Home Automobile Yamaha R15 Price Reduced To Celebrate 70 Years Know The New Price And Features

Yamaha ની 70 વર્ષની ઉજવણીમાં R15 ની કિંમતમાં થયો ઘટાડો! : રેસિંગ પ્રેરિત ડિઝાઇન અને પ્રીમિયમ ફીચર્સ સાથે નવી કિંમત

Yamaha ની 70 વર્ષની ઉજવણીમાં R15 ની કિંમતમાં થયો ઘટાડો!
Published by: OBS Bureau
Last Updated: Jan 05, 2026, 10:52 AM IST

Yamaha R15 Price Reduced: Yamaha Motor ના 70 વર્ષની ઉજવણીને આગળ વધારતા, India Yamaha Motor એ ભારતીય ગ્રાહકોને એક ખાસ ભેટ આપી છે. કંપનીએ તેની લોકપ્રિય સ્પોર્ટ્સ બાઇક Yamaha R15 સિરીઝ પર 5,000 રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. આ ઓફર 5 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવી છે. આ વર્ષગાંઠ ઓફર પછી, Yamaha R15 ની શરૂઆતની કિંમત હવે 1,54,570 રૂપિયા (એક્સ-શોરૂમ, અમદાવાદ) થઈ ગઈ છે. Yamaha કહે છે કે, આ પહેલનો ઉદ્દેશ્ય તેની આઇકોનિક સ્પોર્ટ્સ બાઇકને વધુ બાઇક પ્રેમીઓ માટે સુલભ બનાવવાનો છે.

10 લાખ યુનિટ્સનું પ્રોડક્શન

Yamaha R15 એ ભારતીય બજારમાં એન્ટ્રી કર્યા પછી એન્ટ્રી-લેવલ પરફોર્મન્સ મોટરસાઇકલ સેગમેન્ટમાં પરિવર્તન લાવ્યું છે. આ બાઇક તેની રેસિંગ-ઇન્સપાયર ડિઝાઇન, મોર્ડન ટેકનોલોજી અને રોજિંદા રાઇડના કમ્ફર્ટ માટે યુવાનોમાં લોકપ્રિય છે. નોંધનીય છે કે, ભારતમાં અત્યાર સુધીમાં આ બાઇકના 10 લાખથી વધુ યુનિટ્સનું પ્રોડક્શન કરવામાં આવ્યું છે.

દમદાર પાવરટ્રેન

એન્જિન અને પ્રદર્શનની વાત કરીએ તો, Yamaha R15 કંપનીના વિશ્વસનીય 155cc લિક્વિડ-કૂલ્ડ, ફ્યુઅલ-ઇન્જેક્ટેડ એન્જિન દ્વારા સંચાલિત છે. તેમાં Yamaha ની સ્પેશિયલ DIASII સિલિન્ડર ટેકનોલોજી અને મજબૂત Deltabox ફ્રેમ છે, જે સારી સ્ટેબિલિટી અને હેન્ડલિંગ આપે છે. Yamaha R15 ફીચર્સની દ્રષ્ટિએ પણ તેના સેગમેન્ટમાં આગળ છે. તેમાં ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ, આસિસ્ટ અને સ્લિપર ક્લચ, સિલેક્ટેડ વેરિઅન્ટ્સમાં ક્વિક શિફ્ટર, અપસાઇડ-ડાઉન ફ્રન્ટ ફોર્ક્સ અને લિંક્ડ-ટાઇપ મોનોક્રોસ સસ્પેન્શન જેવા પ્રીમિયમ ફીચર્સ છે.

નવી કિંમત જાણો

કિંમતની દ્રષ્ટિએ, Yamaha R15 S ની કિંમત ₹1,54,570 (એક્સ-શોરૂમ), Yamaha R15 V4 ની કિંમત ₹1,70,103 (એક્સ-શોરૂમ) અને ટોપ વેરિઅન્ટ ₹1,95,090 (એક્સ-શોરૂમ) છે. તેની ટ્રેક-ઇન્સપાયર ડિઝાઇન અને મજબૂત રેસિંગ DNA સાથે, R15 ભારતની સૌથી વધુ વેચાતી સ્પોર્ટ્સ બાઇક્સમાંની એક છે. વર્ષગાંઠની ઓફરે તેને એવા યુવાનો માટે વધુ આકર્ષક બનાવ્યું છે જેઓ સ્ટાઇલ, પર્ફોમન્સ અને વિશ્વસનીયતાનું કોમ્બિનેશન ઇચ્છે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now