Home Gujarat What Did The Police Say About The Strange Traffic Board Issue In Ahmedabad City

અમદાવાદ શહેરમાં ટ્રાફિકના વિચિત્ર બોર્ડ મુદ્દે પોલીસે શું કહ્યું? : સતર્કતા ગ્રુપનો બદઈરાદો જણાતો નથી: નીતા દેસાઈ, જાણવા જોગ દાખલ કરી: DCP સફિન હસન

અમદાવાદ શહેરમાં ટ્રાફિકના વિચિત્ર બોર્ડ મુદ્દે પોલીસે શું કહ્યું?
Play Video
Published by: OBS Bureau
Last Updated: Aug 02, 2025, 12:44 PM IST

Ahmedabad Banner Controversy: અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં વિચિત્ર સાઈન બોર્ડ લાગેલા હતા. જે બોર્ડમાં એવું લખેલું છે હતું કે, "એ રંગલી- રાતની પાર્ટીઓમાં જવું નહીં, નહીં તો, રેપ કે ગેંપરેપ થઈ શકે છે." બીજા બોર્ડમાં એવું લખ્યું છેકે- એ રંગલા અંધારામાં સુમસામ જગ્યાએ રંગલીને લઈ જવાની નહીં... રેપ-ગેંગરેપ થઈ જાય તો..? આ બોર્ડનો મુદ્દો સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચાનો વિષય બન્યો હતો. જે બાદ સમગ્ર મામલે અમદાવાદ શહેર પોલીસ અધિકારીની સ્પષ્ટતા સામે આવી છે.


આમાં સતર્કતા ગ્રુપનો કોઈ બદઈરાદો પણ જણાતો નથી: DCP નીતા દેસાઈ

આ બોર્ડ મુદ્દે શુક્રવાર સાંજે DCP નીતા દેસાઈએ કહ્યું કે, 'અમદાવાદ શહેરમાં ટ્રાફિક વિભાગને ટ્રાફિક અવેરનેસ માટે સતર્કતા ગ્રુપ દ્વારા મદદ કરવામાં આવે છે. ટ્રાફિક અવેરનેસના પોસ્ટરો લગાવવા બાબતની વાત અમને કરી હતી. આ NGO ટ્રાફિક અવેરનેસનું કામ કરે છે. તેમણે કેટલાક અવેરનેસના પોસ્ટરો લગાડ્યા હતા. જે અંગે તેમણે ટ્રાફિક વિભાગને પણ જાણ કરી હતી. જે પોસ્ટરોમાં કેટલાક પોસ્ટરોમાં વિવાદીત લખાણની જાણ થતાં અમે તાત્કાલિક આ પોસ્ટરો હટાવી દેવડાવ્યા છે. એમને કડક સૂચના પણ આપવામાં આવી છે કે, અમને પૂછ્યા સિવાય આવા કોઈ ટ્રાફિક અવેરનેસના પોસ્ટરો લગાડવા નહીં'. નીતા દેસાઈએ વધુમાં કહ્યું કે, 'આમાં સતર્કતા ગ્રુપનો કોઈ બદઈરાદો પણ જણાતો નથી'.


સોલા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ દાખલ કરી: DCP સફિન હસન

આ બોર્ડ મુદ્દે DCP સફીન હસને કહ્યું કે, 'શહેરમાં કેટલાક પોસ્ટરો લાગેલા હતા, જેમાં મહિલામાં પાર્ટીમાં ન જવાનું, જેવી વિવાદસ્પદ ટીપ્પણીઓ કરેલી હતી, જે બાબતનો રિપોર્ટ સોશિયલ મીડિયા અને મીડિયા મારફતે અમદાવાદ પોલીસના ધ્યાનમાં આવતા પોલીસ વડાએ તાત્કાલિક પોસ્ટર જપ્ત કરવાનું કહ્યું હતું તેમજ સતર્કતા ગ્રુપ જેણે ટ્રાફિક અવેરનેસ માટે અમારી પરમિશન લીધી હતી પરંતુ જેણે તેના સ્કોપથી બહાર જઈને આ પોસ્ટર લગાવ્યા છે જે અગં તલસ્પર્શી તપાસ કરવા માટે સોલા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ દાખલ કરવામાં આવી છે, એમણે ક્યાં ઉદેશ્યથી, કોના કહેવાથી આ બાબતે તપાસ કરવામાં આવશે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now