Which sedan has more mileage : ભારતીય બજારમાં જ્યારે કોમ્પેક્ટ સેડાનની વાત આવે ત્યારે Maruti Suzuki Dzire અને Honda Amaze વચ્ચે હંમેશા જોરદાર કોમ્પિટિશન જોવા મળે છે. Maruti Dzire વર્ષોથી માર્કેટ પર રાજ કરી રહી છે, તો બીજી તરફ Honda Amaze તેના પ્રીમિયમ લુક અને દમદાર ફીચર્સને કારણે લોકોની પસંદ બની છે. આ બંને કારો 1.2-લિટર પેટ્રોલ એન્જિન અને ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે આવે છે. પરંતુ, શું તમે જાણો છો કે રિયલ વર્લ્ડમાં કઈ કાર વધુ માઇલેજ આપે છે? જાણો સંપૂર્ણ માહિતી.
બંને કારનું એન્જિન
બંને ગાડીઓમાં 1.2-લિટર એન્જિન હોવા છતાં તેમની ડિઝાઇનમાં મોટો તફાવત છે. Maruti Dzire માં 3-સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે, જ્યારે Honda Amaze માં 4-સિલિન્ડર એન્જિન મળે છે. 4-સિલિન્ડર હોવાને કારણે Honda Amaze 90hp નો પાવર જનરેટ કરે છે, જે Maruti Dzire ના 82hp કરતાં વધુ છે. જોકે, ટોર્કની વાત કરીએ તો Maruti Dzire 113Nm સાથે Honda Amaze (111 Nm) કરતા થોડી આગળ છે.
બંને કારની કિંમત અને માઇલેજ
Maruti Suzuki Dzire ની એક્સ શોરૂમ કિંમત 6.25 લાખથી 9.31 લાખ સુધીની છે. જ્યારે Honda Amaze 7.47 લાખથી 9.99 લાખ સુધીની છે. નોંધનીય છે કે, આ કિંમત અમદાવાદના એક્સશોરૂમને પ્રમાણે છે, અન્ય શહેર અને રાજ્યમાં આ કિંમતમાં ફેરફાર થઈ શકે છે. રિયલ લાઇફમાં બંને કારનું પ્રદર્શન અલગ છે. ટેસ્ટિંગ મુજબ, Honda Amaze ઓટોમેટિક શહેરના ટ્રાફિકમાં 19.46kmpl ની માઇલેજ આપે છે, જ્યારે Maruti Dzire 25.71kmpl ની માઇલેજ આપે છે.
કઈ કાર લેવી જોઈએ?
Maruti Suzuki મારુતિ સુઝુકી હંમેશા 'માઇલેજ-કેન્દ્રિત' ટ્યુનિંગ પર ધ્યાન આપે છે, જે ઓછું ફ્યુલ વાપરીને વધુ અંતર કાપવામાં મદદ કરે છે. બીજી તરફ, Honda ની ટ્યુનિંગ 'પાવર-ઓરિએન્ટેડ' હોય છે, જેનાથી ડ્રાઇવિંગ અનુભવ સ્મૂધ અને પાવરફુલ બને છે, પરંતુ માઇલેજમાં થોડો ઘટાડો થાય છે. જો તમારી પ્રાથમિકતા બચત છે તો Maruti Dzire શ્રેષ્ઠ છે, અને જો તમને સ્મૂધ ડ્રાઇવ જોઈએ તો Amaze સારો ઓપ્શન છે.




















