Home Automobile Xiaomi Su7 Ultra Vs Ferrari Sf90 Xx Drag Race Results Abu Dhabi

જ્યારે Ferrari અને Xiaomi વચ્ચે થઈ રેસ : સ્માર્ટફોન બનાવતી કંપનીની કારે સુપરકારને ચટાડી ધૂળ

જ્યારે Ferrari અને Xiaomi વચ્ચે થઈ રેસ
Published by: OBS Bureau
Last Updated: Jan 19, 2026, 06:00 PM IST

દુનિયાની સૌથી ઝડપી કારોનું નામ લેવામાં આવે ત્યારે Ferrari નું નામ સૌથી પહેલા આવે છે. પરંતુ તાજેતરમાં અબુ ધાબીમાં યોજાયેલી એક ડ્રેગ રેસે ઓટોમોબાઈલ જગતને ચોંકાવી દીધું છે. સ્માર્ટફોન બનાવવા માટે જાણીતી ચીની કંપની Xiaomi ની ઈલેક્ટ્રિક કારે રેસિંગની દુનિયા પર દાયકાઓથી રાજ કરતી Ferrari ને હરાવીને ઈતિહાસ રચી દીધો છે. માત્ર 9.3 સેકન્ડમાં જ Xiaomi ની કારે Ferrari ના સૌથી પાવરફુલ મોડલની પોલ ખોલી નાખી હતી.

કોની વચ્ચે હતો ખરાખરીનો જંગ?

આ રેસ 'Carwow' દ્વારા અબુ ધાબીમાં આયોજિત કરવામાં આવી હતી. આ મુકાબલામાં એક તરફ Xiaomi ની નવી ઈલેક્ટ્રિક સેડાન SU7 Ultra હતી અને બીજી તરફ Ferrari નું અત્યંત શક્તિશાળી મોડલ SF90 XX હતું. Ferrari ને સેમ નામના ડ્રાઈવરે ચલાવી હતી, જ્યારે Xiaomi ની કમાન મેટ વોટસનના હાથમાં હતી. કાગળ પર ભલે Xiaomi ની કાર વધુ પાવરફુલ જણાતી હતી, પરંતુ Ferrari તેના હળવા વજન અને એન્જિનિયરિંગના જોરે ટક્કર આપવા તૈયાર હતી.

રેસના રોમાંચક પરિણામો

રેતીના તોફાનને કારણે ટ્રેક લપસણો હતો, જેવી રેસ શરૂ થઈ કે તરત જ Xiaomi SU7 Ultra વીજળીની ઝડપે આગળ નીકળી ગઈ હતી:

  • ક્વાર્ટર માઈલ (400 મીટર) રેસ: Xiaomi ની કારે આ અંતર માત્ર 9.3 સેકન્ડમાં કાપી નાખ્યું, જ્યારે Ferrari ને 10.2 સેકન્ડનો સમય લાગ્યો હતો.

  • હાફ માઈલ (800 મીટર) રેસ: અહીં પણ Xiaomi નો દબદબો રહ્યો હતો. તેણે 14.5 સેકન્ડમાં લક્ષ્ય પ્રાપ્ત કર્યું, જ્યારે Ferrari ને 15.7 સેકન્ડ લાગી હતી.

Ferrari ના ડ્રાઈવર પણ એ જોઈને દંગ રહી ગયા કે એક ઈલેક્ટ્રિક સેડાન કારે તેમની સુપરકારને આટલા મોટા અંતરથી હરાવી દીધી છે.

બ્રેકિંગમાં Ferrari સાબિત થઈ સિકંદર

જોકે રફ્તારના મામલે Xiaomi આગળ રહી, પરંતુ સુરક્ષા અને કંટ્રોલની વાત આવી ત્યારે Ferrari એ પોતાનો દમ બતાવ્યો હતો. 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જ્યારે બ્રેક લગાવવામાં આવી, ત્યારે Ferrari પોતાની ઉત્કૃષ્ટ બ્રેકિંગ સિસ્ટમ અને હળવા વજનને કારણે Xiaomi કરતા ઘણા વહેલા અને ઓછા અંતરમાં ઉભી રહી ગઈ હતી. આ રેસે સાબિત કરી દીધું છે કે ભવિષ્ય ઈલેક્ટ્રિક વાહનોનું છે, પરંતુ એન્જિનિયરિંગની બારીકીઓમાં આજે પણ જૂની કંપનીઓનું પ્રભુત્વ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now