Home Sports Will There Be A Ravindra Jadeja Stand After The Rohit Sharmastand

રવીન્દ્ર જાડેજા માટે સન્માનની માંગ : રોહિત શર્મા સ્ટેન્ડ બાદ રવીન્દ્ર જાડેજા સ્ટેન્ડ બનશે ?

રવીન્દ્ર જાડેજા માટે સન્માનની માંગ
Published by: OBS Bureau
Last Updated: May 17, 2025, 01:00 PM IST

મુંબઇના વિખ્યાત વાનખેડે સ્ટેડિયમમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માના નામે સ્ટેન્ડ સમર્પિત કરવામાં આવ્યું. ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહની લહેર ફેલાઈ. પરંતુ હવે રવીન્દ્ર જાડેજાની બહેને માંગ કરી છે કે, જેમ રોહિત શર્માને આ મોટું સન્માન મળ્યું છે એજ રીતે રવીન્દ્રને પણ સન્માન મળે,રવીન્દ્ર જાડેજાને પણ તેમના યોગદાન માટે સન્માન મળવું જોઈએ. જાડેજા લાંબા સમયથી ભારતીય ટીમ માટે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરે છે. તેમણે ભારતીય ક્રિકેટ ટીમની અનેક જીતોમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. શું હવે આગામી સ્ટેડિયમમાં “જાડેજા સ્ટેન્ડ” જોઈ શકાશે?



રોહિત શર્મા સ્ટેન્ડ બાદ રવીન્દ્ર જાડેજા સ્ટેન્ડ બનશે ?

રવીન્દ્ર જાડેજાના મોટા બહેન નયનાબા જાડેજાએ ફેસબુક પર પોસ્ટ મૂકી હતી. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, ઓલ રાઉન્ડર રવીન્દ્ર જાડેજાના નામનું સ્ટેન્ડ રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ ગ્રાઈન્ડ અથવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હોવું જોઈએ તેવી આશા નયનાબા જાડેજાએ વ્યકત કરી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now