Home Automobile Which Suv Car Is Best For Daily Commuting To And From The Office Maruti Brezza Or Tata Nexon

દરરોજ ઓફિસ આવા-જવા માટે નવી SUV ખરીદવી છે? : જાણો Brezza અને Nexon માંથી કઈ SUV તમારા માટે રહેશે પરફેક્ટ!

દરરોજ ઓફિસ આવા-જવા માટે નવી SUV ખરીદવી છે?
Published by: OBS Bureau
Last Updated: Mar 02, 2026, 08:51 AM IST

Maruti Brezza and Tata Nexon : આજના સમયમાં ઓફિસ જવા-આવવા માટે પોતાની કાર હોવી એ માત્ર લક્ઝરી નથી પણ જરૂરિયાત બની ગઈ છે. જો તમે પણ દરરોજના ટ્રાફિક અને લાંબા રસ્તાઓ માટે એક મજબૂત કોમ્પેક્ટ SUV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો સ્વાભાવિક છે કે, તમારા મનમાં મારુતિ બ્રેઝા (Maruti Brezza) અને ટાટા નેક્સન (Tata Nexon) ના નામ સૌથી પહેલા આવશે. આ બંને ગાડીઓ ભારતીય બજારમાં ધૂમ મચાવી રહી છે. પરંતુ તમારા ડેઈલી રૂટ માટે કઈ વધુ સારી છે? જાણો વિગતવાર.

બજેટ અને કિંમત

જો આપણે કિંમતની વાત કરીએ તો ટાટા નેક્સન, મારુતિ બ્રેઝાની સરખામણીમાં થોડી સસ્તી સાબિત થાય છે. નેક્સનની એક્સ-શોરૂમ કિંમત ₹7.32 લાખથી શરૂ થાય છે, જ્યારે બ્રેઝાની શરૂઆત ₹8.26 લાખથી થાય છે. જોકે, બ્રેઝાનું ટોપ મોડલ ₹13.01 લાખમાં મળે છે, જ્યારે નેક્સનનું ટોપ વેરિઅન્ટ ₹14.15 લાખ સુધી જાય છે. ટૂંકમાં, જો તમારું બજેટ ઓછું છે તો નેક્સન બેસ્ટ છે, પણ જો તમે લાંબા ગાળે ઓછો મેન્ટેનન્સ ખર્ચ અને સારી રિસેલ વેલ્યુ ઈચ્છો છો, તો બ્રેઝા એક મજબૂત ઓપ્શન છે.

એન્જિન અને પર્ફોર્મન્સ

પર્ફોર્મન્સની બાબતમાં બંને ગાડીઓ અલગ-અલગ મિજાજ ધરાવે છે. ટાટા નેક્સનમાં ટર્બો એન્જિન મળે છે જે હાઇવે પર ઓવરટેક કરવા માટે પાવરફુલ છે. બીજી તરફ, મારુતિ બ્રેઝામાં 1.5 લિટરનું પેટ્રોલ એન્જિન છે જે હળવી-હાઇબ્રિડ ટેકનોલોજી સાથે આવે છે. શહેરના ટ્રાફિકમાં બ્રેઝા ડ્રાઇવ કરવામાં ખૂબ જ સ્મૂધ અને શાંત (Vibration-free) છે, જે ઓફિસ જવા માટે ખૂબ જ આરામદાયક અનુભવ આપે છે.

માઇલેજની સરખામણી

રોજિંદા વપરાશ માટે માઇલેજ સૌથી મહત્વનું પાસું છે.

મારુતિ બ્રેઝા : પેટ્રોલ પર 19.8kmpl અને CNG પર 25.51km/kg સુધીની માઇલેજ આપે છે.

ટાટા નેક્સન : પેટ્રોલ પર 17–18kmpl અને ડીઝલ વેરિઅન્ટમાં 24.08kmpl સુધીની માઇલેજ આપે છે.

જો તમારો વપરાશ વધારે છે અને તમે ફ્યુલનો ખર્ચ બચાવવા માંગો છો, તો બ્રેઝાનું CNG મોડલ તમારી પહેલી પસંદ હોઈ શકે છે.

આધુનિક ફીચર્સ અને ટેકનોલોજી

ફીચર્સની બાબતમાં ટાટા નેક્સન થોડી આગળ દેખાય છે. તેમાં 10.25-ઇંચની મોટી ટચસ્ક્રીન, વેન્ટિલેટેડ સીટ્સ (ઉનાળા માટે ઉત્તમ), અને JBL સાઉન્ડ સિસ્ટમ જેવા પ્રીમિયમ ફીચર્સ મળે છે. બીજી તરફ, મારુતિ બ્રેઝામાં હેડ-અપ ડિસ્પ્લે (HUD), સનરૂફ અને વાયરલેસ ચાર્જર જેવા વ્યવહારુ ફીચર્સ આપવામાં આવ્યા છે, જે રોજિંદા ડ્રાઇવિંગને સરળ બનાવે છે.

કઈ ખરીદવી જોઈએ?

જો તમને ટેકનોલોજી, વધુ ફીચર્સ અને હાઇવે ડ્રાઇવિંગ ગમતું હોય, તો ટાટા નેક્સન તમારા માટે છે.

જો તમે શહેરના ટ્રાફિકમાં આરામ, વધુ માઇલેજ અને લો-મેન્ટેનન્સ શોધી રહ્યા છો, તો મારુતિ બ્રેઝા શ્રેષ્ઠ પસંદગી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now