Home Gujarat Yamadoot Becomes A Garbage Truck In Ahmedabad City

અમદાવાદ શહેરમાં કચરાની ગાડી બની યમદૂત! : AMCની કચરાની ગાડીએ સર્જ્યો અકસ્માત, એકનું મોત, 5 લોકો ઈજાગ્રસ્ત

અમદાવાદ શહેરમાં કચરાની ગાડી બની યમદૂત!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Aug 07, 2025, 07:42 AM IST

અમદાવાદ શહેરમાં AMCની ગાર્બેજ વ્હીકલનો ભયાનક અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે ચાલતી આ કચરાવાળી ગાડી રસ્તા પર ચાલતા લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 50 વર્ષીય આધેડનું ઘટના સ્થળે મોત થયું છે હતું.

AMCની કચરાની ગાડીએ નિર્દોષનો જીવ લેતા લોકોનો ગુસ્સો સામે આવ્યો હતો અને રોષે ભરાયેલા લોકોએ ગાડી ચાલકને માર માર્યો હતા.આ અકસ્માતમાં અન્ય 5 લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે.સ્થાનિક લોકોએ આ ઘટનાને લઈને AMC અને વાહનચાલક સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે.

જમાલપુરમાં અકસ્માતની ઘટના બની છે, જેમાં એએમસીના ટીપરવાન ચાલકે અકસ્માત સર્જયો છે અને રોડ પર દોડધામ મચી હતી, લોકો જીવ બચાવવા માટે દોડયા હતા પરંતુ ટીપરવાનના ચાલકે બ્રેક મારવાના બદલે એકસ્કયુલેટર પર પગ મૂકી દીધો હતો, પોલીસે પણ સીસીટીવી લીધા છે અને ગુનો નોંધવાની તજવીજ હાથધરી છે, જે વ્યકિતનું મોત થયું છે તેમનો મૃતદેહ પીએમ માટે ખસેડાયા છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.

પ્રશાસનની બેદરકારી સામે હવે અનેક સવાલો ઊભા થયા છે. લોકોમાં ભયનો માહોલ છે. જ્યારે નિયમ તોડશે તો સામાન્ય જનતાની સુરક્ષા કોણ કરશે? હાલ પોલીસે કચરાની ગાડી ચલાવતા ડ્રાઈવરની અટકાયત કરી વધુ તાપસ શરૂ કરી છે. આ અક્સ્માતન સીસીટીવી પણ સામે આવ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now