Home Gujarat What Issues Will Be Discussed In The Gujarat Assembly Session Today

આજે વિધાનસભા સત્રમાં શું? : પ્રશ્નોત્તરીથી લઈ વાર્ષિક અહેવાલ, હિસાબો, ઓડિટ અંગે સમીક્ષા કરાશે અને..., જાણો આજની કામકાજની યાદી

આજે વિધાનસભા સત્રમાં શું?
Published by: OBS Bureau
Last Updated: Feb 20, 2026, 04:04 AM IST

ગુજરાત વિધાનસભાસત્રમાં આજે વિવિધ મહત્વપૂર્ણ કામકાજ હાથ ધરવામાં આવશે. સત્રની શરૂઆત પ્રશ્નોત્તરીથી થઈ, જેમાં તારાંકિત પ્રશ્નોત્તરી અંતર્ગત કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ અને પ્રોટોકોલ વિભાગના મંત્રીએ સભ્યોના પ્રશ્નોના જવાબ આપશે. ત્યારબાદ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તેમજ ગ્રામ વિકાસ વિભાગના મંત્રી પ્રશ્નોત્તરીમાં ભાગ લેશે. વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રીએ પણ સભ્યોના પ્રશ્નોના જવાબો આપશે.

વાર્ષિક અહેવાલ, હિસાબો, ઓડિટ અંગે સમીક્ષા કરશે

જાહેર અગત્યની બાબત હેઠળ નિયમ-44 અનુસાર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું, જેને લઈને સભામાં ધ્યાનપૂર્વક ચર્ચા થશે. ત્યારબાદ વિધાનસભાના મેજ ઉપર વિવિધ અહેવાલો અને દસ્તાવેજો મૂકવામાં આવ્યા. પંચાયત મંત્રી ઋષિકેશ પટેલએ સ્થાનિક ભંડોળ હિસાબના નિરીક્ષકનો વર્ષ 2017-18નો ગ્રામ પંચાયતોનો ઓડિટ અહેવાલ તથા તેને મેજ ઉપર મૂકવામાં થયેલા વિલંબ અંગેનું નિવેદન રજૂ કરશે. શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડનો વર્ષ 2024-25નો વાર્ષિક અહેવાલ રજૂ કરશે.

રાજ્યપાલના સંબોધન પર ચર્ચા

હિસાબો, ઓડિટ અહેવાલ અને ભારતના કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલની ટિપ્પણ સાથે સરકારની સમીક્ષા રજૂ કરશે. રાજ્યકક્ષાના ગ્રામોદ્યોગ મંત્રી સ્વરૂપજી ઠાકોરએ ગુજરાત રૂરલ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટીંગ કોર્પોરેશન લિમિટેડનો વર્ષ 2024-25નો અહેવાલ રજૂ કરશે. રાજ્યકક્ષાના પંચાયત મંત્રી સંજયસિંહ મહીડાએ ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 હેઠળના તા. 01/11/2025 અને તા. 03/07/2025ના જાહેરનામાઓ તથા વિલંબ અંગેનું નિવેદન મેજ ઉપર મૂકશે. આ ઉપરાંત કામકાજ સલાહકાર સમિતિનો બારમો અહેવાલ અધ્યક્ષએ રજૂ કર્યો અને સંસદીય બાબતોના મંત્રીએ તે અહેવાલને મંજૂરી આપવા પ્રસ્તાવ રજૂ કર્યો. રાજ્યપાલના સંબોધન પર ચર્ચાનો બીજો દિવસ યોજાયો જેમાં ઈશ્વરભાઈ પરમારે 16 ફેબ્રુઆરી, 2026ના રોજ રજૂ કરેલા પ્રસ્તાવ અંગે ચર્ચા કરીને રાજ્યપાલને સંદેશ પાઠવવાનો કાર્યક્રમ નક્કી થયો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now