Home Sports Will Varun Chakaravarthy Be Eliminated From The Final Due To His Semi Final Spell

સેમીફાઇનલના સ્પેલને કારણે Varun Chakaravarthy ફાઇનલમાંથી થશે બહાર? : ભારત પાસે ઈતિહાસ રચવાની તક, જાણો શું હોઈ શકે છે સંભવિત પ્લેઈંગ 11

સેમીફાઇનલના સ્પેલને કારણે Varun Chakaravarthy ફાઇનલમાંથી થશે બહાર?
Published by: OBS Bureau
Last Updated: Mar 06, 2026, 01:07 PM IST

T20 World Cup Final : ભારતીય ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરતાં સતત બીજી વખત T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ગુરુવારે રમાયેલી રોમાંચક સેમીફાઇનલમાં ભારતે ઇંગ્લેન્ડને 7 રને હરાવીને ટાઇટલ તરફ મજબૂત ડગલું માંડ્યું છે. હવે 8 માર્ચે ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલ જંગ ખેલાશે, જેમાં ભારત ફરી એકવાર વિશ્વ વિજેતા બનવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. જોકે, આ મહત્વની મેચ પહેલા ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11 માં ફેરફારને લઈને ચર્ચાઓ તેજ બની છે.

સ્ટાર ખેલાડીઓનું ફોર્મ

ભારતની અત્યાર સુધીની સફરમાં સંજુ સેમસનનું ફોર્મ સૌથી મોટું પ્લસ પોઈન્ટ રહ્યું છે. તેને સતત બે હાફ સેન્ચુરી ફટકારીને બેટિંગ લાઇનઅપને મજબૂતી આપી છે. બીજી તરફ જસપ્રિત બુમરાહની બોલિંગ અને હાર્દિક પંડ્યા-શિવમ દુબેનું ઓલરાઉન્ડ પ્રદર્શન ભારત માટે વરદાન સાબિત થયું છે.

વરુણ ચક્રવર્તીની ચિંતા

ટીમની જીત વચ્ચે સ્પિનર વરુણ ચક્રવર્તીના પ્રદર્શન પર સવાલો ઉઠી રહ્યા છે. ઇંગ્લેન્ડ સામેની સેમીફાઇનલમાં તેને 4 ઓવરમાં 64 રન આપી દીધા હતા, જેના કારણે તે ટીકાકારોના નિશાને છે. જોકે, સિક્કાની બીજી બાજુ એ પણ છે કે, તે આ ટુર્નામેન્ટમાં ભારત માટે સૌથી વધુ 13 વિકેટ લેનાર બોલર છે. આવી સ્થિતિમાં તેને ફાઇનલમાંથી બહાર કરવો મેનેજમેન્ટ માટે મુશ્કેલ નિર્ણય હોઈ શકે છે.

સંભવિત ફેરફાર અને ઓપ્શન

જો ટીમ મેનેજમેન્ટ વરુણના સ્પેલને ધ્યાનમાં રાખીને ફેરફાર કરવા માંગે, તો વોશિંગ્ટન સુંદર એક મજબૂત ઓપ્શન તરીકે સામે આવી શકે છે. સુંદર માત્ર સારી સ્પિન જ નથી કરતો, પરંતુ લોઅર ઓર્ડરમાં બેટિંગમાં પણ સપોર્ટ આપે છે. જોકે, મેનેજમેન્ટ વિનિંગ કોમ્બિનેશન સાથે છેડછાડ કરવાનું ટાળી શકે છે.

મજબૂત બેટિંગ અને બોલિંગ યુનિટ

ભારતીય બેટિંગની કમાન સંજુ સેમસન અને ઇશાન કિશનના હાથમાં રહેશે, જ્યારે મધ્યમ ક્રમમાં સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા અને હાર્દિક પંડ્યા જેવી વિસ્ફોટક જોડી છે. ઝડપી બોલિંગમાં અર્શદીપ સિંહ અને બુમરાહ ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોને રોકવા તૈયાર છે.

ફાઇનલ માટે ભારતની સંભવિત પ્લેઇંગ 11

અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, તિલક વર્મા, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ, વરુણ ચક્રવર્તી/વોશિંગ્ટન સુંદર.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now