Best Cars For Daily Up-down: ભારતમાં, લોકો કાર ખરીદતા પહેલા બજેટ તૈયાર કરે છે. ઘણા લોકો રોજિંદી મુસાફરી માટે 6 થી 7 લાખ રૂપિયાની રેન્જમાં કાર ખરીદવા માંગે છે. ભારતીય બજારમાં ઘણી બધી કાર છે જે 7 લાખ રૂપિયાની રેન્જમાં આવે છે. મારુતિ સુઝુકી અને ટાટાની સાથે, હ્યુન્ડાઇ કાર પણ આ કિંમત શ્રેણીમાં આવે છે. આ લિસ્ટમાં Maruti Fronx, Tata Punch અને Hyundai i20 નો સમાવેશ થાય છે. જાણો ત્રણેયની માઇલેજ વિશેની માહિતી.
Tata Punch
ટાટા પંચ ભારતમાં વેચાતી સૌથી લોકપ્રિય SUV માંથી એક છે. ટાટાની આ કારની એક્સ-શોરૂમ કિંમત ₹5,49,990 થી શરૂ થાય છે. ભારતીય બજારમાં આ કારના 31 વેરિયન્ટ્સ ઉપલબ્ધ છે. પંચ 1.2-લિટર રેવોટ્રોન એન્જિન દ્વારા સંચાલિત છે. તેને ગ્લોબલ NCAP તરફથી 5-સ્ટાર સેફ્ટી રેટિંગ પણ મળ્યું છે. તેમાં Eco અને City ડ્રાઇવિંગ મોડમાં ચલાવી શકાય છે. આ કાર આશરે પેટ્રોલમાં 20.09 કિમી/લીટર અને CNG મેન્યુઅલ વેરિઅન્ટ માટે 26.99 કિમી/કિલોગ્રામની માઇલેજ આપે છે.
Maruti Fronx
મારુતિ ફ્રોન્ક્સ પણ ₹7 લાખની રેન્જમાં આવે છે. મારુતિ કાર તેની ઉત્તમ માઇલેજ માટે જાણીતી છે, જે તેમને શહેરમાં ડ્રાઇવિંગ માટે ખૂબ સારો વિકલ્પ બનાવે છે. મારુતિ ફ્રોન્ક્સની એક્સ-શોરૂમ કિંમત ₹6,84,900 થી શરૂ થાય છે. આ મારુતિ કારમાં સલામતી માટે 6 એરબેગ્સ છે. તેમાં હિલ હોલ્ડ આસિસ્ટ અને એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ પણ છે. આ કાર 1.2 લિટર પેટ્રોલ મેન્યુઅલ 21.79 કિમી/લીટર, 1.2 લિટર પેટ્રોલ ઓટોમેટિક 22.89 કિમી/લીટર, 1.0 લિટર ટર્બો-પેટ્રોલ મેન્યુઅલ 21.5 કિમી/લીટર, 1.0 લિટર ટર્બો-પેટ્રોલ ઓટોમેટિક 20.01 કિમી/લીટર અને 1.2 લિટર CNG મેન્યુઅલ 28.51 કિમી/કિલોગ્રામની આશરે માઇલેજ આપે છે.
Hyundai i20
હ્યુન્ડાઇ i20 ની એક્સ-શોરૂમ કિંમત ₹6,86,865 થી શરૂ થાય છે. આ હેચબેક 1.2-લિટર Kappa પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે. આ 5-સીટર કાર 6,000rpm પર 61 kW પાવર અને 4,200rpm પર 114.7Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. આ એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે જોડાયેલું છે. કારના આગળના ભાગમાં ડિસ્ક બ્રેક અને પાછળના ભાગમાં ડ્રમ બ્રેક છે. આ કારમાં 37 લિટરની ફ્યુલ ટાંકી છે. આ કારમાં આશરે પેટ્રોલ મેન્યુઅલ 16 થી 20 kmpl અને પેટ્રોલ ઓટોમેટિકમાં 20 ની માઇલેજ મળી રહેશે.





















