતી ઘટના સામે આવી છે, જેમાં કેબલ બ્રીજ પરથી એક રત્નકલાકાર યુવકે તાપી નદીમાં ઝંપલાવી દીધું હતું. ઘટનાની જાણ થતા જ પોલીસ તેમજ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. યુવક નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા ફાયર વિભાગ દ્વારા શોધખોળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આઈકાર્ડ મૂકીને સીધો જ નદીમાં ઝંપલાવી દીધું!

પ્રાપ્ત માહિતી મુજબ સુરતના કેબલ બ્રીજ પરથી એક યુવકે અચાનક તાપી નદીમાં કૂદી પડ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમોએ સ્થળ પર પહોંચીને રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી. નદીમાં પાણી ઊંડું હોવાથી યુવકની શોધખોળ માટે વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. યુવકની ઓળખ મિત પટેલ તરીકે થઈ છે, જે વ્યવસાયે રત્નકલાકાર હતો. જાણવા મળ્યું છે કે મિત પટેલ પોતાની કાર લઈને કેબલ બ્રિજ પર પહોંચ્યો હતો. તેણે બ્રિજ પર કાર ઉભી રાખી હતી અને કારમાં પોતાનું આઈકાર્ડ મૂકીને સીધો જ નદીમાં ઝંપલાવી દીધું હતું.

પરિવાર શોકમાં ગરકાવ

યુવકે આ પગલું કેમ ભર્યું તે અંગે હાલ કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. ઘટનાની જાણ થતાં જ યુવકના પરિવારજનો કેબલ બ્રિજ પર દોડી આવ્યા હતા. રત્નકલાકાર પુત્રના આ અચાનક પગલાથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને ફાયર વિભાગની ટીમ યુવકની શોધખોળ ચાલુ રાખી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now