Home Health-lifestyle Why Should Liver Patients Drink Black Coffee Know Its Benefits

લીવરના દર્દીઓ માટે ફાયદાકારક છે બ્લેક કોફી : જાણે કડવી બ્લેક કોફીના ફાયદા

લીવરના દર્દીઓ માટે ફાયદાકારક છે બ્લેક કોફી
Published by: OBS Bureau
Last Updated: Feb 15, 2025, 07:10 AM IST

મોટાભાગના લોકો તેમના દિવસની શરૂઆત કોફી અથવા ચાથી કરતાં હોય છે. તેનું સેવન કરવાથી વ્યક્તિમાં તાજગી અને ઊર્જા આવે છે. જો તમે કોફી પીવો છો તો આનંદ કરો. કારણ કે બ્લેક કોફી લીવરના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે. તે હૃદય રોગોનું જોખમ પણ ઘટાડે છે. એક કપ બ્લેક કોફીમાં 2.4 કેલરી હોય છે. તેમાં પ્રોટીન હોતું નથી. તેમાં ફેટ અથવા કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ હોતુ નથી. લીવરના દર્દીઓએ બ્લેક કોફી શા માટે પીવી જોઈએ

લીવરના દર્દીઓએ બ્લેક કોફી શા માટે પીવી જોઈએ?

કેટલાક રિસર્ચ અનુસાર નિયમિત ધોરણે યોગ્ય માત્રામાં બ્લેક કોફી પીવાથી લીવર સંબંધિત ઘણા ગંભીર રોગોનું જોખમ ઘટી શકે છે. જોન્સ હોપકિન્સના એક અહેવાલ મુજબ, દરરોજ બેથી ત્રણ કપ કોફી પીવાથી લીવરના રોગોનું જોખમ ઓછું થાય છે. કોફીમાં વિવિધ પ્રકારના અસરકારક એન્ટીઑકિસડન્ટો હોય છે, જે ગંભીર લાંબી બીમારીઓને અટકાવી શકે છે.

લીવર માટે બ્લેક કોફી છે ફાયદાકારક

તેમાં એન્ટીઑકિસડન્ટ્સ હોય છે જે બળતરા અને લીવરને થતા નુકસાનને રોકવામાં મદદ કરે છે. બ્લેક કોફી પીવાથી ફેટી લીવર અને લીવર સિરોસિસ જેવા ગંભીર રોગોને પણ અટકાવી શકાય છે. રિસર્ચ અનુસાર, બ્લેક કોફી ક્રોનિક લીવર રોગના જોખમને 71 ટકા ઘટાડી શકે છે. તેથી, તે કિડનીના દર્દીઓ માટે ફાયદાકારક છે.

બ્લેક કોફીના ફાયદા
1) લીવરમાં ચરબીનું પ્રમાણ ઘટાડે છે.
2) બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઘટાડે છે.
3) બળતરા ઘટાડે છે
4) હૃદય રોગનું જોખમ ઘટાડે છે
5) ટાઈપ 2 યાબિટીસનું જોખમ ઘટાડે છે
6. પાચન તંત્ર સુધારે છે
7) વજનને કંટ્રોલ કરવામાં મદદ કરે છે
8) ફોકસ વધે છે
9.એનર્જી પણ વધે છે

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now