Home Entertainment What Other Reason Is There For Postponing Smriti Palashs Wedding

સ્મૃતિ-પલાશના લગ્ન પોસ્ટપોન કરવાનું કારણ કઈ બીજું : પલાશની ગુપ્ત ચેટ્સ લિક, હવે શું કરશે સ્મૃતિ?

સ્મૃતિ-પલાશના લગ્ન પોસ્ટપોન કરવાનું કારણ કઈ બીજું
Play Video
Published by: OBS Bureau
Last Updated: Nov 25, 2025, 12:22 PM IST

ક્રિકેટ પ્રેમીઓ માટે સ્મૃતિ મંધાના એટલે ગર્વનું નામ, અને તેની સાથે પલાશ મુછલના લગ્નની ખબરથી બધે ખુશીનો માહોલ હતો. 23 નવેમ્બર 2025ના રોજ બંનેના લગ્ન થવાના હતા. પ્રી-વેડિંગ ફોટોશૂટ, જેમિમા રોડ્રિગ્સની રીલ્સ, બધું જ સોશિયલ મીડિયા પર છવાઈ ગયું હતું. પણ અચાનક 22 નવેમ્બરે સ્મૃતિના પરિવાર તરફથી એક પોસ્ટ આવી: “પરિવારમાં કોઈની તબિયત ખરાબ હોવાથી લગ્નની તારીખ આગળ ખસેડવામાં આવી છે.” બધા દુઃખી થયા, પ્રાર્થનાઓ કરવા લાગ્યા.

પરંતુ માત્ર એક જ દિવસ પછી, એટલે કે 23 નવેમ્બરે સાંજે, સોશિયલ મીડિયા પર ધડાધડ સ્ક્રીનશૉટ્સ વાયરલ થવા લાગ્યા. એક મહિલાએ પલાશ મુછલની સાથેની પોતાની ચેટના સ્ક્રીનશૉટ્સ પોસ્ટ કર્યા, જેમાં પલાશ તેને “બીચ પર મળીએ, સ્વિમિંગ કરીએ” જેવી વાતો કરી રહ્યો છે. સૌથી મોટો શોકર તો એ કે જ્યારે છોકરીએ પૂછ્યું કે “તારી ગર્લફ્રેન્ડ નથી?” ત્યારે પલાશે જવાબ આપ્યો: “અમારું તો લોંગ ડિસ્ટન્સ છે યાર, એ બેંગ્લોરમાં છે, હું મુંબઈમાં.”

બસ, આ સ્ક્રીનશૉટ્સ રેડિટ, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર આગની જેમ ફેલાઈ ગયા. લોકોએ તરત જ કેહવાનું શરૂ કરી દીધું કે "પપ્પાની તબિયત તો બહાનું હતું, આ ચીટિંગ જ વેડિંગ પોસ્ટપોન કરવાનું સાચું કારણ છે!” અને પછી કઈ આવું થયું:

  • સ્મૃતિ મંધાનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પરથી બધી જ પ્રી-વેડિંગ પોસ્ટ્સ ડિલીટ કરી દીધી.

  • જેમિમા રોડ્રિગ્સની બેસ્ટ ફ્રેન્ડ રીલ પણ ગાયબ.

  • પલાશ મુચ્છલની પોસ્ટ્સ પર કોમેન્ટ્સ બંધ થઈ ગઈ.

હાલ સુધી સ્મૃતિ કે પલાશ તરફથી આ ચેટ વિશે કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું, પણ નેટીઝન્સે તો પલાશને “ચીટર નંબર-1” નું ટાઈટલ આપી દીધું છે. કેટલાક લોકો કહે છે કે ચેટ ફેક પણ હોઈ શકે, પણ સ્મૃતિએ પોસ્ટ્સ ડિલીટ કરી એ જોતા લાગે છે કે કંઈક તો ગરબડ છે જ!

આખરે શું છે સત્ય? શું લગ્ન ખરેખર રદ થઈ ગયા? કે માત્ર પોસ્ટપોન છે? બસ, હવે બધાની નજર સ્મૃતિ અને પલાશના આગલા ઇન્સ્ટા સ્ટોરી પર ટકેલી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now