Home Gujarat What Did Dycm Harsh Sanghvi Say At The Crime Conference

'કોન્સ્ટેબલની વાત પણ દિલ ખોલીને સાંભળવી જોઈએ' : ક્રાઈમ કોન્ફરન્સમાં DyCM હર્ષ સંઘવી શું બોલ્યા?

'કોન્સ્ટેબલની વાત પણ દિલ ખોલીને સાંભળવી જોઈએ'
Published by: Offbeat Team
| Last Updated: Dec 25, 2025, 04:47 AM IST

Gandhinagar Crime Conference : બે દિવસીય ક્રાઈમ કોન્ફરન્સ સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. આ કોન્ફરન્સમાં રાજ્યના તમામ પોલીસ અધિકારીઓએ ખૂબ ઉત્સાહ અને સમર્પણ સાથે ભાગ લીધો હતો, એવું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, આ કોન્ફરન્સ દરમિયાન થયેલા પ્રેઝન્ટેશનથી રાજ્યના નાગરિકોને વધુમાં વધુ મદદરૂપ થાય તેવી અનેક મહત્વપૂર્ણ માહિતી મળી છે. કેટલાક અધિકારીઓ તેમના જિલ્લાની કામગીરીને આગળ વધારવા માટે પહેલેથી જ નવા પ્રયાસો કરી રહ્યા છે, જે આવનારા સમય માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાત પોલીસ સમગ્ર ટીમ વર્ક સાથે ફરજ બજાવે છે અને આવી કોન્ફરન્સમાં સિનિયર અધિકારીઓના અનુભવમાંથી જુનિયર અધિકારીઓ શીખે છે. જૂની પરંપરાને જાળવી રાખીને ટેકનોલોજી સાથે કામ કરવાની પદ્ધતિ સરાહનીય હોવાનું તેમણે જણાવ્યું. બે દિવસના ચિંતન બાદ આવનારા અઠવાડિયામાં શું મહત્વના નિર્ણય લેવાશે તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

'કોન્સ્ટેબલની વાત પણ દિલ ખોલીને સાંભળવી જોઈએ'

હર્ષ સંઘવીએ જણાવ્યું કે તેઓ VC મારફત બે દિવસીય શિબિર દરમિયાન પ્રાપ્ત થયેલા મંતવ્યો રજૂ કરશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે પોલીસ ફરિયાદો પ્રત્યે ગંભીર બનવી જોઈએ અને પ્રજા સાથે જોડાયેલી રહેવી જોઈએ. લોકો સાથે સતત સંપર્કમાં રહેવાથી નીચેની સ્તરની ભૂલો સામે આવે છે અને લોકોની ફરિયાદ અવશ્ય સાંભળવી જોઈએ. તેમણે સૂચના આપી કે SP સ્તરના અધિકારીઓ મિટિંગ દરમિયાન PI અને PSI પાસેથી ખુલ્લા મનથી સૂચનો માંગે. પોલીસ અધિકારીઓમાં જવાબદારીનો ડર હોવો જરૂરી છે અને રેન્કના આધારે હાજરી ન આપી શકે તો SP કક્ષાના અધિકારીઓએ નીચેના અધિકારીઓની વાત ધ્યાનપૂર્વક સાંભળવી જોઈએ અને કોન્સ્ટેબલની વાત પણ દિલ ખોલીને સાંભળવી જોઈએ.

'ક્રાઈમ કોન્ફરન્સ માત્ર આંકડાઓ માટે નથી, પરંતુ...'

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કેટલાક અધિકારીઓ આખો દિવસ ઓફિસમાં હાજર ન હોવા છતાં તેમના જિલ્લામાં શું ચાલી રહ્યું છે તેની સંપૂર્ણ અને સાચી માહિતી હોવી જઈએ. તે મજબૂત ટીમ લીડરની ઓળખ છે. ટીમ લીડર મજબૂત હોવો જોઈએ અને જુનિયર સ્ટાફની ભૂલોને દબાવવાને બદલે તેને સુધારવી જોઈએ. ઉચ્ચ અધિકારીઓએ પોતાની ટીમનું સંરક્ષણ કરવું જોઈએ અને રોજબરોજ કર્મચારીઓની ખામીઓ શોધવાને બદલે તેમને પ્રોત્સાહન આપવું જોઈએ. મંત્રી હર્ષ સંઘવીએ રાજ્ય પોલીસ વડા DGP વિકાસ સહાયને સારા ટીમ લીડર તરીકે અભિનંદન આપ્યા અને જણાવ્યું કે DGP તરીકે તેમણે અનેક સકારાત્મક બદલાવ લાવ્યા છે. અમદાવાદ CP અને તેમની ટીમે માત્ર એક અઠવાડિયામાં 21 કેસ ઉકેલવામાં સફળતા મેળવી છે, જે પ્રશંસનીય છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ ક્રાઈમ કોન્ફરન્સ માત્ર આંકડાઓ માટે નથી, પરંતુ વાસ્તવિક સમસ્યાઓના નિરાકરણ માટે યોજવામાં આવી છે.

'ડ્રગ્સ માફિયા સામે કોણ સાચે કામ કરે છે અને કોણ નથી કરતું...'

ડ્રગ્સ મુદ્દે નાયબ મુખ્યમંત્રીએ તમામ પોલીસ અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા અને જણાવ્યું કે 2022ની સરખામણીએ ડ્રગ્સ સંબંધિત આંકડાઓમાં ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે ડ્રગ્સ સામેની લડાઈ માત્ર નિયમો વાંચીને નહીં પરંતુ મનમાં આક્રોશ સાથે આ ચેન તોડીને લડવી પડશે. ડ્રગ્સ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપતા તેમણે જણાવ્યું કે આ કોઈ અભિયાન નહીં પરંતુ જંગ છે. ગુજરાતની ધરતી પર પગ મૂકતાં જ ડ્રગ્સ માફિયાના પગ ધ્રુજવા જોઈએ અને જો ન ધ્રુજે તો કડક કાર્યવાહી કરીને તેમને ડરાવવામાં આવવું જોઈએ. ડ્રગ્સ માફિયા સામે કોણ સાચે કામ કરે છે અને કોણ નથી કરતું તેની સંપૂર્ણ માહિતી પોતાની પાસે હોવાનું પણ તેમણે જણાવ્યું.

બે દિવસીય આ ક્રાઈમ કોન્ફરન્સ ઐતિહાસિક રહી છે: DGP

આ પ્રસંગે રાજ્ય પોલીસ વડા DGP વિકાસ સહાયે જણાવ્યું કે બે દિવસીય આ ક્રાઈમ કોન્ફરન્સ ઐતિહાસિક રહી છે. તમામ વિષયો પર સર્વગ્રાહી પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા અને અધિકારીઓની સાચી મહેનત પ્રેઝન્ટેશનમાં સ્પષ્ટ દેખાઈ આવી હતી. કોન્ફરન્સ દરમિયાન રજૂ થયેલી ઉત્તમ કામગીરીનું જ્ઞાન જિલ્લા એકમો માટે ખૂબ મહત્વપૂર્ણ રહેશે. આવા પ્રયાસોથી જિલ્લા પોલીસમાં અનેક સકારાત્મક બદલાવ આવશે. કાયદો અને વ્યવસ્થા જાળવવામાં ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી દરેક એકમમાં સુધારા થશે અને જિલ્લા પોલીસની શ્રેષ્ઠ કામગીરીના પ્રેઝન્ટેશન અન્ય જિલ્લાઓ માટે પણ પ્રેરણારૂપ બનશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ગુજરાતમાં આગામી દિવસોમાં વધશે ગરમીનો પારો: કમોસમી વરસાદની ઘાત ટળી

ગુજરાતમાં આગામી દિવસોમાં વધશે ગરમીનો પારો

જંબુસર હાઈવે પર ત્રાટક્યો કાળમુખો ટ્રક: બસ સ્ટેન્ડ પાસે ઊભેલા શ્રમિક પરિવારને કચડ્યો, 11 વર્ષની બાળકીનું મોત

જંબુસર હાઈવે પર ત્રાટક્યો કાળમુખો ટ્રક

અમરેલીમાં વિકાસનો મહાકુંભ: CM ભૂપેન્દ્ર પટેલે રૂ. 700 કરોડના 24 પ્રોજેક્ટ્સનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત!

અમરેલીમાં વિકાસનો મહાકુંભ

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની જ્વાળામાં ગુજરાતનો એક્સપોર્ટ ઉદ્યોગ: 5,500 કન્ટેનરો વિદેશી પોર્ટ પર અટવાયા, કરોડોનું નુકસાન!

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની જ્વાળામાં ગુજરાતનો એક્સપોર્ટ ઉદ્યોગ

આવતા આઠવાડિયે ગુજરાત પ્રવાસે આવશે કેજરીવાલ અને ભગવંત માન: શું સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનું પ્લાન? AAPના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ આપી જાણકારી

આવતા આઠવાડિયે ગુજરાત પ્રવાસે આવશે કેજરીવાલ અને ભગવંત માન

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નિધન: અચાનાક પૂર્વ કાયદા મંત્રી ઉદેસિંહ બારીયાના નિધનથી સ્થાનિક રાજકારણમાં શોકનું મોજું!

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નિધન

ચૂંટણી પહેલા પાટીદારોનું મહાસંમેલન: "જંગ માટે તૈયાર રહેજો", પરસોત્તમ રૂપાલાનું ઈશ્વરિયાથી સમાજને આહવાન

ચૂંટણી પહેલા પાટીદારોનું મહાસંમેલન
Play Video

81 બોલમાં 14 છગ્ગા, 21 ચોગ્ગા, 193 રન ફટકાર્યા! ક્રિકેટનો નવો 'ધુરંધર': તોડી શકે છે ક્રિસ ગેલનો રેકોર્ડ, આ ટૂંક સમયમાં ટીમ ઇન્ડિયામાં રમતો દેખાશે આ ગુજરાતી છોકરો

81 બોલમાં 14 છગ્ગા, 21 ચોગ્ગા, 193 રન ફટકાર્યા! ક્રિકેટનો નવો 'ધુરંધર'

સાણંદ-વિરમગામ હાઇવે પર કાળમુખું પાણી: ખાડાનું પાણી પીતા જ 33 ઘેટાં-બકરાના ટપોટપ મોત, માલધારીઓમાં ભારે રોષ!

સાણંદ-વિરમગામ હાઇવે પર કાળમુખું પાણી
Play Video

ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર; ચૂંટણી પહેલાં જ કોંગ્રેસને મોટો ઝટકો: ગેનીબેન ઠાકોરના ગઢમાં ગાબડું, ભાજપમાં જોડાયા વાવ-થરાદના કોંગ્રેસના મોટા નેતાઓ

ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર; ચૂંટણી પહેલાં જ કોંગ્રેસને મોટો ઝટકો

"મારી કે મુહિસની ઉપર કંઈ પણ થયું તો જવાબદાર મારો પરિવાર": રાજુલાની નેહાનો ચોંકાવનારો વીડિયો વાયરલ

"મારી કે મુહિસની ઉપર કંઈ પણ થયું તો જવાબદાર મારો પરિવાર"
Play Video

સુરેન્દ્રનગર હાઇવે પર વહેલી સવારે કાળમુખો અકસ્માત: 2 ના કરુણ મોત, 4 ઇજાગ્રસ્ત!

સુરેન્દ્રનગર હાઇવે પર વહેલી સવારે કાળમુખો અકસ્માત

Earthquake; શું જાપાન જેવી થશે ગુજરાતની હાલત?: કેમ વારંવાર ધ્રૂજી રહી છે ધરા? જાણો ગુજરાતના કયા જિલ્લાઓમાં છે ભૂંકપનું સૌથી વધુ જોખમ

Earthquake; શું જાપાન જેવી થશે ગુજરાતની હાલત?

છોટાઉદેપુર કેન્સર હોસ્પિટલના દરવાજે તાંત્રિક વિધિ: મૃતકનો 'જીવ લેવા' મંત્રોચ્ચાર અને અગ્નિ પ્રગટાવાતા ભારે ફાળ!

છોટાઉદેપુર કેન્સર હોસ્પિટલના દરવાજે તાંત્રિક વિધિ

યોગ ગુરુ પ્રદીપ ક્યાંથી નકલી નોટ છાપતાં શીખ્યો?: સુરત નકલી નોટ કૌભાંડ કેસમાં મોટો વળાંક

યોગ ગુરુ પ્રદીપ ક્યાંથી નકલી નોટ છાપતાં શીખ્યો?

એક સાથે ત્રણ મુસીબતો આવશે, આ વખતે આવી બન્યું સમજો!: વરસાદ, વાવાઝોડા અને તોફાની પવનની અંબાલાલ પટેલની ખતરનાક આગાહી

એક સાથે ત્રણ મુસીબતો આવશે, આ વખતે આવી બન્યું સમજો!
Play Video

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે": વડોદરામાં હર્ષ સંઘવીની ગર્જના, 725 કરોડના વિકાસકાર્યોની ભેટ

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે"
Play Video

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર: વર્ષ 2023-24 ની વર્ગ 1 અને 2 ની ભરતીના ઇન્ટરવ્યૂની તારીખો જાહેર, જાણો ક્યારથી શરૂ થશે પ્રક્રિયા

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર
Play Video

ગુજરાતના માછીમારોની જીત: ડીઝલમાં ભાવ વધારો કેન્દ્ર સરકારે પાછો ખેંચ્યો, જૂના રાહત દરે જ મળશે જથ્થો

ગુજરાતના માછીમારોની જીત
Play Video

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ: રોગી કલ્યાણ સમિતિના નામે લાખોની ઉચાપત, નશાબંધી વિભાગના ક્લાર્ક સહિત 3 સામે ગુનો

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ