Home Gujarat Who Put Up Strange Boards In The Name Of Ahmedabad Police Aap Leader Made A Reel

“એ રંગલી-રાતની પાર્ટીઓમાં જવું નહીં, રેપ-ગેંગરેપ થઈ શકે છે” : પોલીસના નામે કોણે લગાવ્યાં વિચિત્ર બોર્ડ? AAPના નેતાએ REEL બનાવી, પડાવ્યાં ફોટા! જુઓ Video

“એ રંગલી-રાતની પાર્ટીઓમાં જવું નહીં, રેપ-ગેંગરેપ થઈ શકે છે”
Play Video
Published by: OBS Bureau
Last Updated: Aug 01, 2025, 11:32 AM IST

Ahmedabad News: અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં હાલ વિચિત્ર સાઈન બોર્ડ સાથે આમ આદમી પાર્ટીના પ્રવક્તાએ ફોટા પડાવ્યાં છે. શહેરના જાહેર રસ્તા પર લાગેલાં આ બોર્ડમાં એવું લખેલું છેકે, "એ રંગલી- રાતની પાર્ટીઓમાં જવું નહીં, નહીં તો, રેપ કે ગેંપરેપ થઈ શકે છે." બીજા બોર્ડમાં એવું લખ્યું છેકે- એ રંગલા અંધારામાં સુમસામ જગ્યાએ રંગલીને લઈ જવાની નહીં... રેપ-ગેંગરેપ થઈ જાય તો..?

ઉલ્લેખનીય છેકે, આ બોર્ડમાં નીચે SPONSER BY- અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ લખ્યું છે. ત્યારે સવાલ એ થાય છેકે, શું ખરેખર શહેર પોલીસએ આ બોર્ડ બનાવડાવ્યાં હશે?

ગુજરાતમાં ભાજપ સરકાર મહિલા સશક્તિકરણની વાતો કરતી હોય છે પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈ અલગ જ છે. છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં 6500થી વધુ બળાત્કારની ઘટનાઓ ઘટી છે, 36થી વધારે ગેંગરેપની ઘટનાઓ ઘટી છે. ગુજરાતમાં રોજ 5થી વધારે બળાત્કાર થાય છે. અને આજે ગુજરાતના સોલા વિસ્તારમાં બોર્ડ લગાવવામાં આવ્યું છે જેમાં લખવામાં આવ્યું છે કે “રાતની પાર્ટીઓમાં જવું નહીં, રેપ - ગેંગરેપ થઈ શકે છે”.

આ ઘટનાએ હવે રાજકીય રંગ પકડ્યો છે. જેમાં આમ આદમી પાર્ટીના પ્રવક્તા રીલ બનાવી રાજકીય રમત રમવા મેદાનમાં ઉતર્યા છે. ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રદેશના મુખ્ય પ્રવક્તા ડૉ. કરન બારોટે સરકાર સમક્ષ સવાલો પૂછતા કહ્યું કે મુખ્યમંત્રી અને ભાજપના નેતાઓ મહિલા સુરક્ષાની વાતો કરે છે પરંતુ આજે અમદાવાદ જેવા મોટા શહેરમાં ખુલ્લામાં આ બોર્ડ લાગ્યા છે જે ગુજરાતની વાસ્તવિકતા વ્યક્ત કરે છે, અમારો સવાલ ગુજરાતના મુખ્યમંત્રી ને છે કે શું ગુજરાતની મહિલાઓએ રાત્રે ઘરની બહાર નહીં નીકળવાનું કે નહિ નીકળવાનું?

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now