logo-img
Which Car Is More Powerful Between The New Mg Majestor And The Toyota Fortuner

નવી MG Majestor અને Toyota Fortuner માંથી કઈ કાર વધુ દમદાર? : જાણો સાઇઝ, પાવર અને ફીચર્સમાં કઈ SUV છે સૌથી આગળ!

નવી MG Majestor અને Toyota Fortuner માંથી કઈ કાર વધુ દમદાર?
Published by: Offbeat Team
| Last Updated: Feb 19, 2026, 12:32 PM IST

New MG Majestor and Toyota Fortuner : ભારતીય ઓટોમોબાઇલ માર્કેટમાં પ્રીમિયમ SUV સેગમેન્ટમાં હંમેશા કાંટાની ટક્કર જોવા મળે છે. ટોયોટા ફોર્ચ્યુનર (Toyota Fortuner) લાંબા સમયથી આ સેગમેન્ટમાં લોકોની પહેલી પસંદ રહી છે. પરંતુ હવે તેને ડાઇરેક્ટ કોમ્પિટિશન આપવા માટે MG Motors એ પોતાની નવી ફ્લેગશિપ SUV, MG Majestor રજૂ કરી છે. આ નવી કાર MG Gloster ની જગ્યા લેશે અને તેને એપ્રિલ 2026 માં લોન્ચ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. જ્યારે ડિલિવરી મે મહિનાથી શરૂ થવાની અપેક્ષા છે. ત્યારે સવાલ એ થાય છે કે, સાઇઝ, પાવર અને લેટેસ્ટ ફીચર્સની દ્રષ્ટિએ આ બંનેમાંથી કઈ કાર તમારા માટે શ્રેષ્ઠ રહેશે? જાણો આ બંને કારની માહિતી.

સાઇઝ : રસ્તા પર કોનો દબદબો?

જો આપણે કારની સાઇઝની વાત કરીએ તો, નવી MG Majestor સ્પષ્ટપણે ટોયોટા ફોર્ચ્યુનર કરતાં ઘણી મોટી અને વિશાળ છે. આંકડાઓ પર નજર કરીએ તો, Majestor ફોર્ચ્યુનરની સરખામણીમાં 251mm લાંબી, 161mm પહોળી અને 41mm વધુ ઊંચી છે. આ ઉપરાંત, તેનો વ્હીલબેઝ પણ 205mm લાંબો છે. આનો સીધો અર્થ એ છે કે, Majestor ની અંદર તમને એક મોટી કેબિન મળશે અને ત્રીજી લાઈન (3rd Row) માં બેસતા મુસાફરો માટે વધુ આરામદાયક જગ્યા રહેશે. રસ્તા પર આ કારની પ્રેઝન્સ પણ ઘણી આકર્ષક અને દમદાર લાગશે. સાઇઝના મામલે Majestor સ્પષ્ટ રીતે આગળ છે.

એન્જિન અને પાવર : કોનામાં છે વધુ તાકાત?

કોઈપણ દમદાર SUV ની સાચી ઓળખ તેના એન્જિનથી થાય છે.

  • MG Majestor માં 2.0-લિટરનું ટ્વીન-ટર્બો ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 8-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે આવે છે. આ એન્જિન 215 થી 218bhp નો પાવર અને 478 થી 480Nm જેટલો ટોર્ક જનરેટ કરે છે.

  • બીજી તરફ, Toyota Fortuner માં 2.7-લિટર પેટ્રોલ અને 2.8-લિટર ડીઝલ એન્જિનનો વિકલ્પ મળે છે. ફોર્ચ્યુનરનું ડીઝલ એન્જિન (ઓટોમેટિક વર્ઝન) 201bhp પાવર અને શાનદાર 500Nm નો ટોર્ક આપે છે.

જો પાવર (હોર્સપાવર) ની વાત કરીએ તો Majestor થોડી આગળ દેખાય છે, પરંતુ વધુ ટોર્ક અને શ્રેષ્ઠ ઓફ-રોડિંગ ક્ષમતા માટે ફોર્ચ્યુનરનું એન્જિન આજે પણ સારું માનવામાં આવે છે.

સેફ્ટી અને ફીચર્સ : ટેકનોલોજીમાં કોણ આગળ?

  • સેફટીના મામલે બંને કાર શાનદાર ફીચર્સ આપે છે, પરંતુ બંનેનો અભિગમ અલગ છે. ટોયોટા ફોર્ચ્યુનરમાં 7 એરબેગ્સ, ESC, ટ્રેક્શન કંટ્રોલ, હિલ આસિસ્ટ, ડાઉનહિલ આસિસ્ટ અને ડિફરન્શિયલ લોક જેવા જરૂરી અને અત્યંત મજબૂત સેફ્ટી ફીચર્સ મળે છે.

  • જ્યારે MG Majestor મોડર્ન ટેકનોલોજી સાથે આવે છે, જેમાં એડવાન્સ લેવલ 2 ADAS (એડવાન્સ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ) આપવામાં આવી છે. આ સિસ્ટમમાં લેન-કીપિંગ આસિસ્ટ, એડેપ્ટિવ ક્રુઝ કંટ્રોલ અને ઓટોમેટિક ઇમરજન્સી બ્રેકિંગ જેવા આધુનિક ફીચર્સ સામેલ છે. નવી અને સ્માર્ટ ટેકનોલોજીની બાબતમાં Majestor વધુ એડવાન્સ સાબિત થાય છે.

તમારે કઈ SUV ખરીદવી જોઈએ?

તો અંતે કઈ કાર પર પસંદગી ઉતારવી? જો તમારી પ્રાથમિકતા એક ખૂબ જ મોટી સાઇઝની, આરામદાયક, નવી ડિઝાઇન અને આધુનિક ADAS સેફ્ટી ફીચર્સ ધરાવતી SUV છે, તો MG Majestor તમારા માટે એક ઉત્તમ વિકલ્પ બની શકે છે. પરંતુ, જો તમે મજબૂત બ્રાન્ડ વેલ્યુ, રિસેલ વેલ્યુ, ઓફ-રોડિંગ માટે વધુ ટોર્ક અને વર્ષોથી ચાલતી વિશ્વસનીય ઇમેજ ઈચ્છો છો, તો Toyota Fortuner હજુ પણ આ માર્કેટમાં આગળ છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now