Home Sports When The Team Was About To Be Thrown Out Of The Tournament The Coach And Captain Made A Decision

ટીમ બહાર ફેંકાવાની હતી ત્યારે કોચ અને કેપ્ટને લીધો એક મોટો નિર્ણય : હરીફ ટીમો તેને સમજી શકે તે પહેલાં તો ટીમ ઇન્ડિયાના હાથમાં હતો World Cup

ટીમ બહાર ફેંકાવાની હતી ત્યારે કોચ અને કેપ્ટને લીધો એક મોટો નિર્ણય
Published by: Offbeat Team
| Last Updated: Mar 09, 2026, 03:47 AM IST

T20 World Cup 2026: 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ઈતિહાસ રચ્યો. આ જીત સાથે ભારત સતત બે વખત T20 વર્લ્ડ કપ જીતનાર અને ઘરઆંગણે આ ટ્રોફી જીતનાર પ્રથમ ટીમ બની ગયું. જો કે આ સફળતા પાછળ ટીમ મેનેજમેન્ટનો એક મહત્વનો નિર્ણય ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો.

ટુર્નામેન્ટની શરૂઆતમાં ભારતીય ટીમ અનેક પડકારોનો સામનો કરી રહી હતી. કેટલાક ખેલાડીઓ ઈજામાંથી પાછા ફર્યા હતા તો કેટલાક ફોર્મમાં નહોતા. ટીમ ગ્રુપ સ્ટેજમાં મેચો જીતતી હતી, પરંતુ પ્રદર્શન સંપૂર્ણ રીતે વિશ્વાસજનક નહતું. ઘણી મેચોમાં ભારત વ્યક્તિગત ખેલાડીઓના પ્રદર્શનના આધારે જીતતું હતું.

ટીમના ટોપ ઓર્ડરમાં અનેક લેફ્ટ હેન્ડ બેટ્સમેન હોવાના કારણે વિરોધી ટીમોએ ભારત સામે ખાસ રણનીતિ બનાવવાનું શરૂ કર્યું. પરિણામે ભારતીય ટીમને મજબૂત શરૂઆત મળતી નહતી. સુપર 8માં સાઉથ આફ્રિકા સામે મળેલી હાર બાદ ટીમ માટે ટુર્નામેન્ટમાંથી બહાર થવાનો ખતરો પણ ઊભો થયો.

ગૌતમ ગંભીર અને સૂર્યકુમાર યાદવનો માસ્ટરસ્ટ્રોકઃ

આ જ સમયે હેડ કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટીમ કોમ્બિનેશનમાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય લીધો. રિંકુ સિંહની જગ્યાએ સંજુ સેમસનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો. શરૂઆતમાં આ નિર્ણય જોખમી લાગતો હતો, કારણ કે વર્લ્ડ કપ પહેલા સેમસનનું ફોર્મ ખાસ નહતું.

સંજુ સેમસન બન્યો ભારતની T20 વર્લ્ડ કપ જીતનો હીરોઃ

ટીમ મેનેજમેન્ટનો આ નિર્ણય સંપૂર્ણ રીતે સફળ સાબિત થયો. તક મળતા જ સંજુ સેમસને ધમાકેદાર બેટિંગ શરૂ કરી. ઝિમ્બાબ્વે સામે ઝડપી 24 રન કર્યા બાદ તેણે સુપર 8માં વેસ્ટ ઈન્ડિઝ સામે 196 રનના ટાર્ગેટનો પીછો કરતા અણનમ 97 રનની મેચ વિનીંગ ઇનિંગ રમી. ત્યારબાદ સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે પણ સંજુ સેમસને 89 રન બનાવીને ભારતને ફાઈનલમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી. ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે પણ સેમસને 89 રનની શાનદાર ઇનિંગ રમી અને ટીમ માટે જીતનો મજબૂત પાયો નાખ્યો.

પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટઃ

સંજુ સેમસને માત્ર પાંચ મેચોમાં 321 રન બનાવીને ટુર્નામેન્ટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા. તેના આ અદભૂત પ્રદર્શન બદલ તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ પણ આપવામાં આવ્યો. આ રીતે ગૌતમ ગંભીર અને સૂર્યકુમાર યાદવનો એક વ્યૂહાત્મક નિર્ણય આખા ટુર્નામેન્ટમાં ભારત માટે ગેમચેન્જર સાબિત થયો અને ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ચેમ્પિયન બનાવી દીધું.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

વર્લ્ડ કપ જીત્યા બાદ હાર્દિક પંડ્યાના પબ્લિસિટી સ્ટંટથી યુઝર્સ નારાજ!: હાર્દિક પંડ્યાનો માહિકા સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ

વર્લ્ડ કપ જીત્યા બાદ હાર્દિક પંડ્યાના પબ્લિસિટી સ્ટંટથી યુઝર્સ નારાજ!

વર્લ્ડ કપ જીતીને સૂર્યા સંતુષ્ટ નથી, ટીમ ઈન્ડિયા માટે કરી એનાઉન્સમેન્ટ: 3 વર્ષમાં 3 ICC ટ્રોફી, હવે ભારત રચશે નવો ઈતિહાસ!

વર્લ્ડ કપ જીતીને સૂર્યા સંતુષ્ટ નથી, ટીમ ઈન્ડિયા માટે કરી એનાઉન્સમેન્ટ

T20 વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ સૂર્યકુમાર યાદવ અડાલજ વાવની મુલાકાતે!: વિશ્વ વિજેતા સૂર્યાનું અડાલજમાં ભવ્ય સ્વાગત

T20 વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ સૂર્યકુમાર યાદવ અડાલજ વાવની મુલાકાતે!
Play Video

T20 World Cup ચેમ્પિયન ટીમ ઈન્ડિયા પર થશે ધનવર્ષા!: ટીમ ઈન્ડિયાને મળશે ICC તરફથી 27.5 કરોડની ઈનામી રકમ

T20 World Cup ચેમ્પિયન ટીમ ઈન્ડિયા પર થશે ધનવર્ષા!

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રોહિત અને રિતિકા વચ્ચે મેદાન પર થઈ બોલાચાલી!: વર્લ્ડ કપ સેલિબ્રેશનમાં કપલ વચ્ચે થયો ઝઘડો

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રોહિત અને રિતિકા વચ્ચે મેદાન પર થઈ બોલાચાલી!

મેચ જીત્યા બાદ કેમ વર્લ્ડ કપ લઈને આ હનુમાન મંદિરે પહોંચી ટીમ ઇન્ડિયા?: કોચ-કેપ્ટન અને જય શાહ જે મંદિરે પહોંચ્યા હતા તેની થઈ રહી છે ભારે ચર્ચા

મેચ જીત્યા બાદ કેમ વર્લ્ડ કપ લઈને આ હનુમાન મંદિરે પહોંચી ટીમ ઇન્ડિયા?

જીતના જશ્નમાં બધા હાજર હતા ત્યારે ક્યાં ગાયબ હતો કોહલી?: શું ગંભીર સાથેના વિવાદના કારણે વિરાટે કરી લીધી છે ટીમથી દૂરી?

જીતના જશ્નમાં બધા હાજર હતા ત્યારે ક્યાં ગાયબ હતો કોહલી?

ટીમના પ્લેયરોને પાણી પીવડાવી આ બે ખેલાડીઓ બન્યા વર્લ્ડ ચેમ્પિયન: ચેમ્પિયન બન્યા બાદ આ શું બોલ્યો સિરાજ? સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા

ટીમના પ્લેયરોને પાણી પીવડાવી આ બે ખેલાડીઓ બન્યા વર્લ્ડ ચેમ્પિયન

ફાઇનલ મેચમાં પીચ પર બાખડ્યા હતા આ બે ખેલાડીઓ: ભારત અને ન્યુઝીલેન્ડના બે ખેલાડીઓ વચ્ચે જે રીતે ચાલુ મેચમાં ઝઘડો થયો એ દ્રશ્યો કરોડો લોકોએ જોયા

ફાઇનલ મેચમાં પીચ પર બાખડ્યા હતા આ બે ખેલાડીઓ

"હું તૂટી ગયો હતો, સપના વિખેરાઈ ગયા હતા": ‘પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ’ બન્યા બાદ સંજુ સેમસને કહ્યું; "હું સચિન સર સાથે સતત સંપર્કમાં હતો, તેમણે મને દિશા બતાવી"

"હું તૂટી ગયો હતો, સપના વિખેરાઈ ગયા હતા"

વડોદરામાં ટી-20 વર્લ્ડ કપ વિજયની ધમાકેદાર ઉજવણી: ટ્રોફી રેપ્લિકા સાથે રસ્તાઓ પર ઉમટ્યા ક્રિકેટપ્રેમીઓ!

વડોદરામાં ટી-20 વર્લ્ડ કપ વિજયની ધમાકેદાર ઉજવણી
Play Video

T20 World Cupમાં ગુજરાતીઓનો ડંકો: ભારતને વિશ્વ વિજેતા બનાવવામાં સૌથી મહત્ત્વની હતી આ 4 ગુજરાતીઓની ભૂમિકા!

T20 World Cupમાં ગુજરાતીઓનો ડંકો

ધોનીએ 2 વર્ષ પછી સોશિયલ મીડિયા પર તોડ્યું મૌન: વર્લ્ડ કપ જીત્યા બાદ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ખાસ પોસ્ટ, જુઓ ગૌતમ ગંભીર વિશે આ શું લખ્યું?

ધોનીએ 2 વર્ષ પછી સોશિયલ મીડિયા પર તોડ્યું મૌન

INDIA IS CHAMPION!: અમદાવાદમાં ભારતનો ભવ્ય વિજય, ન્યૂઝીલેન્ડને 96 રને હરાવી ત્રીજીવાર જીત્યો T20 World Cup

INDIA IS CHAMPION!

T20 World Cup; ટીમ ઈન્ડિયા ત્રીજી ટ્રોફીથી માત્ર 1 વિકેટ દૂર!: હાર્દિક, અક્ષર અને બૂમરાહની ઘાતક બોલિંગ સામે કીવી બેટર્સ લાચાર

T20 World Cup; ટીમ ઈન્ડિયા ત્રીજી ટ્રોફીથી માત્ર 1 વિકેટ દૂર!

જસપ્રીત બુમરાહને કોણે શોધ્યો?: ભારતને વિશ્વ ચેમ્પિયન બોલર આપનાર કોચની કહાણી

જસપ્રીત બુમરાહને કોણે શોધ્યો?

ગુજ્જુ ખેલાડીઓનો ગેમ પ્લાન: આજની મેચમાં આ ત્રણ ગુજરાતીઓ ચાલી ગયા તો ભારતનો વર્લ્ડ કપ પાક્કો

ગુજ્જુ ખેલાડીઓનો ગેમ પ્લાન

વડોદરામાં T20 વર્લ્ડ કપ માટે ભારે ઉત્સાહ: ટીમ ઈન્ડિયાની જીત માટે ચાહકો દ્વારા વિશેષ હવન-પ્રાર્થના, "ટીમ ઈન્ડિયા જીતશે"ના નારાઓ દેશભક્તિથી ગુંજાવી દીધું વાતાવરણ

વડોદરામાં T20 વર્લ્ડ કપ માટે ભારે ઉત્સાહ

T20 World Cup Finalમાં શું ભારતની પ્લેઈંગ-11માં થશે મોટા ફેરફાર?: શું ફાઈનલ જીતવા આ બે વર્લ્ડ નંબર-1 ખેલાડીઓને બહાર બેસાડશે ભારત?

T20 World Cup Finalમાં શું ભારતની પ્લેઈંગ-11માં થશે મોટા ફેરફાર?