Home Entertainment Yash Soni Janki Bodiwala New Gujarati Movie Goldhana

યશ સોની અને જાનકી બોડીવાલાની જોડી સ્ક્રીન પર પરત ફરશે : નવી ફિલ્મની જાહેરાત

Yash Soni and Janki Bodiwala's pair will return on screen
Published by: Vaishnavi Pathak
Last Updated: Jun 11, 2026, 08:36 AM IST

યશ સોની અને જાનકી બોડીવાલાની જોડી સ્ક્રીન પર પરત ફરશે: નવી ફિલ્મની જાહેરાત

ગુજરાતી સિનેમા જગત ની સૌથી લોકપ્રિય અને દર્શકોની ફેવરિટ ઓન-સ્ક્રીન જોડી એટલે યશ સોની (Yash Soni) અને જાનકી બોડીવાલા (Janki Bodiwala). આ હિટ જોડી ફરી એકવાર મોટા પડદા પર ધમાકેદાર કમબેક કરવા માટે તૈયાર છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર બંને કલાકારોના ‘ગોળધાણા’ (સગાઈ) થવા અંગેની અફવાઓ ખૂબ વાયરલ થઈ હતી, જેણે ફેન્સમાં ભારે સસ્પેન્સ ઊભું કર્યું હતું. જોકે, હવે આ અફવાઓ પરથી પડદો ઊંચકાયો છે. આ બંનેએ વાસ્તવિક જીવનમાં સગાઈ નથી કરી, પરંતુ ‘ગોળધાણા’ તેમની આગામી નવી ગુજરાતી ફિલ્મનું ટાઈટલ છે.

સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે મેકર્સે સત્તાવાર જાહેરાત કરીને ચાહકોને આ શાનદાર સરપ્રાઈઝ આપી છે.

ફિલ્મ ‘ગોળધાણા’ નું શૂટિંગ સત્તાવાર રીતે શરૂ

મેકર્સના જણાવ્યા અનુસાર, યશ સોની અને જાનકી બોડીવાલાની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ ‘ગોળધાણા’નું શૂટિંગ ઓફિશિયલી શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મની વાર્તા લગ્ન પહેલાની રસપ્રદ અને રમુજી ઘટનાઓ, પારિવારિક સંબંધોના તાણાવાણા અને રોમાન્સની આસપાસ વણાયેલી હશે. આ સમાચાર સામે આવતા જ સોશિયલ મીડિયા પર ફેન્સનો ઉત્સાહ બમણો થઈ ગયો છે.

આ પણ વાંચો:ગુરુ રંધાવાના જિમ બહાર અંધાધૂંધ ફાયરિંગ | લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી જવાબદારી, સલમાન ખાન સાથે કનેક્શન | Offbeat Stories

સુપરહિટ જોડીની થશે હેટ્રિક

યશ અને જાનકીની કેમિસ્ટ્રી પડદા પર હંમેશાં સુપરહિટ સાબિત થઈ છે. અગાઉ આ જોડીએ ‘છેલ્લો દિવસ’ (Chhello Divas) અને ‘નાડી દોષ’ (Naadi Dosh) જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. આ ઉપરાંત, યશ સોનીની ફિલ્મ ‘ચણિયા ટોળી’ના પ્રખ્યાત ગીત ‘પાંજરામાં પોપટ બોલે’માં પણ જાનકીએ એક સ્પેશિયલ કેમિયો (Special Cameo) કર્યો હતો, જેને લોકોએ ખૂબ પસંદ કર્યો હતો. હવે આ નવી ફિલ્મ સાથે બંને કલાકારો ત્રીજી વખત ફૂલ-લેન્થ ફિલ્મમાં સાથે સ્ક્રીન શેર કરશે.

બોલિવૂડના દિગ્ગજ પ્રોડ્યુસર સંભાળશે કમાન

આ ફિલ્મનું નિર્માણ ખૂબ જ મજબૂત ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ફિલ્મનું ડાયરેક્શન ચિન્મય પરમાર કરી રહ્યા છે. જ્યારે પૅનોરમા સ્ટુડિયો અને બિગ બૉક્સ સિરીઝના બેનર હેઠળ તેનું નિર્માણ કુમાર મંગત પાઠક, અભિષેક પાઠક, મુરલીધર છટવાણી અને કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા કરવામાં આવી રહ્યું છે.

અહીં નોંધનીય છે કે, કુમાર મંગત પાઠક એ જ જાણીતા બોલિવૂડ પ્રોડ્યુસર છે જેમણે અજય દેવગન સ્ટારર સુપરહિટ ફિલ્મ ‘દ્રશ્યમ’ (Drishyam) સીરીઝનું નિર્માણ કર્યું છે. પૅનોરમા સ્ટુડિયો દ્વારા આ ફિલ્મને વિશ્વભરના થિયેટરોમાં રિલીઝ કરવામાં આવશે. હાલમાં ફિલ્મના અન્ય કલાકારો અને ઓફિશિયલ રિલીઝ ડેટની જાહેરાત થવાની બાકી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now