Home Sports Wcl 2025 Why Did A Group Of Retired Players Withdraw From Playing Against Pakistan

WCL 2025 : આ દેશભક્તિ નથી, લાલચ છે... : રિટાયર્ડ પ્લેયર્સનાં ગ્રુપે કેમ પાકિસ્તાન સામે રમવાથી પીછેહઠ કરી ?

WCL 2025 : આ દેશભક્તિ નથી, લાલચ છે...
Published by: OBS Bureau
Last Updated: Aug 01, 2025, 10:08 AM IST

WCL 2025 IND vs PAK Called Off: વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2025 ના આયોજકોએ એક સત્તાવાર નિવેદન જારી કરીને માહિતી આપી હતી કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રદ કરવામાં આવી છે. ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન સામે મેચ રમવાનો ઇનકાર કર્યો હતો, જેના પછી WCL ને આ પગલું ભરવાની ફરજ પડી હતી.

રિટાયર્ડ ક્રિકેટરોના એક ગ્રુપે લિજેન્ડ્સ લીગ રમવા માટે કોન્ટ્રાક્ટ સાઈન કર્યો, અને ત્યારે તેઓ ખુબ જ સ્પષ્ટ રીતે જાણતા હતા કે લિજેન્ડ્સ લીગમાં તેઓ પાકિસ્તાન સાથે રમશે...કોન્ટ્રાક્ટ સાઈન કરીને 80 ટકા પેમેન્ટ એડવાન્સ લઈ લીધુ...એટલે દેશના નામે રમવા માટે એગ્રી થયા...પૈસા લીધા, હવે જ્યારે પાકિસ્તાન સામે લડવાનો વારો આવ્યો - ત્યારે આ ખેલાડીઓ પીછેહઠ કરી રહ્યા છે ? આ કેવા પ્રકારની 'દેશભક્તિ' છે?

પહેલું તો એ કે આ સત્તાવાર ભારતીય ટીમ નથી. આ રિટાયર્ડ ખેલાડીઓ છે - તેઓ પૈસા માટે કોમર્શિયલ લીગમાં આવ્યા હતા. તેઓએ 80% પેમેન્ટ એડવાન્સ લીધુ હતું, તેથી પાકિસ્તાન સામે રમવામાં કોઈ સમસ્યા નહોતી. હવે જ્યારે પાકિસ્તાન સામે રમવાનો સમય આવ્યો - ત્યારે તેઓ દેશભક્તિની ઢાલ આગળ કરી રહ્યા છે ? અને શરમજનક વાત એ છે કે તેઓ 'દેશભક્તિ'ના નામે ચાહકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.

દેશનાં ક્રિક્રેટ પ્રેમીઓ માને છે કે જો ખરેખર દેશભક્તિ હોત - તો તેઓ મેદાનમાં ઉતર્યા હોત, રમ્યા હોત અને જીત્યા હોત. સાચા ખેલાડીઓ પૈસા લીધા પછી પીછેહઠ કરતા નથી. આ કોઈ ત્યાગ નથી - આ પબ્લિક ઈમેજ અને પબ્લિસિટી માટેનું નાટક છે. એટલે મહેરબાની કરીને દેશભક્તિની આડમાં લોભ છુપાવશો નહીં. તમે પાકિસ્તાન સામે રમવા માટે પૈસા લીધા હતા, હવે તમે ભાગી ગયા? આ દેશભક્તિ નથી, ધંધો છે - અને તે પણ દેશ પ્રેમનાં નામે.....પૈસા માટે કાંઈ પણ કરનારા લોકોએ દેશને ગર્વનો પાઠ ન ભણાવવો જોઈએ.... અને જો તમારે દેશ માટે રમવું હોય તો નાટક બંધ કરીને મેદાનમાં ઉતરો. પૈસા લઈને ભાગવાનું બંધ કરો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now