Home Sports Will Rohit Sharma Leave Mumbai Indians And Join Kkr In Ipl 2026

IPL 2026; શું Rohit Sharma મુંબઈ ઈન્ડિયન્સ છોડીને KKRમાં જોડાશે? : KKRના એક ટ્વીટએ ક્રિકેટ જગતમાં હલચલ મચાવી, જાણો સંપૂર્ણ માહિતી

IPL 2026; શું Rohit Sharma મુંબઈ ઈન્ડિયન્સ છોડીને KKRમાં જોડાશે?
Published by: OBS Bureau
Last Updated: Oct 30, 2025, 01:33 PM IST

Rohit Sharma will move from MI to KKR: IPL 2026 શરૂ થાય તે પહેલાં, કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) એ એક પોસ્ટ પોસ્ટ કરી જેનાથી ચર્ચા શરૂ થઈ ગઈ કે, શું મુંબઈ ઇન્ડિયન્સ (MI) ના બેટ્સમેન રોહિત શર્મા IPL 2026 પહેલા કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) માં જોડાવા જઈ રહ્યા છે?

અભિષેક નાયરની સાથે કરશે કામ

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) દ્વારા એક નવી સોશિયલ મીડિયા પોસ્ટથી એવી અટકળોને વેગ મળ્યો છે કે, રોહિત શર્મા ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ટીમ બદલી શકે છે અને તેના નજીકના મિત્ર અભિષેક નાયરના માર્ગદર્શન હેઠળ રમી શકે છે. અભિષેક નાયર કોલકાતા નાઈટ રાઈડર્સના મુખ્ય કોચ પણ બન્યા છે. જોકે, મુંબઈ ઈન્ડિયન્સે હવે આ બાબતમાં સ્પષ્ટતા કરી છે.

મુંબઈ ઈન્ડિયન્સે પોતાની પોસ્ટમાં લખ્યું

મુંબઈ ઈન્ડિયન્સે સોશિયલ મીડિયા પર એક હૃદયસ્પર્શી પોસ્ટ શેર કરી છે, જે સ્પષ્ટપણે રોહિત શર્મા સાથે સંબંધિત લાગે છે. પોસ્ટમાં, ફ્રેન્ચાઇઝીએ લખ્યું - "𝗦𝘂𝗻 𝘄𝗶𝗹𝗹 𝗿𝗶𝘀𝗲 𝘁𝗼𝗺𝗼𝗿𝗿𝗼𝘄 𝗮𝗴𝗮𝗶𝗻 ye toh confirm hai, but at (K)night… मुश्किल ही नहीं, नामुमकिन है!" 💙 એવું માનવામાં આવે છે કે, મુંબઈ ઈન્ડિયન્સની આ પોસ્ટ રોહિત શર્માના કોલકાતા નાઈટ રાઈડર્સમાં જોડાવાના સમાચાર પર એક મજાક છે, હકીકતમાં, રોહિત શર્મા વિશે એવા સમાચાર આવ્યા હતા કે, તે મુંબઈ છોડીને IPL 2026 સીઝનમાં KKRનો ભાગ બની શકે છે.

અભિષેક નાયરને બનાવવામાં આવ્યા હેડ કોચ

અગાઉ, કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ ગુરુવારે એક પોસ્ટ દ્વારા અભિષેક નાયર અંગે આ માહિતી આપી હતી કે, તેમને ફ્રેન્ચાઇઝના નવા હેડ કોચ બનાવવામાં આવ્યા છે. અભિષેક નાયર પહેલા આ પદ પર ચંદ્રકાંત પંડિત હતા. અભિષેક નાયર અગાઉ KKRના આસિસ્ટન્ટ કોચ તરીકે સેવા આપી ચૂક્યા છે અને KKR એકેડેમી સાથે પણ સંકળાયેલા છે. તેઓ ભારતીય ક્રિકેટ સર્કિટમાં ખેલાડીઓના ડેવલોપમેન્ટ પરના તેમના કાર્ય અને યુવા પ્રતિભાને ઉછેરવાની તેમની ક્ષમતા માટે જાણીતા છે.

રોહિત શર્મા અને અભિષેક નાયર ખૂબ જ નજીકના સંબંધો

એ નોંધનીય છે કે, રોહિત શર્મા અને અભિષેક નાયર વચ્ચે ખૂબ જ નજીકના સંબંધો છે. 38 વર્ષની ઉંમરે પણ, અભિષેક નાયરે રોહિત શર્માની ફિટનેસ અને ફોર્મમાં જબરદસ્ત સુધારો લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. અભિષેક નાયરે હાલમાં જ ખુલાસો કર્યો હતો કે, સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો વાયરલ થયા બાદ તે અસુરક્ષિત અનુભવવા લાગ્યો હતો, જેમાં રોહિત શર્મા થોડો વધારે વજન ધરાવતો દેખાતો હતો. આ પછી, તેણે સખત મહેનત કરવાનું શરૂ કર્યું અને વજન ઘટાડવાનું નક્કી કર્યું. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા, બંનેને ઘણી વખત જીમમાં અને મેદાન પર સાથે તાલીમ આપતા જોવા મળ્યા હતા. આ સખત મહેનતના પરિણામે, રોહિત શર્માએ લગભગ 10 કિલોગ્રામ વજન ઘટાડ્યું, અને તેના પરિણામો તેના પ્રદર્શનમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું. ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં રોહિત શર્માએ શાનદાર પ્રદર્શન કર્યું, સૌથી વધુ રન બનાવ્યા અને પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો. પહેલી વનડેમાં નિષ્ફળતા બાદ, બીજી મેચમાં 73 અને ત્રીજી મેચમાં નોટઆઉટ 121 રન બનાવ્યા. આ પ્રદર્શનને કારણે તે પહેલી વાર ICC ODI બેટિંગ રેન્કિંગમાં નંબર વન ODI બેટ્સમેન બન્યો.

તો રોહિત શર્મા KKRમાં જોડાવાની ચર્ચા કેમ થઈ રહી છે?

રોહિત શર્મા વિશ્વના નંબર 1 બન્યા પછી, KKR એ X (અગાઉ ટ્વિટર) પર તેમને અભિનંદન આપ્યા. તે જ પોસ્ટમાં, KKRના એક ચાહક સાથેની વાતચીતે હલચલ મચાવી દીધી છે. લોકોએ આને એક સંકેત તરીકે જોઈ રહ્યા છે કે, મુંબઈ ઇન્ડિયન્સ (MI) ના સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા KKR માં જોડાઈ શકે છે. જોકે, રોહિત શર્મા, KKR, કે મુંબઈ ઇન્ડિયન્સમાંથી કોઈએ પણ આ ટ્રાન્સફર અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

KKR ટીમનો જવાબ

રોહિતના નંબર 1 ODI બેટ્સમેન બનવા પર KKR એ પોતાની પોસ્ટમાં લખ્યું - તું દુનિયામાં ટોપ પર છે, અને તું આને લાયક છે, અભિનંદન, રોહિત શર્મા...આના પર, એક ચાહકે કોમેન્ટમાં લખ્યું કે, હું તેને કન્ફર્મ સમજુ? ત્યારપછી, KKRએ આ ચાહકને રસપ્રદ રીતે જવાબ આપ્યો, "નંબર 1 ODI બેટ્સમેન કન્ફર્મ થઈ ગયો છે." વાતચીતનો અંત લાવતા, ચાહકે લખ્યું, "એનો અર્થ એ કે, હિટમેન KKRમાં આવી ગયો છે..." આ પોસ્ટ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now