Home Gujarat Whale Fish Worth More Than 2 Crores Caught In Jamnagar

જામનગરમાં 2 કરોડથી વધુની વ્હેલ માછલીની ઉલ્ટી ઝડપાઈ : એસઓજીની કાર્યવાહી, ઇમરાન દાઉદભાઈ ભાયા વાઘેરને દબોચ્યો

જામનગરમાં 2 કરોડથી વધુની વ્હેલ માછલીની ઉલ્ટી ઝડપાઈ
Published by: OBS Bureau
Last Updated: Feb 22, 2026, 12:07 PM IST

જામનગર શહેરમાં એસઓજી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જામનગરના સિક્કા ગામ વિસ્તારમાં નાઝ સિનેમા પાછળ આવેલા ઇમામ ચોક વિસ્તારમાં બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન ઇમરાન દાઉદભાઈ ભાયા વાઘેર (ઉંમર 37 વર્ષ)ના રહેણાંક મકાનની તપાસ કરવામાં આવી હતી. જ્યાંથી એંબરગ્રીસ હોવાનું સામે આવ્યું છે.

વ્હેલ માછલીની ઉલ્ટી ઝડપાઈ

તપાસ દરમિયાન મકાનના રસોડામાંથી શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો, જે વ્હેલ માછલીની ઉલ્ટી તરીકે ઓળખાતું એંબરગ્રીસ હોવાનું સામે આવ્યું છે. કુલ 2 કિલો 069 ગ્રામ જેટલો જથ્થો કબજે લેવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા એંબરગ્રીસની અંદાજિત બજાર કિંમત રૂપિયા 2,06,90,000 જેટલી હોવાનું પ્રાથમિક અંદાજ છે.

પોલીસે વધુ તપાસ હાથ ધરી

પ્રાથમિક માહિતી મુજબ આ જથ્થો વેચાણ માટે રાખવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે એંબરગ્રીસ એક પ્રતિબંધિત પદાર્થ છે અને તેનું ગેરકાયદે સંગ્રહ તથા વેચાણ કાયદેસર ગુનો ગણાય છે. એસઓજી ટીમે સમગ્ર જથ્થો કબ્જે કરી તેને વૈજ્ઞાનિક પરીક્ષણ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ખાતે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે સંડોવાયેલા વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને પોલીસ વધુ તપાસ કરી રહી છે કે આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને કોને સપ્લાય કરવાનો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now