અમેરિકાના જાણીતા વિદેશનીતિના વિદ્વાન અને ભારતીય મૂળના ડિફેન્સ એક્સપર્ટ એશ્લે જે ટેલીસને અમેરિકન પોલીસે અરેસ્ટ કરી લીધા છે. મળતી માહિતી અનુસાર, વર્જિનિયા રાજ્યના પૂર્વી જિલ્લાના આટોર્ની ઓફસ અનુસાર, એશ્લે ટેનિસને અમેરિકાની ખુફિયા ડિફેન્સ માહિતીને ગેરકાયદે પોતાની પાસે રાખવાના આરોપમાં અરેસ્ટ કરવામાં આવ્યા છે.
કોણ છે એશ્લે જે ટેલીસ?
એશ્લે જે ટેલીસને લાંબા સમયથી દક્ષિણ એશિયાઈ સુરક્ષા અને અમેરિકા-ભારત સંબંધો પર વોશિંગ્ટનના સૌથી મોટા એક્સપર્ટ માનવામાં આવે છે. તેમેને અમેરિકન સરકારમાં કેટલીય મોટી પોસ્ટ પર કામ કર્યું છે. તે રાજનૈતિક મામલામાં અંડર સેક્રેટરીના વરિષ્ઠ સલાહકાર તરીકે પણ કામ કરેલું છે.
એશ્લે ટેલીસને કેમ કરવામાં આવ્યા અરેસ્ટ?
64 વર્ષના એશ્લે ટેલીસ એક સિનિયર ફેલો છે અને કાર્નેગી એંડોમેંટ ફોર ઇન્ટરનેશનલ પીસમાં રણનીતિક મામલાના અધ્યક્ષ છે. તેમણે પ્રતિબંધિત સરકારી ડોક્યુમેન્ટને પોતાની પાસે રાખવાના મામલે ફેડરલ તપાસ બાદ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. સરકારી વકીલનો આરોપ છે કે ટેલીસને UAC § 793(e) નું ઉલ્લંઘન કર્યું છે, જે રક્ષા-સંબંધિત ડોક્યુમેન્ટને પરમીશન વીના પોતાની પાસે રાખવા પર રોક લગાવે છે.
એશ્લે ટેલીસે ચીની અધિકારીઓ સાથે કરી હતી મુલાકાત!
આ સિવાય એ આરોપો પર પણ તપાસ ચાલી રહી છે કે એશ્લે ટેલીસે સુરક્ષિત સ્થળો પરથી ગોપનીય દસ્તાવેજોને હટાવ્યા છે અને ચીની અધિકારીઓ સાથે મુલાકાત કરી છે. અમેરિકી અટોર્ની લિંડસે હોલીગને એક પ્રેસ રીલીઝમાં આરોપોને જણાવ્યા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે અ કામે "અમારા નાગરિકોની સુરક્ષા માટે ગંભીર જોખમ પેદા કર્યું છે."
જો દોષિત સાબિત થાય તો શું થશે?
જો દોષિત ઠેરવવામાં આવે તો, ટેલિસને 10 વર્ષ સુધીની જેલ, $250,000 દંડ અને સંડોવાયેલા ખુફિયા ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવી શકે છે. સરકારે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમના ફક્ત આરોપો છે અને દોષિત સાબિત ન થાય ત્યાં સુધી ટેલિસ નિર્દોષ માનવામાં આવે છે.
ચીની અધિકારીઓને લાલ બેગ આપવાનો આરોપ
FBI ના જણાવ્યા અનુસાર, ટેલિસ સપ્ટેમ્બર 2022 અને સપ્ટેમ્બર 2025 વચ્ચે વર્જિનિયાના ફેરફેક્સની રેસ્ટોરન્ટમાં ચીની અધિકારીઓ સાથે ઘણી વખત મળ્યા હતા. ઉપરાંત, સપ્ટેમ્બર 2025 ની બેઠક દરમિયાન, ટેલિસે ચીની અધિકારીઓને લાલ બેગ ભેટમાં આપી હતી.






