logo-img
Which 7 Seater Car To Buy From Tayron Fortuner And Meridian Know About Price And Specs

Tayron, Fortuner અને Meridian માંથી કઈ 7 સીટર કાર ખરીદવી? : જાણો કિંમતથી લઈને સ્પેક્સ સુધીની માહિતી, કઈ પ્રીમિયમ SUV તમારા માટે બેસ્ટ

Tayron, Fortuner અને Meridian માંથી કઈ 7 સીટર કાર ખરીદવી?
Published by: Offbeat Team
| Last Updated: Feb 20, 2026, 06:33 AM IST

7 seater car : ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં પ્રીમિયમ થ્રી-રો (7-સીટર) SUV સેગમેન્ટમાં હવે એક નવું અને રસપ્રદ કોમ્પિટિશન શરૂ થઈ છે. ફોક્સવેગન (Volkswagen) દ્વારા ભારતમાં નવી 'Tayron R-Line' લોન્ચ કરવામાં આવી છે, જે સીધી જ માર્કેટની લોકપ્રિય ટોયોટા ફોર્ચ્યુનર (Toyota Fortuner) અને જીપ મેરિડિયન (Jeep Meridian) ને કોમ્પિટિશન આપશે. જો તમે પણ નવી લક્ઝરી, પાવરફુલ અને શાનદાર 7-સીટર કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો જાણો આ ત્રણેયમાંથી કઈ કારમાં શું ખાસ છે અને કોની કિંમત તમારા બજેટમાં ફિટ બેસે છે.

Volkswagen ની નવી Tayron R-Line : શાનદાર લુક અને એન્ટ્રી

Volkswagen એ તેની આ નવી ફ્લેગશિપ કારને ખાસ પર્ફોર્મન્સ અને ફેમિલી સ્પેસને ધ્યાનમાં રાખીને બનાવી છે. જો તમે આ પ્રીમિયમ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમે Volkswagen ની ડીલરશીપ પર જઈને અથવા તેમની ઓનલાઈન વેબસાઈટ પરથી માત્ર રૂ. 51,000 ની ટોકન રકમ આપીને તમારું બુકિંગ કરાવી શકો છો.

એન્જિન અને પાવર : કોણ છે સૌથી પાવરફુલ?

કોઈપણ SUV નો જીવ તેનું એન્જિન હોય છે. આ ત્રણેય કાર અલગ-અલગ પાવર ઓપ્શન સાથે આવે છે:

  • Volkswagen Tayron R-Line : આ કારમાં 2.0-લિટરનું પાવરફુલ TSI પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 204hp નો પાવર અને 320Nm ટોર્ક જનરેટ કરે છે. તે 7-સ્પીડ DSG ઓટોમેટિક ગિયરબોક્સ અને 4MOTION ઓલ-વ્હીલ-ડ્રાઇવ (AWD) સિસ્ટમ સાથે આવે છે. આ કાર માત્ર 7.3 સેકન્ડમાં 0-100 કિમી/કલાકની સ્પીડ પકડી શકે છે, જે તેને તેના ક્લાસની સૌથી 'સ્પોર્ટી' કાર બનાવે છે.

  • Toyota Fortuner : ફોર્ચ્યુનરમાં ગ્રાહકોને 2.7-લિટર પેટ્રોલ અને 2.8-લિટર ડીઝલ એન્જિન એમ બે વિકલ્પો મળે છે. તેનું નવું 48-વોલ્ટ સિસ્ટમ વાળું ડીઝલ વેરિઅન્ટ 201hp પાવર અને 500nm નો શાનદાર ટોર્ક આપે છે. તેમાં 2WD અને 4WD બંને ઓપ્શન મળે છે.

  • Jeep Meridian : જીપ મેરિડિયનમાં 2.0-લિટર ડીઝલ એન્જિન મળે છે, જે 170hp પાવર અને 350nm ટોર્ક જનરેટ કરે છે. ગ્રાહકો 6-સ્પીડ મેન્યુઅલ અથવા 9-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનમાંથી પસંદગી કરી શકે છે. તેના ટોપ મોડલ્સમાં ઓફ-રોડિંગ માટે AWD સિસ્ટમ પણ મળે છે.

કિંમતની સરખામણી : તમારા બજેટમાં કઈ કાર?

કાર પસંદ કરતા પહેલા તેની કિંમત જાણવી ખૂબ જરૂરી છે. નીચે આપેલા ટેબલ પરથી તમે ત્રણેય કારની કિંમત જાણી શકો છો:

કારનું નામ

શરૂઆતી કિંમત (એક્સ-શોરૂમ)

ટોપ મોડલની કિંમત

Volkswagen Tayron R-Line

રૂ. 46.99 લાખ

રૂ. 46.99 લાખ (સિંગલ પ્રીમિયમ વેરિઅન્ટ)

Toyota Fortuner

રૂ. 34.16 લાખ

રૂ. 49.59 લાખ સુધી

Jeep Meridian

રૂ. 23.33 લાખ

રૂ. 37.48 લાખ (ટ્રેક એડિશન)

કઈ કાર ખરીદવી?

જો તમને પાવરફુલ પેટ્રોલ એન્જિન અને સ્પોર્ટી ડ્રાઇવિંગ ગમે છે, તો નવી Volkswagen Tayron R-Line તમારા માટે બેસ્ટ છે. જો તમને મજબૂતી, શાનદાર ડીઝલ એન્જિન અને બેસ્ટ રિસેલ વેલ્યુ જોઈએ છે, તો Toyota Fortuner સારો વિકલ્પ છે. જ્યારે ઓછાં બજેટમાં સારી ઓફ-રોડ ક્ષમતા અને લુક માટે Jeep Meridian પસંદ કરી શકાય છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now