Home Sports Who Will Win T20 World Cup Final India Or New Zealand Know What Astrological Calculations

T20 World Cup 2026 Final; કોણ જીતશે, ભારત કે ન્યુઝીલેન્ડ? : શું 1993માં જન્મેલા આ 3 ખેલાડીઓ રચશે ઈતિહાસ? જાણો શું કહે છે ગ્રહોની ચાલ

T20 World Cup 2026 Final; કોણ જીતશે, ભારત કે ન્યુઝીલેન્ડ?
Published by: OBS Bureau
Last Updated: Mar 08, 2026, 08:49 AM IST

T20 World Cup 2026 Final: ક્રિકેટ જગતનો સૌથી મોટો રોમાંચ આજે ચરમસીમાએ પહોંચશે. T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મેચ આજે સાંજે 7 વાગ્યે અમદાવાદના ભવ્ય નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાવા જઈ રહી છે. આખું વિશ્વ આ મહામુકાબલાની રાહ જોઈ રહ્યું છે ત્યારે ચાહકોના મનમાં એક જ સવાલ છે: કોણ જીતશે વર્લ્ડ કપ?

ટુર્નામેન્ટની શરૂઆતથી જ ભારત પ્રબળ દાવેદાર રહ્યું છે, પરંતુ ન્યુઝીલેન્ડની ટીમ હંમેશા આશ્ચર્યજનક પ્રદર્શન માટે જાણીતી છે. ચાલો જાણીએ આ મેચ વિશે જ્યોતિષ અને અંકશાસ્ત્ર શું સંકેતો આપી રહ્યા છે.

શું કહે છે ગ્રહોની ચાલ? ભારતનું પલડું ભારે!

જ્યોતિષીય અને અંકશાસ્ત્રીય ગણતરીઓ મુજબ, આ ફાઇનલમાં ભારતીય ટીમની સ્થિતિ ખૂબ જ મજબૂત જણાઈ રહી છે. ગ્રહોનું ગોચર અને ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવના અંકશાસ્ત્રીય સમીકરણો ભારતની તરફેણમાં છે.

ન્યુઝીલેન્ડ માટે પડકાર:

જ્યોતિષીઓના મતે, ન્યુઝીલેન્ડ ટેકનિકલી શાનદાર રમત બતાવશે, પરંતુ ફાઇનલના નિર્ણાયક તબક્કે, ખાસ કરીને છેલ્લી ઓવરોમાં 12મા ભાવમાં રાહુની સ્થિતિ કિવી ટીમના હાથમાંથી મેચ છીનવી શકે છે.

ટોસ હારશે તો પણ જીતની શક્યતા વધુઃ

સામાન્ય રીતે ફાઇનલ જેવી મેચોમાં ટોસ મહત્વનો ભાગ ભજવે છે, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે જો ભારત ટોસ હારી જાય તો પણ મેચ જીતવાની પ્રબળ ક્ષમતા ધરાવે છે. મોટાભાગની ભવિષ્યવાણીઓ સૂચવે છે કે મેદાન પર ભારતનું નસીબ વધુ બળવાન રહેશે.

1993માં જન્મેલા ખેલાડીઓ રચશે ઈતિહાસઃ

આ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના અમુક ખાસ ખેલાડીઓ 'એક્સ-ફેક્ટર' સાબિત થઈ શકે છે. ખાસ કરીને 1993માં જન્મેલા ખેલાડીઓ જેમની કુંડળીમાં મંગળ અને ગુરુ મજબૂત છે, તેઓ કમાલ કરી શકે છે:

1) હાર્દિક પંડ્યા

2) જસપ્રીત બુમરાહ

3) શિવમ દુબે

આ ખેલાડીઓનું પ્રદર્શન ભારતને ટ્રોફીની નજીક લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવશે તેવું જ્યોતિષીય અનુમાન છે.

આ 5 ખેલાડીઓનું પ્રદર્શન શા માટે મહત્વનું?

1) જસપ્રીત બુમરાહ: ફાસ્ટ બોલર,15+ વિકેટ (ઇકોનોમી 6 થી ઓછી),ડેથ ઓવરોમાં રન રોકવા અને વિકેટ લેવામાં માહેર.

2) સંજુ સેમસનઃ ઓપનર, પાવરપ્લેથી લઈને અંતિમ ઓવર સુધી ગેમ ફિનિસર તરીકે એન્કરનો રોલ નિભાવી ટીમને જીતાડી શકે.

3) હાર્દિક પંડ્યા: ઓલરાઉન્ડર,200+ રન અને 8 વિકેટ,ફિનિશર તરીકે અને બોલિંગમાં મહત્વની ભાગીદારી તોડવા માટે.

4) સૂર્યકુમાર યાદવ: કેપ્ટન / બેટર,350+ રન (160+ સ્ટ્રાઈક રેટ),મધ્યમ ઓવરોમાં ઝડપી રન બનાવીને દબાણ હળવું કરે છે.

5) અભિષેક શર્મા: ઓપનર,પાવરપ્લેમાં આક્રમક શરૂઆત,ડાબોડી બેટર હોવાથી ન્યુઝીલેન્ડના સ્પિનરો સામે ફાયદો કરાવી શકે.

મેચની વિગતો:

મુકાબલો: ભારત vs ન્યુઝીલેન્ડ (T20 વર્લ્ડ કપ 2026 ફાઇનલ)

સ્થળ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ

સમય: આજે સાંજે 7:00 વાગ્યે

જ્યોતિષીય ભવિષ્યવાણીઓ માત્ર ગ્રહોની ગણતરી અને સંભાવનાઓ પર આધારિત હોય છે. ક્રિકેટ અનિશ્ચિતતાઓનો ખેલ છે, જ્યાં અંતિમ પરિણામ ખેલાડીઓના મેદાન પરના પ્રદર્શન પર નિર્ભર કરે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now