કોણ છે ઝનાઈ ભોંસલે?
ઝનાઈ ભોંસલે હિન્દી સિનેમાના સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેની પૌત્રી છે. તે આશાજીના પુત્ર આનંદ ભોંસલેની દીકરી છે. ગાયકી અને કળાના વારસામાં જન્મેલી ઝનાઈ માત્ર એક સુંદર ચહેરો જ નથી, પરંતુ તે એક તાલીમબદ્ધ ક્લાસિકલ ડાન્સર અને ગાયિકા પણ છે. સોશિયલ મીડિયા પર તેની સાદગી અને પ્રતિભાને કારણે લાખો લોકો તેને ફોલો કરે છે. ઝનાઈ ભારતની પ્રથમ ટ્રાન્સજેન્ડર મ્યુઝિક બેન્ડ '6-Pack Band' નો પણ હિસ્સો રહી ચૂકી છે, જે તેની કલા પ્રત્યેની ગંભીરતા દર્શાવે છે.
દાદી આશા ભોંસલે સાથેનું અતૂટ બોન્ડિંગ
ઝનાઈ અને આશા ભોંસલે વચ્ચેનો સંબંધ માત્ર દાદી-પૌત્રીનો જ નતો, પરંતુ તેઓ એકબીજાના શ્રેષ્ઠ મિત્રો જેવા છે. ઝનાઈ અવારનવાર આશાજી સાથેના ક્યૂટ વીડિયો અને ફોટા શેર કરતી રહે છે.
માર્ગદર્શક: ઝનાઈ આશાજીને પોતાના સૌથી મોટા ઇન્સ્પિરેશન માને છે. આશાજી પણ ઝનાઈને સંગીત અને જીવનના પાઠ શીખવાડતા હતા.
ખાસ પળો: લોકડાઉન દરમિયાન પણ આ બંનેની જોડીએ સોશિયલ મીડિયા પર ઘણી ધૂમ મચાવી હતી.
સપોર્ટ સિસ્ટમ: જ્યારે પણ ઝનાઈ કોઈ નવું કામ શરૂ કર્યું છે, ત્યારે આશાજી હંમેશા તેની પડખે ઉભા રહેતા હતા. તાજેતરમાં જ જ્યારે ઝનાઈના ડેબ્યુની જાહેરાત થઈ, ત્યારે આશાજીએ ગર્વ સાથે પોતાની પૌત્રીને આશીર્વાદ આપ્યા હતા.
ઝનાઈની આગામી ફિલ્મ અને કામ
ઝનાઈ ભોંસલે હવે સિલ્વર સ્ક્રીન પર ડેબ્યુ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
ધ પ્રાઈડ ઓફ ભારત (The Pride of Bharat): ઝનાઈ આ ભવ્ય ઐતિહાસિક ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરશે. આ ફિલ્મ છત્રપતિ શિવાજી મહારાજના જીવન પર આધારિત છે.
મહત્વનું પાત્ર: ફિલ્મમાં તે શિવાજી મહારાજની પત્ની રાણી સાઈ ભોંસલે ની મુખ્ય ભૂમિકા ભજવશે.
સ્ટાર કાસ્ટ: આ ફિલ્મમાં તેની સાથે સાઉથના સુપરસ્ટાર રિષભ શેટ્ટી (કાંતારા ફેમ) જોવા મળશે.
અન્ય પ્રોજેક્ટ્સ: અભિનય સિવાય ઝનાઈ પોતાના મ્યુઝિક પ્રોજેક્ટ્સ અને ડાન્સ પર્ફોર્મન્સ પર પણ ધ્યાન આપી રહી છે. બોલિવૂડમાં તેના આગમનથી ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે, કારણ કે લોકો તેને શ્રદ્ધા કપૂરની પિતરાઈ બહેન તરીકે પણ ઓળખે છે.





